Thursday, August 22, 2019

Surendranagar, may other districts also have fine officials yours…

Mittal Patel interacting with Additional Collector
Shri Ashishbhai at nomadic settelment
 A recent event reaffirmed our belief in the government officers who have been appointed after clearing GPSC exams. Since last couple of years we have observed that these young officials are very  compassionate and sensitive towards the needs of the poor. “We have been given an opportunity to perform our duty…” they go above and beyond their line of duty to help the poor and marginalised.
The current living condition of nomadic families

There is a substantial number of Vadee Madaree families staying in Surendranagar’s Thangadh. The families do not have substantial documents to prove their identity. The district collector Shri. Rakesh is a very sensitive individual. He has wished to provide plots and housing for the homeless in his district, he has ensured his team works to turn  this wish into  reality. The team is visiting the settlements and filling up the forms. VSSM’s Harshad  always remains present during these visits to make sure no one is left out.
Mittal Patel meets nomadic families of Surendranagar

The current living condition of nomadic families
Additional Collector Shri. Ashish Miyatra is also completely invested into these efforts and works hard for the same. Every application for plot needs to be attached  with a caste certificate. But these communities do not have required  documents to acquire a caste certificate.  The duly filled forms were given to the authorised officials who refused to process because of insufficient documents. The officials also did not pay heed to Harshad’s explanation of the VSSM influenced  government resolution that simplifies the process of issuance of caste certificate for homeless nomadic communities. Both, Harshad and community members were a little disheartened by the official’s approach. When Additional Collector Shri. Ashishbhai got a word about this he said, “ Don’t worry, we shall find a way out.” He studied the resolution  which has a mention of panchnama that can be issued after an official visits  the place of residence of the applicant. Shri Ashish instructed his officials follow that instruction. All the applicants will be receiving their caste certificates in two days.  

I happen to meet Ashishbhai during my recent Than visit. “We salute you and your sensitivity. How we wish all officials began working like you do. So much of our load would ease out!!” I told him.

“Please, don’t thank us . This is our duty. This work brings me great satisfaction, I am happy to be instrumental in this entire process.”

The team at the helm of Surendranagar administration, Collector Shri K. Rakesh, Shri Ashish Miyatra, Shri Vijaybhai Patni is very strong. The long pending files of Surendranagar will be delighted to see light of the day under this team. The will be happy to the fact that the  dust accumulated over the years over them will at last be dusted.

We are grateful for officials like these, such individuals make this world a better place!!

The images are of the families seeking permanent homes, Interacting with Additional Collector Shri Ashishbhai at one of the settlements. 

છેલ્લા કેટલાક વર્ષોમાં GPSC પાસ કરી સરકારમાં કાર્યરત થયેલા યુવા અધિકારીઓ બહુ આશાસ્પદ જણાય છે. ‘કુદરતે તક આપી છે’ એવું કહી ક્યાંક નિયમથી ઉપર ઉઠીને મદદ કરનાર અધિકારીઓને પણ મળવાનું થાય છે.

સુરેન્દ્રનગરના થાનગઢમાં મદારી પરિવારો વસે. આ પરિવારો પાસે તેમની ઓળખ સાબિત કરવાના ઝાઝા પૂરાવા નહીં. કલેક્ટર શ્રી કે રાજેશ બહુ સંવદેનશીલ. તેમની ઈચ્છા સુરેન્દ્રનગરમાં રહેતા વિચરતી જાતિના તમામ ઘરવિહોણા પરિવારોને ઘર આપવાની અને તે માટે તેઓએ પોતાની ટીમને કટીબદ્ધ કરી. અધિકારીઓ વસાહતો ખૂંદી રહ્યા છે અને ફોર્મ ભરી રહ્યા છે. 
આ કાર્યમાં અમારો હર્ષદ તો સતત એમની સાથે..

મદારી વસાહતને પ્લોટ આપવા પ્રાંત કલેક્ટર શ્રી આશીષ મિયાત્રા પણ કલેક્ટર જેવા જ ઉત્સાહથી મથે. પ્લોટ મેળવવાની અરજી સાથે જાતિ પ્રમાણપત્ર જોડવા પડે. પણ એ માટેના પૂરાવા આ લોકો પાસે બહુ નહીં. ફોર્મ ભરીને તાલુકામાં બેસતા જવાબદાર અધિકારીને આપ્યા પણ એમણે ઠોસ પૂરાવા નથી માટે આપી નહીં શકાય તેમ કહ્યું.

હર્ષદે તેમને વિચરતી જાતિઓની સ્થિતિ સમજી તેમને સરળતાથી જાતિ પ્રમાણપત્ર મળે તે માટે VSSMના પ્રયત્નથી થયેલો વર્ષ 2017નો ઠરાવ બતાવ્યો. જેમાં સ્થળ તપાસ કરીને જાતિપ્રમાણપત્ર આપી શકાય તેવો ઉલ્લેખ હોવાનું બતાવ્યું. પણ આ અધિકારીએ બહુ દાદ આપી નહીં.
હર્ષદ અને વસાહતના લોકો થોડા નિરાશ થયા. ત્યાં પ્રાંત કલેક્ટર શ્રી આશીષભાઈને આ ખ્યાલ આવ્યો એમણે કહ્યું,

‘ચિંતા ના કરો આપણે રસ્તો કરીશું’ તેમણે ઠરાવનો અભ્યાસ કર્યો અને સ્થળ તપાસ કરીને પંચનામુ કરીને જાતિપ્રમાણપત્ર આપી શકાયનું વાંચ્યું. એમણે એ પ્રમાણે કર્યુ. બે દિવસમાં તમામ પરિવારોને જાતિ પ્રમાણપત્ર મળી જશે.
થાન જવાનું થયું ત્યારે આશીષભાઈ પણ વસાહતમાં આવ્યા. મે એમને કહ્યું, ‘તમને અને તમારી સંવેદનાને સેલ્યુટ કરીએ છીએ. આવી રીતે સૌ અધિકારી કામ કરતા થઈ જાય તો અમારા જેવાનો ભાર હળવો થઈ જાય’
એમણે કહ્યું, ‘એમાં આભાર હોય જ નહીં મારી ફરજ છે અને આ કામથી ખૂબ સંતોષ મળે છે. હું નિમિત્ત બનું એનો રાજીપો છે’

કલેક્ટર શ્રી કે.રાજેશ અને તેમની સાથે આશીષભાઈ મિયાત્રા, વિજયભાઈ પટણી જેવા અધિકારીઓની મજબૂત ટીમ છે. વર્ષોથી વિચરતી જાતિઓના પેન્ડીંગ કામોની ફાઈલો સુરેન્દ્રનગર જિલ્લામાં પડી છે. આ બધી જ ફાઈલો પર પરિણામલક્ષી મહોર મરાવવાની છે.. ફાઈલોનેય રાજીપો થશે...આખરે કોઈક તો આવ્યા જેમણે એના પરની ધૂળ ઊડાળી..

આભાર આપ સૌ સંવેનશીલ અધિકારીઓનો.. તમારા કારણે આ દુનિયા ઊજળી છે....

જે પરિવારોને રહેવા પોતાની જગ્યા અને પછી ઘર મળવાના છે તેને ફોટોમાં જોઈ શકાય છે. સાથે પ્રાંત કલેક્ટર શ્રી આશીષભાઈ સાથે વસાહતમાં થયેલી વાતનો ફોટો પણ...

#Empathy #VSSM #MittlaPatel #collector_Surendranagar #Condition_Of_Nomads #NomadicTribes #Madari #snake_charmer #positive_approach

No comments:

Post a Comment