Friday, March 15, 2019

It is the attitude that matters the most….

Mittal Patel with nomadic families
Mittal Patel visits the nomadic families...
A month ago,  around  85 homes belonging to the nomadic families living in Rajkot’s Kubaliya were engulfed in a freak fire accident. The families barely managed to  to recuse themselves. Four days back  there was another episode of fire,  burning  shanties of 12 nomadic families living in Surendranagar’s Dudhrej. In both the incidents the  poor families lost all that there was to have and hold. The civil society showed tremendous empathy and stood with them in such trying times. However, what mattered was the support and concern of the  local administration during this period.

Honestly, we were expecting the administration of Rajkot to be really helpful,   but our expectations proved otherwise. After a long wait when no help came forward,  VSSM prepared relief kits consisting of ration for 15 days, vessels, tarpaulin, blankets etc and provided it to the families. This giveaway was supported by respected Shri Bhadrayubhai Vacchrajani of  Rajkot.

While in Surendranagar we were supported by its wise and illustrious citizens Madhviben, Truptiben and many more.. but what touched our core was the positive  approach of the district administration. The District Collector himself remained besides these families in their times of need. He called the affected families to his office and extended support of Rs. 12,000 each. He also remained committed to extend government’s support for those affected by such disasters, made arrangements for these families to stay in government shelter and initiated the process to ensure these families receive official residential plots and assistance to build a house.
Nomadic Settlement after the fire accident

Growing up I often read this story where the kings in disguise would  move amidst their  subjects to learn about their well-being and complaints.

Today I perceive  the collectors as kings of their districts. The administration acts as she/he wishes and the residents prosper or suffer based on the  decisions these modern kings take.  It  all boils down to their wish and approach.

Nomadic Settlement after the fire accident
I am not here to criticize anyone  but, it was the wish and desire of Shri K. Rajesh, Collector, Surendranagar that made all the difference. It was his large-heartedness and compassion that helped these poor and needy the  most. Shri K. Rajesh is also trying to ensure all the nomadic and de-notified families of Surendranagar receive plots and homes as soon as possible.

We are grateful for officers like Shri Rajesh who make sure to use the power bestowed upon them for the service and betterment of the needy. We are proud to have such dedicated and committed officials amidst us. Shri. Rajesh, we salute your compassion.  

Collector Shri K. Rajesh
We have shared the images of the houses brought down by fire in both this districts just so that you can comprehend the ground realities. The other image is of the affected families in the office of Shri K. Rajesh.

Our team members Kanubhai Bajaniya, Chayaben, Umeshbhai and Harshad with the families…

વાત અભીગમની...

મહિના પહેલાં રાજકોટના કુબલિયાપરામાં રહેતા વિચરતી જાતિના 85 પરિવારોના છાપરાંમાં અચાનક આગ લાગી ગઈ અને આ પરિવારો પોતાનો જીવ સિવાય કશું બચાવી ના શક્યા.
ચાર દિવસ પહેલાં સુરેન્દ્રનગરના દૂધરેજમાં પણ 12 પરિવારોના છાપરાંમાં અચાનક આગ લાગી ને બધુ બળીને ખાખ થઈ ગયું.

હાથે પગે આવી ગયેલા આ બેય જિલ્લાના પરિવારો પ્રત્યે સમાજમાંથી ઘણાએ કરુણા દાખવી પણ અગત્યનું જિલ્લા વહીવટીતંત્ર આ પરિવારોની પડખે ઊભુ રહે તે હતું.

રાજકોટ માટે તો શું કહુ... મદદની અપેક્ષા હતી પણ બધુ ઠગારુ નીવડ્યું. આખરે આ પરિવારોને પંદર દિવસ ચાલે એટલા રાશનની કીટ, વાસણ, ફરી ઝૂંપડું બાંધવા તારપોલીન, ધાબળા બધુએ VSSMએ પહોંચાડ્યું. જેમાં રાજકોટના આદરણીય ભદ્રાયુભાઈ વછરાજાનીએ મદદ કરી.

જ્યારે સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રગરના પ્રબુદ્ધ નાગરિકો માધવીબેન, તૃપ્તીબેન વગેરે મદદમાં રહ્યા પણ સૌથી અગત્યનું કલેક્ટર પોતે આ પરિવારો માટે ખડે પગે રહ્યા. પોતાની કચેરીમાં બોલાવી વ્યક્તિગત ધોરણે દરેક પરિવારને રૃા.12,000ની મદદ કરી ઉપરાંત સરકારમાંથી આવી આફતનાે ભોગ બનનાર પરિવારોને જે મદદ મળે તે મદદ અપાવવા તેઓ કટીબદ્ધ થયા. સાથે સરકારી આશ્રયસ્થાનમાં તેમના રહેવાની વ્યવસ્થા કરી. વળી આ પરિવારોને પોતાની રહેણાંકની જગ્યા ને એના માથે પાકુ ઘર બંધાય એ માટેની તજવીજ તો એમણે આદરી જ દીધી ..

પોતાની પ્રજાની ચિંતા કરી તેમના સુખ દુઃખ જાણવા રાતના વેશપલટો કરી લોકોની વચમાં ફરે એ સાચો રાજા. આ બધુ નાનપણમાં વાંચેલું, સાંભળેલું. 
મોટી થયા પછી બધા કહે કલેક્ટર એ જિલ્લાનો રાજા. એ ધારે તો હજારો માણસોને થાળે પાડવાની તજવીજ કરી શકે. પણ બધુયે ધારવા ઉપર આધારીત.

કોઈની ટીકા નથી કરતી પણ સુરેન્દ્રનગર કલેક્ટર શ્રી કે. રાજેશ ખરેખર દિલદાર માણસ અને માણસ જેવી અનુકંપા રાખનાર વ્યક્તિ...

સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા તમામ વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને પોતાનું ઘર મળે એ માટે પણ કલેક્ટર શ્રી કે. રાજેશ કોશીશ કરી જ રહ્યા છે. 
ઈશ્વરે કામ કરવાની તકની સાથે સત્તા પણ આપી છે. જનો સદઉપયોગ શ્રી કે. રાજેશ કરી રહ્યા છે.
શ્રી કે. રાજેશ તમારા જેવા સંવેદનશીલ અધિકારી યોગ્ય ફીલ્ડમાં કાર્યરત છે એનું ગૌરવ છે...
પ્રણામ આપની લાગણીને....
પરિસ્થિતિનો ચિતાર મળે એ માટે જ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સળગી ગયેલાં ઝૂંપડાંના ફોટો સાથે કલેક્ટર શ્રી કે. રાજેશે પોતાની ઓફીસમાં બોલાવી આ પરિવારોને મદદ કરી તેની વિગત...

આ બંને વસાહતોમાં અમારા કાર્યકર કનુભાઈ બજાણિયા, છાયાબહેન, ઉમેશભાઈ તેમજ હર્ષદ આ પરિવારોની સાથે...

#MittalPatel #VSSM #NomadsOfIndia #NomadicTribes #Empathy #Pathetic


No comments:

Post a Comment