Thursday, May 24, 2018

Dafer families from Wamaj are forced to vacate the place even after the assurance from higher police authorities...

Mittal Patel at Dafer Settlement
Take your baggage and vacate the village within two days!
“But Sahab, we have been staying in Vamaj village, protecting the boundaries of your village since last 15 years. Now where will we go?” 
“Go wherever you want to, at any cost, police should not come to the village due to you people!”
Parole Wanted Police destroyed the Danga of Dafers on 14th May and whatever they told to the village people, entire village said no to keep these Dafer families.          

Range IG Jadeja Sir an d DSP S.P. Sir also talked to the people of the village. They gave assurance that now the police will not harass but the people are still not ready. Our heartfelt thanks to these officers who genuinely took the action about the harassment of the Dafers. But it is difficult to convince the people of the village. 

Dilabhai has been protecting the village boundaries since last 15 years. Nobody from his family is a criminal. But they have to leave the village now due to the behaviour of the police. 
Police are supposed to be in the role of a protector. But whatever they did in Wamaj became the reason for the hard times of these innocent families.       

Where to go is the question of these Dafer families which I am asking the entire police department.
Also, I tell the people, who destroyed the Danga of Dafers and instigated the villagers, to put themselves in the shoes of these families and be a human. 

Three months ago, when I had gone to Wamaj, Dilabhai had shown the bike which he had bought from his hard earned savings. He also had told me to give the loans in order to buy an autorickshaw for his son. But before we could do anything, look what callous behaviour police did to the eight families like Dilabhai’s. We had a great talks when we had met, which can be seen in the photo. 

If these people from shanties would have been cruel criminals, then how would they have been living like this? They would have bought the house in Gandhinagar or Ahmedabad and bought a car. 

I will again tell the police to find the real criminal but not to trouble the innocent.  

‘તમારા લબાચા લઈને બે દાડામાં ગામ ખાલી કરો.’

‘પણ સાહેબ અમે 15 વરહથી વામજમાં જ રઈએ સીએ ને તમારી સીમ હંભાળીએ સીએ તે હવે ચા જઈએ.’
‘જ્યાં જવું હોય ત્યાં જાવ પણ હવે તમારા કારણે અમારા ગામમાં પોલીસ આવે એ અમને ના પોષાય.’

14 મેના પેરોલ વોન્ટેડ પોલીસે #ડફેરના ડંગામાં આવીને જે તોડફોડ કરી અને પછી ગ્રામજનોને જે પણ કહ્યું હોય તે આખા ગામે ડફેરને રાખવાની ના પાડી દીધી.
રેન્જ #આઈજી જાડેજા સાહેબ અને મહેસાણા ડી.એસ.પી. એસ.પી. સાહેબે પણ ગામલોકો સાથે વાત કરી ને હવે પોલીસ હેરાન નહીં કરેની ખાત્રી આપી છતાં ગામલોકો માનવા તૈયાર નથી. આ અધિકારીઓનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ એમણે ખરેખર દીલથી ડફેર પર થયેલા અત્યાર માટે યોગ્ય પગલાં લીધા પણ ગામને સમજાવવું મુશ્કેલ બની રહ્યું છે.

15 વર્ષથી સીમ સાચવતા દીલાભાઈ ને એમના પરિવારના એકેય વ્યક્તિ ગુનેગાર નથી પણ પોલીસની આ વર્તુણકના કારણે આજે તેમને ઘર છોડવાનો વારો આવ્યો.

પોલીસને રક્ષકની જેમ વર્તવા કહીએ છીએ. વામજમાં જે કાળો કેર વર્તાવ્યો એનું પરિણામ આ નિર્દોષ પરિવારોને ભોગવવાનું થયું. 
ક્યાં ગામમાં જઈએ એ પ્રશ્ન ડફેર પરિવારોનો છે.... ને એજ પ્રશ્ન હું સમગ્ર પોલીસ વિભાગને પુછી રહી છું.

ને સાથે ડફેર પરિવારની જગ્યાએ જેમણે પર ડંગામાં જઈને તોડફોડ કરી અને ગામલોકોને ભેર
વ્યા તેમને ડફેરની જગ્યાએ તમારી જાતને મુકવા કહુ છું ને સાથે માણસ થવા પણ કહુ છું...

ત્રણેક મહિના પહેલાં વામજમાં ગઈ ત્યારે દીલાભાઈએ મહેનત કરીને બચતમાંથી ખરીદેલું બાઈક બતાવ્યું ને સાથે લોન આપવા પણ કહેલું જેથી છોકરાંને રીક્ષા અપાવી શકે હજુ આ બધુ પતે એ પહેલાં જુઓને દીલાભાઈ ને તેમના જેવા 8 પરિવારો પર કેવો કાળો કેર વર્તાવ્યો. એ વખતે મળ્યા ત્યારે કેવી સરસ આનંદથી વાતો કરેલી એ ને એ લોકો જેમાં રહે છે તે છાપરાં પણ ફોટોમાં જોઈ શકાય છે. 
આ છાપરાંવાળા આવા જબરા ચોર હોત તો આવામાં સુકામ પડ્યા રેત. અત્યાર સુધીમાં ગાંધીનગર ને #અમદાવાદમાં બંગલાને ગાડી ના ખરીદી લીધી હોત.

પોલીસને ફરી કહીશ સાચા ગુનેગાર પાસે જાવ આવા નિર્દોષને હેરાન ના કરો.
#MittalPatel #NomadsOfIndia #Dafer #Police #GujaratPolice #DGP

No comments:

Post a Comment