Mittal Patel with Vadi community at Jadiya Water Management site |
Jadiya Water Management site |
We have been digging lakes since last two years. In that, we incur the expense of diesel of JCB and people from the village provide tractors. When the soil is fertile then the farmers lift it with zeal but once there is murram or sand, who will carry it? This is an everyday issue and they throw tantrums to provide tractors. Residents of Jadiya believe that it is their duty to carry the soil be it Murram or sand. We were amazed to see many tractors queued up. We get fed up convincing people but here the scenario was different.
Lake Deepening Work |
People use sand and Murram to fill the pits which had taken place due to July 2017 floods, to repair the roads, and to repair the soil erosion in front of their houses.
We talked to them about making some channels of 3 ft breadth and 4 ft depth to store the water in the boundaries of the fields. They have shown the readiness for that at the moment.
If people of the village can give more support, make a contribution then this work will be even better. We are going to convene Gram Sabha for the same and tell them to make a charity contribution for water.
There are families from Vadi community who live in Jadiya. They suffered a great loss in floods. Village gave them plots. But now there is a small water channel, so village will give them another place to stay. So, this lake will become a reason for everyone’s wellbeing. Thank you to all the loved ones.We are grateful to the village! We thank our entire team who tirelessly work in 42 degrees of heat.
'અસલ કોમ થાય સે બેન અમે બધા રાજી અન તમે હવે હાચું કીધું પોણી નહિ બચાઈ તો પાસલી પરજા ન હું આલશું? અમાર ગોમથી થોડા આગળ હેંડો એટલ રાજસ્થોન શરૂ થઇ જાય તોનો વિસ્તાર હાવ હુકો ભટ પડ્યો સે. એટલ પોણીનું કોમ કરીને તમે અસલ કર્યું. ' બનાસકાંઠાના ધાનેરા તાલુકાના જડિયા ગામના દલપતભાઈ એ આ વાત કરી સાંભળી ને રાજી થવાયું.
આમ તો છેલ્લા બે વર્ષથી તળાવ ખોદાવીયે. એમાં jcb ના ડિઝલનો ખર્ચ અમારો ને માટી ઉપાડવા ટ્રેક્ટર ગામ લોકો આપે. આમ ફળદ્રુપ માટી હોય તો ખેડૂત હોંશે હોંશે ઉપાડે પણ મરોડ કે રેત નીકળે તો કોણ ઉપાડે? એ પ્રશ્ન હંમેશા થાય ને ટ્રેક્ટર મુકવામાં ઠાગા ઠૈયા કરે. આવામાં મરોડ હોય કે રેત અમારા માથે ઉપાડવાનું કામ છે તે ઉપડવાનું આવું જડિયાવાસી માને એટલે એક jcb સામે ટ્રેક્ટરની લાઈનો લાગેલી જોઈને વાહ બોલાઈ ગયું. કેમ કે બીજા ગામમાં ક્યારેક સમજાવીને થાકી જઇયે જયારે અહીંનો નજારો જુદો હતો.
રેત, મરોડ ગામમાં જુલાઈ 2017માં આવેલા પૂરથી પડેલા ખાડા પુરવા રસ્તા રીપેર કરવા, ઘરની આગળ થયેલા ધોવાણને ઠીક કરવા ગામલોકો લઇ જાય. અદભુત ગામ.
ખેતરની અંદર શેઢાની બાજુમાં ત્રણ ફુટ પહોળી અને 4 ફુટ ઊંડી ચેનલ બનાવી ગામનું પાણી ગામમાં સમાવવા બાબતે વાત કરી. એમણે હાલ પૂરતી તો એ માટે તૈયારી બતાવી છે.
હાલ મળે છે એનાથી વધુ સહયોગ ગામ કરશે, ફાળો ભેગો કરશે તો કામ વધુ સરસ થશે. અમે એ માટે ગ્રામસભાનું આયોજન કરવાના ને એમાં પાણી માટે ધર્માદુ ભેગું કરવા કહીશું.
જડિયામાં વાદી પરિવારો રહે એ નીચાણ વાળા વિસ્તારમાં રહે પૂરના પાણીમાં એમને ખુબ નુકશાન થયું. ગામે એમને પ્લોટ આપ્યા. પણ હવે ત્યાં પાણીનો વોળો છે એટલે ગામ હવે એમને બીજે જગ્યા આપશે. આમ તળાવ એ ગામના તમામના હિતમાં નિમિત્ત બનનારું સાબિત થશે.
આ કાર્યમાં મદદ કરનાર સૌ પ્રિયજનોનો આભાર.. ગામનો આભાર ને દિવસ રાત આમ તો 42 ડિગ્રીમાં જરાય થાક્યા વગર કામ કરતી અમારી ટીમનો આભાર.
#Banskantha #Jadiya #watermanagement #VSSM #MittalPatel #vadicommunity #thankyou #compartmentbunding #waterconservation #waterpreservation #undergroundwaterlevels #environment Rashmin Sanghvi
No comments:
Post a Comment