Monday, May 28, 2018

‘Ann gud gude,Nal gud gude,Dushkal dhinskau dhinskau...

Mittal Patel and VSSM team meet people who are putting an
end to water scarcity in Bid, Maharashtra
‘Duskal dhinskau dhinskau’
By reading this you would be wondering what I have written here, right?
We met people who are putting an end to water scarcity(drought) in Bid, Maharastra.
Many villages of Bid district took a wonderful initiative by keeping away the caste difference and doing Shramdan (voluntary hard work); for not losing even a single drop of rain water from their village boundaries.
Normally in each village, they have their own groups according to castes. But in Moha village of Pardi taluka, there are two groups of volunteer workers; one is of all females and another is of all male group. At one place, spiced puffed rice (snacks) and a pot of water kept for everyone. When they all are tired from working, they come here for having snakes and water. By forgetting cast differences, they all have that water from single pot only.
When village sarpanch was asked that; ‘Does casteism still exists here?’ He replied by saying that, ‘We started drinking water from the same well. Even before Independence.’ By listening to that I was speechless.
There was constant drought situation in Vidarbha region of Marathavada. Many farmers committed suicide due to that. This issue was really sensitive, hence a lot of organisations came forward to start working on it. ‘Manavlok’ is one of the organisation. With that ‘Pani Foundation’ of Aamir Khan also collaborated. 
For conservation of rain water, village people decided to do some work with the help of  JCB and some through shramdan (voluntary hard work), that’s how wonderful work was happening. While working, they sing phrases and local songs. From those, one of the wonderful phrase is there in a video. Do listen, it’s cheerful.

‘Ann gud gude (There is no food scarcity)
Nal gud gude (Neither water scarcity)
Dushkal dhinskau dhinskau (Drought will come to an end.) 
See!! how fun it sounds!! Gujarat is lacking in this.
In Banaskatha, we started working for Water Management. But people’s participation (team work) was lacking. We surely believe that, if we get more support from people then only water management work can be successful. 
We want to gather people participation in village and want to talk about this topic… We wish that all people would come together…
We had good experiences from Vidarbha and Marathvada, which should be understood and learnt. I will be writing about that more. I wish that, specifically those farmers living in villages would understand this.
#beed #maharashtra #vidarbha #banaskantha #PaniFoundation#watermanagement #VSSM #MittalPatel #cooperation #peoplessupport #ManavlokNGO #nodrought #Maharashtra #Gujarat #experiences#exposuretrip

દુષ્કાળ ઢીંસકાઉ ઢીંસકાઉ

વાંચીને આ શું લખ્યું છે તેવું લાગ્યું ને?
#મહારાષ્ટ્રના #બીડમાં અમને #દુષ્કાળને ઢીંસકાઉ કરનારા લોકો મળ્યા.
વરસાદનું ટીપુએ ગામની બહાર વહી ના જાય એ માટે બીડ જિલ્લાના ગામોએ સામૂહીક રીતે ઝૂંબેશ ઉપાડી ને નવાઈ લાગે તેવી વાત આખુ ગામ નાતજાતના ભેદ ભુલીને શ્રમદાન કરી રહ્યું છે.

આમ તો ગામમાં જેટલી જાતિ એટલા જૂથ પણ પરડી તાલુકાના મોહા ગામમાં શ્રમદાન કરનારના બે જ જૂથ એક મહિલાનું ને બીજુ પુરુષનું. બધા માટે મમરાનો નાસ્તો ને ઘડામાં પાણી. થાકે એ આવીને નાસ્તાની થેલીમાંથી નાસ્તોને પાણીના ઘડામાંથી પાણી પીવે. નાતજાતના ભેદ વગર એક જ ઘડામાંથી પાણી પીવાય છેને અદભૂત વાત...

ગામના #સરપંચ સંજયભાઈને ગામમાં કોઈ નાતજાતના ભેદ છે કે કેમ તે અંગે પૂછ્યુ તો તેમણે કહ્યું, ‘એક કુવે પાણી પીવાનું તો અમે આઝાદી પહેલાં શરૃ કરેલું.’સાંભળ્યા પછી આગળ કશું બોલવા પણું હતું જ નહીં.
મરાઠાવાડા ને વિદર્ભમાં સળંગ દુષ્કાળ પડ્યો ને ખેડુતોએ મોટા પ્રમાણમાં આત્મહત્યા કરી. મુદ્દો સખત સંવદેનીશીલ બન્યોને વિવિધ સંસ્થાઓએ આ વિસ્તારમાં કામ હાથ ધર્યા #માનવલોક તેમાંની એક. સાથે #આમીરખાનનું #પાણી #ફાઉન્ડેશન પણ ભળ્યું.
વરસાદી પાણી રોકવાના કેટલાક કામો જેસીબીથી ને કેટલાક કામો શ્રમદાનથી કરવાનું ગામોએ નક્કી કર્યું ને અદભૂત કામો થવા માંડ્યા.
શ્રમદાન કરતાં કરતાં લોકો સ્લોગન બોલે ને ગીતો ગાય એમાંનું સૌથી અદભૂત સ્લોગન વિડાયોમાં પણ સંભળો મજા પડશે.

અન્ન ગુડ ગુડે ( અન્નની કમી નહીં)
નાળ ગુડ ગુડે (પાણીની કમી નહીં)
દુષ્કાળ ઢીંસકાઉ ઢીંસકાઉ (દુષ્કાળ ભાગી જશે)
બોલો છેને મજાનું. ગુજરાતમાં આની કમી છે.

પાણીને લઈને અમે #બનાસકાંઠામાં કામ શરૃ કર્યા. પણ #લોકભાગીદારીની કમી વર્તાય છે. ભાગીદારી વધે તો જ પાણીના કામો સફળ થાય એવું અમે ચોક્કસ માનીએ છીએ. 
ગામોમાં આ અંગે વધુ વાત કરીને લોકોને સંગઠિત કરવા કોશીશ કરવી રહી.. આશા છે સૌ સાથે આવે...

#વિદર્ભ અને #મરાઠવાડાના સરસ અનુભવો છે જે સમજીને શીખવા જેવા છે તેના વિષે લખતી રહીશ. ખાસ ગામોમાં રહેતા ખેડુતો આ સમજે એ આશા સાથે લખીશ....
#beed #maharashtra #vidarbha #banaskantha #PaniFoundation #watermanagement #VSSM #MittalPatel #cooperation #peoplessupport #ManavlokNGO #nodrought #Maharashtra #Gujarat #experiences #exposuretrip

No comments:

Post a Comment