Mittal Patel with the people of Raviyana |
Kankrej is a small village of Kankrej Taluka. There are 100 farmers in the village and land is of 1000 vighas. There was continuous exhumation of water so the underground water levels are terribly low.
As soon as the water levels go deeper, farmers like my father, put the pipe in the bore. But they never worry that there is water scarcity or the time when there will be no water at all. Narmada was proven to be a lifeline. The water of the canal filled Hethvu lake of the village and the farmers put the pipes in it and started irrigation. But this time, there is less water in Narmada. If the lake is slightly bigger and that also well dug, then it will be more beneficial. The underground water levels will also go up.Raviyana Sarpanch giving a cheque of Rs.1Lakh to VSSM fieldworkers |
We got remarkable love from the fvillage. “Ben, now when you come, have food with us. We will give all the support you want.” You are doing the pure work, said Bharmalbhai and Sarpanch. We felt very happy hearing that.
Hethvu Talav before digging |
During the lake digging, a very approachable and nice MLA of Kankrej Kirtisinhji came and he encouraged the people.
One Uncle whose name I have forgotten said, “whatever homework you will give, we will do…”
From 3 degrees cold of Netherlands and France, I found this thing sweet in 45 degrees of heat of Banaskantha.
Hethvu Talav after Digging |
ગુજરાતી અનુવાદ
સૌરાષ્ટ્રમાં ભૂલો પડ ભગવાન આ દુહામાં હવે થોડો ઉમેરો કરીને અમારા ઉત્તર ગુજરાતમાંય ભૂલો પણ એવું કહેવાનું મન થાય એવા અદભૂત ગામો ને લોકો સાથે અત્યારે જળસંચયના કામ VSSM દ્વારા થઈ રહ્યા છે. વળી જળસંચયના માધ્યમથી ગામના વિચરતી જાતિને તમામ વંચિતોના કામોય જરા જુદી રીતે થઈ રહ્યા છે.
વળી આ વખતે નર્મદાના નીર ખુટ્યા. જો તળાવ મોટુ હોત તો થોડો વધુ ફાયદો થાય ને વળી પાછુ ખોદાય તો જમીનમાંય પાણી ઉતરે ને તળ ઊંચા આવે.
VSSM દ્વારા થઈ રહેલા જળસંચયના કામોની માહિતી રવિયાણાવાસીઓને મળી ને તેમણે તળાવ ઊંડા કરવા કાર્યકર નારણભાઈને વિનંતી કરી. અમારી શરત જેસીબીનો ખર્ચ અમારો ને ટ્રેક્ટરગામલોકો આપે પણ રવિયાણાના ખેડુતો પાસે ટ્રેક્ટરની ઝાઝી સગવડ નહીં. વળી અહીંયાના ખેડુતો એવા મોટા જમીનધારકો નહીં. પણ તળાવ ઊંડુ કરવાની મનસાના ને લીધે અમારી સામે કોઈ જ વિનંતી કર્યા વગર ભાડેથી ટ્રેક્ટર લાવવા એમણે પ્રથમ એકલાખનો ચેક આપ્યો ને બીજુ ભંડોળ પણ ભેગુ કરી રહ્યા છે. મજાની વાત મફતનું ખાવાની લાલચ જરાય નહીં એ.
સરકારે સુજલામ સુફલામ યોજના કરી પણ થોડું મનોમંથન કરીને ગામસાથે રહીને કામ કરવાની જરૃર હતી જો એમ થયું હોત તો ધાર્યા કરતા સરકાર ઘણું વધારે ને સુંદર કામ કરાવી શકી હોત. ખેર હજુએ સમય છે પણ સવાલ ચાહનાનો છે....
ગામના તમામનો અદભૂત પ્રેમ.. ‘બહેન હવે આવો તો અમારા ગોમમાં જ જમજોને જે જોઈએ એ સાથ
સહકાર અમે આલશ’ ની વાત. ખુબ ચોખ્ખુ કોમ સંસ્થાએ કર્યું એવું ભારમલભાઈ અને સરપંચે કહ્યું ત્યારે ખરેખર મન રાજી થયું.
આદર્શ ગામની વિભાવનાની અમે વાત કરી. નાતજાતના ભેદ ભુલી ગામના દરેકનો વિકાસ કેમ થાય એ માટેની તૈયારી આપણે કરી શકીએ?ને આપણે સૌ એવા આદર્શગામોની મુલાકાતે જઈએ ને ત્યાંથી તમે શીખો એમ ઈચ્છુછુની વાતેય એમણે વધાવી. એમણે કહ્યું, ‘અમે તમારા કોમથી ખુબ રાજી સીએ. કોઈ હવારથ વગરનું તમારુ તમારુ કોમ. તમે કો ઈમ કરીશું. ને આઈસું આદર્શ ગોમ જોવાય ન અમાર ગોમમાંય એવું જ કરીશું.’
તળાવ ખોદકામ વખતે કાંકરેજના ધારાસભ્ય એકદમ ભલા ને અચ્છા વ્યક્તિ કહી શકાય તેવા
કીર્તીસીંહજી ઉપસ્થિત રહ્યા ને અમને સૌને પ્રોત્સાહીત કર્યા.
એક કાકા નામ ભુલી ગઈ એમણે તો કહ્યું, ‘તમે જે લેશન આલશો એ કરીશું...’
નેધરલેન્ડ, ફ્રાન્સની 3 ડીગ્રીમાંથી બનાસકાંઠાની 45 ડીગ્રી આવા હેતના લીધે જ મીઠી લાગી...
આભાર સૌ સ્વજનોનો જેમની મદદથી અમે આ જળસંચયના કામો કરી શક્યા....ને ગામનેય પ્રણામ
ધોમધખતા તાપતમાં સંસ્થાના કાર્યકર શંકરભાઈ બજાણિયા ને નારણ રાવળ સતત કામ સુંદર થાય તે માટે ખડેપગે આ દોસ્તોને વહાલ...
No comments:
Post a Comment