Thursday, April 30, 2015

VSSM Progressive Change for Meer Community - A Nomadic Tribes across Gujarat

Since the Meer community does not feature in the government’s list of Nomads their problems increase manifolds….

VSSM Progressive Change for Meer Community -
Chayaben with Meer Families who allotted Voter ID Cards and Adhar Cards 
There are two pressing points here in this story of 23 families from Meer community. First is the status of Meer families. The Meer community inspite of leading a Nomadic Lifestyle does not find mention in the government’s list of nomadic and de-notified communities.   Time and again we have brought this matter to the notice of the government and the authorities but the matter is far from being resolved. As a result the Meer community - A Nomadic Tribes across Gujarat state remains deprived of access to the benefits of the various welfare scheme by government. The second issue is,  under the present scenario when land is becoming the most priced possession Meer and other communities like it do not find place to erect even their temporary shelters. Wherever they go the land mafia, land owners are ready to shoo them away. With the availability of land  shrinking with each passing day the homeless nomads are finding it difficult to find land to mount their thatched roofs.  

During the times when our towns and cities weren’t such land hungry it was easy for the landless and the homeless to find a place and buildup a kuchha house. So our 23 Meer families have been staying in Ahmedabad for all their lives. As the city kept growing their distance from the city also kept growing,  until they were pushed to the outskirts of the city. The families earlier lived on wasteland but since past 3 years they stay on a rented piece of land in Ahmedabad’s Jantanagar. These families earn their living from selling ornamentations and decor items for trucks. To sell these  stuff the men wander as far as Karnataka while the women stay back with children. 

Being Nomads these families never had any identity proofs. It was difficult for them to identify themselves when police stopped ad inquired as they travelled to distant states. When VSSM came into contact with these families the first thing we did was apply for Voter ID cards. 50 individuals were allotted Voter ID cards and Adhar Cards. however when the landlord came to know about the development he got furious and asked the families to vacate the land or else get the cards cancelled. It required a lot of persuasion on our part but he has declared that the ration cards will not bare the address of this this place ( his land). How to proceed is a dilemma for us. At the moment we are in process finding a government wasteland for these families so no further issues come up!!

VSSM’s Chayaben  and the  Meer families with the Voter ID  and Adhar card, in the backdrop are their houses. 


વિચરતું જીવન જીવતાં મીર સમુદાયનો સમાવેશ વિચરતી જાતિમાં કર્યો નથી..

અમદાવાદના જનતાનગરમાં ૨૩ મીર પરિવારો ખાનગી માલિકીની જગ્યામાં છાપરાં બાંધીને ભાડેથી રહે. અમદાવાદ શહેરનો વિકાસ નહોતો થયો ત્યારે શહેર આસપાસનો વિસ્તાર જંગલ અને ખેતારું હતો. આ પરિવારો અન્ય વિચરતા પરિવારોની જેમ આ વિસ્તારમાં ફરતાં રહ્યાં પણ શહેર વિકસતું ગયું તેમ તેમ આ પરિવારો વધુને વધુ ફંગોળાતા ગયા. કંઈ કેટલીયે જગ્યાએ આ પરિવારોએ પોતાના ડેરા તંબુ નાખ્યાં અને ઉપાડ્યા. છેવટે ત્રણેક વર્ષથી ભાડાની જગ્યા પર જનતાનગરમાં વસવાટ કર્યો. આ પરિવારો ટ્રકને શણગારવાનો સામાન બનાવે અને વેચે અને એ માટે છેક કર્ણાટક સુધી વિચરણ કરે. પુરુષો ફરે અને બહેનો એક જગ્યા પર બાળકો સંભાળીને રહે.  
પરંતુ વિચરતી જાતિના હોવાના કારણે પોતાની ઓળખના પ્રશ્નો તો રહેવાના જ અને ઓળખના કોઈ પુરાવા ના હોવાના કારણે વેઠવી પડતી એમની હાડમારી પણ સમજી શકાય એમ હતી. કર્ણાટક સુધી પોતાના વ્યવસાય માટે વિચરણ કરતાં આ પરિવારોને જયારે પોલીસ કે અન્ય લોકો ક્યાંથી આવ્યાં? સામાન ક્યાંથી લાવ્યાં વગેરે હકીકતો પૂછે ત્યારે જવાબ તો હોય પણ આધારો ના હોય એટલે તકલીફ પડે. આપણા સંપર્કમાં આ પરિવારો આવતાં આપણે ૫૦ વ્યક્તિઓને મતદારકાર્ડ અને આધારકાર્ડ અપાવવામાં નિમિત બન્યા. પણ ભાડાની જગ્યા પર રહેતાં હોવાના કારણે માલિકને ખબર પડી કે પોતાની જગ્યાના મતદારકાર્ડ આ પરિવારોએ બનાવી દીધા છે એટલે પ્રથમ તો એમણે જગ્યા ખાલી કરો અથવા કાર્ડ રદ કરાવોનું રટણ શરુ કર્યું. ખુબ સમજાવ્યા પછી એ બધું શાંત થયું પણ રેશનકાર્ડ મારી જગ્યા ના નહિ બનવવાના એવું ચોખ્ખું ફરમાન એમણે જારી કરી દીધું છે. શું કરવું એ મૂંઝવણ છે. સરકારી પડતર જગ્યા શોધીને આ પરિવારો ત્યાં રહેવા જાય એની વ્યવસ્થા કરવી છે જેથી બીજી તકલીફ ઉભી ના થાય. 

મીર પરિવારોનો સમાવેશ રાજ્ય સરકારે વિચરતી જાતિમાં કર્યો નથી જબકી આ પરિવારો છે વિચરતા. આપણે રાજ્ય સરકારને રજૂઆત કરી છે અને આ પરિવારનો સમાવેશ વિચરતી જાતિમાં કરવા વિનંતી કરી છે જેથી વિચરતી અને વિમુક્ત જાતિને મળતાં માર્યાદિત લાભો આ પરિવારોને પણ મળી શકે.. મીર જેવી અન્ય કેટલીક વિચરતી જાતિઓ પણ સરકારની યાદીમાં નથી પણ એમને કે મીરને પોતે કઈ યાદીમાં છે? સરકારની શું મદદ મળે? વગેરે જેવી કોઈ જ માહિતી નથી.. જે કમનસીબી છે..

ફોટોમાં vssmના કાર્યકર છાયાબહેન સાથે પોતાનાં મતદારકાર્ડ અને આધારકાર્ડ સાથે મીર પરિવારો અને એમની પાછળ એમનાં ઘર...

No comments:

Post a Comment