Tuesday, April 28, 2015

Nomadic Tribes of Morbi - Vansfoda and Devipujak Families Receive Voter ID Cards

Nomadic families of Morbi receive Voter ID cards with help of VSSM
A settlement of nomadic families consisting of Vansfoda - Nomadic Communities and Devipujak - Nomadic Communities is situated Morbi-Kandla road. It has been here for a very long time. The Vansfoda families earn their living by taking work of greasing the vehicles while the Devipujak families collect scrap to later sell it in the scrap market. It’s a job requiring wandering through the day but they come back and spend most part of the year at one settlement. 

Inspite staying on one place for many years these families did not have any citizenry documents like the Voter ID cards or Ration card, their children weren’t going to school either.  The families had absolutely no access to any of the basic amenities. 

Nomads Residence (Distt.Morbi, Gujarat ) 
VSSM pursued the matter, as a result of which 32 families were allotted Voter ID cards which stands as their Identity Proof as well as part of Human Rights For Nomadic Tribes.Whenever it comes to Voter ID cards VSSM gets immense cooperation from the Chief Electoral Officer. The instructions from her office are responded swiftly by the district authorities. But getting Ration Card is all together a different ball game.  The processing period can get stretched to months if not a year. We have filed ration card applications for 7 families and are hopeful the officials will respond soon. 

As visible in the pictures the families currently stay in very poor living conditions there is no water, no power.. VSSM has initiated a Bridge School for the children in this settlement where they have been introduced to basics of learning which is part of Education for All and Right to Education actions. Once the families receive ration cards we plan to file for allotment of residential plots. This is just the beginning a lot needs to be done…. 

વિચરતા પરિવારોને સારી પરિસ્થિતિમાં પહોંચાડવાનો vssm નો નિર્ધાર સફળ થઇ રહ્યો છે...

મોરબીમાં રહેતાં વિચરતા પરિવારોને મળ્યા મતદારકાર્ડ..
મોરબીમાં કંડલા રોડ પર વાંસફોડા અને દેવીપૂજક પરિવારો વર્ષોથી છાપરાં બાંધીને રહે. વાંસફોડા સમુદાયનો પરંપરાગત વ્યવસાય વાંસમાંથી સુડલા- ટોપલા બનાવવાનો પણ વાંસ મોંધો થતા આ વ્યવસાય છોડી તેઓ મજૂરી તરફ વળ્યા. હાલમાં તેઓ વાહનોને ગીરીસ કરવાનું કામ કરે છે. જયારે દેવીપૂજક પરિવાર ભંગાર ભેગું કરીને વેચવાનું કામ કરે છે. હા એ માટે વિચરણ કરે પણ વર્ષનો મોટો ભાગ તેઓ આ વસાહતમાં જ રહે..
આ પરિવારો વર્ષોથી એક જગ્યા પર ઘણો સમય રહેતાં હોવા હતા છતાં


એમની પાસે મતદારકાર્ડ, રેશનકાર્ડ જેવા કોઈ પુરાવા નહોતા. એમના બાળકો સ્કૂલમાં પણ જાય નહિ. મૂળ તો શાળા દુર છે માટે. આ પરિવારોને મતદારકાર્ડ મળે એ માટે આપણે અરજી કરી અને અધિકારીગણની મદદથી ૩૨ વ્યક્તિને મતદાર કાર્ડ મળ્યાં. (એમાંના કેટલાકને ફોટોમાં જોઈ શકાય છે) એ પછી ૭ વ્યક્તિને રેશનકાર્ડ મળે એ માટે અરજી કરી છે. પરંતુ રેશનકાર્ડનું કામ ખુબ કપરું છે. મતદારકાર્ડ માટે મુખ્ય નિર્વાચન અધિકારીનો સક્રિય સહયોગ મળે છે અને જયારે જરૂર પડે એ કલેકટર શ્રીને સુચના પણ આપે છે. એમની સુચના છે એટલે આ કામ સરળતાથી પતી જાય છે પણ રેશનકાર્ડ મેળવવા લોઢાના ચણા ચાવવા જેવું છે.. જોકે અમને આશા છે કે આ પરિવારોને ઝડપથી કાર્ડ મળે પછી એમને કાયમી પ્લોટ મળે એ માટે અરજી કરવાની છે. હાલમાં તેઓ જ્યાં રહે છે ત્યાં વીજળી અને પાણીની સુવિધા પણ નથી.. જે ફોટોમાં જોઈ શકાય છે. આમ તો માનવીય દ્રષ્ટિથી વિચારીએ તો આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એ નર્ક જ છે અને આવા નર્કાગારમાંથી આ પરિવારોને બહાર કાઢવાનો vssm નો નિર્ધાર છે. એમના બાળકો માટે vssm દ્વારા વૈકલ્પિક શાળા ચાલે છે જ્યાં બાળકો નિયમિત ભણતા થયા છે.. થોડું થયું છે અને ઘણું કરવાનું બાકી છે..

No comments:

Post a Comment