In the evening after the completion of measuring and plotting task the Saraniyaa and Vansfoda families shared their concern with VSSM’s Mohanbhai, “Will these villager allow us to stay here, Mohanbhai? Shri. Kaushikbhai has asked us to shift to the new place but the land is still occupied by the farmers and their harvested grains are piled there, if we begin staying there under shades they can accuse us of stealing their grains!! We do not want to move under such tensed circumstances.We shall move once we begin the construction process” Such fear from other humans!!!! But we are glad that in this case the authorities are with them. All we wish is to begin the construction at the earliest.
In the pictures - authorities and beneficial families involved in measuring and marking the land
અમે છાપરાં નાખીએ અને ગામલોકો ચોરીનો આરોપ મુકે તો?
પાટણ જીલ્લાના ચાણસ્મામાં રહેતાં ૬ સરાણીયા, ૪ વાંસફોડા પરિવારોને સરકાર દ્વારા રહેણાંક અર્થે પ્લોટ ફાળવાય. આ પરિવારોને જ્યાં પ્લોટ આપ્યાં ત્યાં અન્ય સમુદાયના વંચિત ૩૦ પરિવારોને પણ સરકારે પ્લોટ આપ્યા. પરંતુ આ ૪૦ પરિવારોને ફાળવાયેલી જગ્યા પર ખેડૂતો ખળું કરતાં. પણ મૂળ આ જ્ગ્યા સરકારની માલિકીની.
પ્લોટ ફાળવણીના હુકમ પછી કબજો અપાવવા મામલતદાર શ્રી કૌશિક મોદી તા.૧૩-૦૨-૧૫ કેટલાંક પોલીસ કર્મી સાથે સ્થળ પર પહોચ્યાં. તેમણે પ્લોટની માપણી કરી જમીન પર માર્કિંગનું કામ શરુ કરાવ્યું કે ગામના લોકોને ખબર પડી. ગામલોકો મોટા ટોળામાં જગ્યા પર આવ્યાં સાથે મુવી કેમેરા પણ રાખ્યા અને આ જગ્યા અમે કોઈને નહિ આપીએ એવું જોર જોરથી બોલવા માંડ્યા. વાતાવરણ તંગ થઇ ગયું. સાથે વકીલ પણ હતાં એમણે પણ મામલતદાર શ્રી સમક્ષ આ ગેર કાયદેસર છે વગેરે જેવી વાત કરી. મામલતદાર શ્રીએ ખુબ પ્રેમથી સમજાવ્યું કે, ‘આ જગ્યા સરકારની છે અને સરકાર જરૂરિયાત મંદોને આપે છે. તમે આ જગ્યા ખરવાડ માટે વાપરો છો પણ તમે તમારાં ખેતરનું ધાન તમારાં ખેતરમાં જ સરખું કરીને ઘરે લાવી શકો. હવે મોટાભાગના ગામોમાં આજ રીતે લોકો કરે છે અને તમે પણ એમ કરશો તો ખરવાડની જરૂર નહિ રહે. વળી આ જગ્યા જેમને આપી છે એ ખુબ ગરીબ માણસો છે જે ખુબ અમાનવીય દશામાં રહે છે સરકારની પહેલી ફરજ એમના માટે છે અને એટલે જ એમને જમીન ફાળવાઈ છે.’ પણ મામલતદાર શ્રીનું કોઈ સંભાળવા જ તૈયાર નહિ. આખરે કોઈ રસ્તો ના રહેતાં એમણે સૌને કહ્યું, ‘અહિયાં કોઈ માથાકૂટ ના કરો જે કહેવું હોય તે કચેરીમાં આવીને કહેજો.’ આ સાંભળી લોકોએ બોલવાનું બંધ કર્યું. મામલતદા
ર શ્રીએ પ્લોટની ફાળવણી કરી દીધી અને ખુંટ પણ મારી દીધા. એમણે આ પરિવારોને ડરવાની જરાય જરૂર નથી એમ કહી વહેલી તકે આ જગ્યા પર રહેવાં આવી જવા કહ્યું.
સાંજે માપણી પત્યા પછી સરાણીયા અને વાંસફોડા પરિવારોએ vssmના કાર્યકર મોહનભાઈને કહ્યું, ‘મોહનભાઈ આ ગામના લોકો અમને આ જગ્યા પર રહેવાં દેશે? મામલતદાર સાહેબે હાલ તે જગ્યા પર રહેવાં જવા કહ્યું છે પણ હાલમાં તો એમનું(ખેડૂતોનું) અનાજ વગેરે ખેતીનો માલ ત્યાં પડ્યો છે અમે ત્યાં જઈને છાપરાં નાખીએ અને ગામલોકો અમારા ઉપર ચોરીનો આરોપ મુકે તો? હાલ રહેવાં નથી જવું. એક વાર ઘર બાંધવાનું શરુ થાય પછી જઈશું.! કેટલો ડર છે આ પરિવારોને! પણ આનંદ એ વાતનો છે કે વહીવટીતંત્ર એમની સાથે છે. ઝડપથી એમના ઘર બાંધકામનું કામ શરુ થાય એવું ઇચ્છીએ છીએ..
ફોટોમાં માપણી કરતું વહીવટીતંત્ર અને બીજા ફોટોમાં ખુંટ મારતા વિચરતા પરિવારો
No comments:
Post a Comment