Sunday, August 17, 2014

Wonder why do authorities fear allotting Antyoday ration cards.

21 nomadic families living in Khanodar, Vdiya, Vasma, Paldi and Diyodar of Banaskatha acquired Voter ID cards as a result of our efforts, following this on 18/9/2013 we made applications for antyoday ration cards for these families. But there were many ifs and buts by the concerned authorities when it came to  process the applications for  antyoday cards of  these families.  The mamlatdar refused to give them antyoday cards and offered to give them APL-1 cards. The VSSM team members refused to accept any other cards. The authorities also became confused as it is mandatory to sanction the applications for Ration Cards with in 45 days. Many from these 21 families belong to   bahuroopi and Bharthari communities. These communities are so poor that they sustain themselves on begging. They have no other sources of income. Such families need food security, which is possible only with an antyoday card. In such situations of local level authoritarian high headedness   we are left with no options but to complain to the senior authorities. we wrote to the Chief Minister, district Collector,  civil supplies authority, deputy collector. When orders were received from higher authorities the mamlatdar agreed to sanction antyoday cards. But even after the orders the Mamlatdar kept delaying the matter. The Deputy Collector Shri. R. M. Khant who is a very sensitive officer was briefed about the matter, he made a personal visit to the settlement to see the living conditions of these families for himself. Immediate orders were given to sanction antyoday cards to these families. 
On 13th August 2014, 18 of these families received Antyoday ration cards however 2 Devipujak families received APL cards instead of antyoday cards, reason according to the Mamlatdar was, Devipujak community does not fall into nomadic category. This is not a correct interpretation but still that is what the Mamlatdar thinks.  Deputy Mamlatdar Shri Gohil too was of the opinion  that these families should be given Antyoday cards. We will continue to pursue the matter.

Deputy Collector Shri Khant expressed to go to the settlement and issue  the ration cards himself, his visit will bring the authorities of Diyodar to the settlement which might help in highlighting the situation of these families in particular and the communities in general. The thought is very noble but the plight of the nomads in not unknown to the concerned officials and yet we face the same resistance from the authorities in almost all the cases. Whenever the applications for BPL or Antyoday cards are made they are faced with immense  resistance.  We wonder do these officers fear losing their jobs if they issue these cards????

We are thankful to Shri Khant, the mamlatdar and deputy mamlatdar Shri Gohil for their support. 

ગુજરાતીમાં અનુવાદ

બનાસકાંઠાના દિયોદર તાલુકાના ખાણોદર, વડીયા, વાસમ, પાલડી અને દિયોદરમાં રહેતા વિચરતી જાતિના ૨૧ પરિવારોને vssmની મદદથી મતદારકાર્ડ મળ્યા તે પછી એમને રેશનકાર્ડ મળે એ માટે તા.૧૮/૦૯/૨૦૧૩ ના રોજ અરજી કરી. ખૂબ દરિદ્ર સ્થિતિમાં રહેતા આ પરિવારોને અંત્યોદય રેશનકાર્ડ મળે એ માટેની vssmએ રજૂઆત કરી. પણ અંત્યોદય રેશનકાર્ડ અપાય કે કેમ વગેરે પ્રશ્નો સ્થાનિક અધિકારીઓ એમાં પણ ખાસ કરીને મામલતદાર શ્રીને થયા કરે. એમણે આપણને આ પરિવારોને APL-૧ રેશનકાર્ડ આપીશું એમ કહ્યું. આપણા કાર્યકર નારણે APL રેશનકાર્ડ આપવા હોય તો કાર્ડ લેવા જ નથી એમ સ્પસ્ટ કહી દીધું. અધિકારી મૂંઝાય રેશનકાર્ડ માટેની અરજીનો નિકાલ ૪૫ દિવસમાં થવો જોઈએ પણ અહી તો અરજદારોએ કાર્ડ લેવાની જ ના પાડી! 

આ ૨૧ પરિવારમાં બહુરૂપી અને ભરથરી કુટુંબો પણ ખરા. એ લોકો તો ભીખ જ માંગે તોય એમની અન્નસુરક્ષા સંદર્ભે વિચારવાનું નહિ? આ બાબતે મુખ્યમંત્રી શ્રી, કલેકટર શ્રી, જીલ્લા પુરવઠા અધિકારી અને પ્રાંત કલેકટર શ્રીને લખ્યું. છેવટે ઉપરથી સુચના આવી એટલે મામલતદાર શ્રી એ આ પરિવારોને કાર્ડ આપવાની તૈયારી દર્શાવી. પણ એમાંય ઠીલાશ. પ્રાંત કલેકટર શ્રી આર.એમ.ખાંટ ખુબ સંવેદનશીલ અધિકારી એમની પાસે રજૂઆત કરી અને એમણે આ પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી અને અંત્યોદય કાર્ડ આપવાની એમણે સુચના આપી. 

તા.૧૩/૦૮/૧૪ ના રોજ ૨૧ માંથી ૧૯ પરિવારોને અંત્યોદય કાર્ડ આપ્યા જયારે ૩ દેવીપૂજક પરિવારને APL-૧ કાર્ડ આપ્યા. ૩ APL કેમ એવું મામલતદાર શ્રીને પૂછ્યું તો એમને જવાબ આપ્યો કે, આ લોકો વિચરતી- વિમુક્ત જાતિના નથી! અરે જે સ્થિતિમાં રહે છે એ તો જુઓ પણ..(દેવીપૂજકનો સમાવેશ વિમુક્ત જાતિમાં થાય જ છે પણ..) નાયબ મામલતદાર શ્રી ગોહિલ પણ ખુબ સંવેદનશીલ એમણે રૂબરૂ મુલાકાત લીધી અને હકારાત્મક અભિપ્રાય આપ્યો, તેમ છતાં..  ખેર આપણું કામ પ્રયત્ન કરવાનું છે અને ૩ પરિવારો માટે આપણે પ્રયત્ન કરીશું...

પ્રાંત કલેકટર શ્રી ખાંટ સાહેબે આ પરિવારો જ્યાં રહે છે ત્યાં જઈને રેશનકાર્ડ આપવાની ઈચ્છા દર્શાવી. એમની ઇચ્છા હતી દીયોદરનું વહીવટી તંત્ર વસાહતમાં આવે અને આ પરિવારોની સ્થિતિ જુએ.. એમણે કહ્યું, ‘આ પરિવારોની સ્થિતિ નજરે જુએ તો કદાચ અધિકારીમાં બેસેલો માણસ જાગૃત થઇ જાય...’ અમે પણ ઈચ્છીએ કે આવું જ થાય.. પણ આ બધામાં એક પ્રશ્ન વારંવાર થાય છે કે, BPL કે અંત્યોદય રેશનકાર્ડ આપતા અધિકારીને ડર કેમ લાગે છે? જાણે BPL કાર્ડ આપી દેવાશે તો એમને નોકરીમાંથી કોઈ કાઢી મુકવાનું હોય! ખાંટ સાહેબ જેવા અધિકારી દરેક જગ્યા પર હોય તો વંચિતોના કોઈ પ્રશ્નો પડતર રહે જ નહિ...
આ પરિવારોને રેશનકાર્ડ આપવામાં નિમિત બનનાર પ્રાંત કલેકટર શ્રી ખાંટ સાહેબ, મામલતદાર શ્રી, નાયબ મામલતદાર શ્રી ગોહિલનો આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ. 

નીચે ફોટો વસાહતમાં બેઠેલા અધિકારી અને તેમના હસ્તે રેશનકાર્ડ લઇ રહેલા પરિવારો...

No comments:

Post a Comment