Wednesday, August 20, 2014

O woman, thou cannot be head of you family !!

Junadevpur village of Vijapur block for many years now  has been a monsoon settlement for 11 families of Saraniya community.  Since they  had been coming back to the village year after year the forms for their voter ID cads were filed from this village. Until now the villagers had no issues against these families staying in the village but the moment the Panchayat got an air of the applications they opposed the move by the Saraniya families. The matter reached to the office of district Collector, Mamlatdar Shri Tank is a very sensitive and concerned officer he gave clear instructions to the Revenue officer to do the needful to process the applications of  Voter ID Cards of these families. The Voter iD cards were issued and subsequently applications were made for the Ration cards. 

VSSM team member Tohid filed applications for the families. The applications reflecting  women as head of the household were filed with the civil supplies department. On receipt of the Mamlatdar called upon Tohid and questioned him how can he fill forms showing women as household heads?? He refused to accept the applications. Tohid informed him that there is a resolution by state civil supplies department wherein it is mentioned that ration cards with women as household heads can be issued. The mamlatdar mentioned that he was not aware of any such resolution. ‘How can there be any regulation like this, how do you know when I am not aware of it. Get me a copy of the regulation,' he ordered Tohid. Only after Tohid rushed back with the copy of regulation did the mamlatdar accept the applications. 

In situations like this one is left with no choice but to wonder of ignorance and highhandedness of such officers. In today’s world when the educated class of society  who can not accept the women as a head of the family how can once accept the same from ignorant and uneducated!!!!

The applicant women who had become very anxious by now breathed a sigh of relief when their applications were accepted. 

વિજાપુર તાલુકાના જુનાદેવપુરા ગામમાં ૧૧ સરાણીયા પરિવારો રહે છે. આ પરિવારો કામ ધંધા માટે વર્ષનો ચોક્કસ સમય બહાર જાય પણ વળી પાછા આ ગામમાં જ આવીને રહે. અત્યાર સુધી આ પરિવારોના વસવાટ સામે ગામને વાંધો પણ નહોતો પહેલીવાર જયારે આ પરિવારોએ મતદારકાર્ડ માટેના ફોર્મ ભર્યા અને ગામના લોકો ખાસ કરીને પંચાયતમાં ખબર પડી ત્યારે ખૂબ વિરોધ થયો. વાત કલેકટર શ્રી પાસે પહોચી મામલતદાર શ્રી ટાંક પણ ખૂબ ભલા માણસ એમણે તલાટીને આ પરિવારોને મતદારકાર્ડ આપવાના જ છે એમ કહી કાર્ડ આપવા સ્પષ્ટ સુચના આપી.. તે પછી આ પરિવારોને કાર્ડ મળ્યા. હવે એમના રેશનકાર્ડના ફોર્મ ભરવાના થયા. 

vssmના મહેસાણા જીલ્લાના અમારા કાર્યકર તોહીદે ૧૧ પરિવારોમાંથી ૮ પરિવારના ફોર્મ ભર્યા જેમાં પરિવારના વડા તરીકે બહેનનું નામ લખ્યું અને રેશનકાર્ડ બહેનના નામે માંગ્યું. બાકીના ત્રણ પરિવારની બહેનો પાસે મતદારકાર્ડ આવ્યા નહોતા આથી એમના કાર્ડ ભાઈઓના નામે ભર્યા. જયારે આ અરજી વિજાપુર પુરવઠા શાખામાં જમા કરાવવા ગયા ત્યારે નાયબ મામલતદાર શ્રીએ તોહીદને આવી રીતે બહેનોના નામના ફોર્મ ભરીને કેમ લાવ્યા છો? એમ કહી અરજી લેવાની જ ના પાડી. તોહીદે નાયબ મામલતદાર શ્રીને કહ્યું કે, રાજ્ય સરકારના ‘અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ’નો ઠરાવ છે, જે અંતર્ગત બહેનના નામે રેશનકાર્ડ નીકળી શકે. પણ નાયબ મામલતદાર શ્રીને આ ખબર નહિ એમણે કહ્યું, અમને ખ્યાલ નથી ને તમને ક્યાંથી આવી ખબર પડે છે? મને ઠરાવની કોપી આપો તો જ હું અરજી લઈશ. તોહીદે સમજાવવાની કોશિશ કરી પણ એ માને શેના? તોહીદ તાબડતોડ એના ઘરે ગયો અને ઠરાવ લઇ આવ્યો એ ઠરાવ જોયા પછી સરાણીય બહેનો પાસેથી ફોર્મ લેવામાં આવ્યા. આ બધી ધમાલમાં સરાણીયા બહેનો તો ગભરાઈ જ ગયેલી. એમણે તોહીદને એક વખત માટે તો  કહી પણ દીધું કે, અમારા કાર્ડ નહિ નીકળે? તોહીદે એમને ધરપત આપી. જયારે અધિકારીએ ફોર્મ લઇ લીધા પછી આ બહેનો ખૂબ રાજી થઇ જે ફોટોમાં જોઈ શકાય છે..

૨૧મી સદીમાં સ્ત્રી પુરુષ સમોવડી થતી જાય છે. અભણ માણસો પણ સ્ત્રીના મહત્વને સમજતા થયા છે પણ આ ભણેલાને કોણ સમજાવે... કુટુંબના વડા તરીકે સ્ત્રી હોય એ કોઈ સ્વીકારી કેમ શકતું નથી??? 
ફોટોમાં રેશનકાર્ડના ફોર્મ જમા કરાવતા સરાણીયા બહેનો..

No comments:

Post a Comment