The repercussion of disobeying the police demand was felt on the same day. The police came to the settlement arrested 22 years old Dawood and before anyone could intervene left from the scene. We immediately spoke to IGP Shri. Bahti. The police were so swift in the case that before any action could be taken on the matter they presented Dawood before the court on 29th morning, told the court that they had found Dawood in possession of weapon, presented the weapon that they had supposedly found with Dawood, gave bail for Dawood and released him at 11 o’clock. They had instructed him to not to utter a single word before the judge or else he would be taken for remand!!
We are absolutely unaware of what charges have been framed against Dawood, we just have to wait and watch of how the case progresses and be witness to such high headedness of police...
ગુજરાતીમાં અનુવાદ...
ભાવનગરના પાલીતાણાના જીવાપુર અને ભીલવાડાગામની સીમનું રખોપું કરતા ડફેર પરિવારોને ત્યાં તા.૨૬/૦૭/૨૦૧૪ના રોજ ભાવનગર LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ)માંથી પોલીસ આવી અને હથિયાર આપવા જણાવ્યું. પણ આ પરિવારોએ પોતાની પાસે કોઈ હથિયાર નથી એમ કહેલું પણ LCBમાંથી આવેલી પોલીસ સોમવાર સુધી માણસને આપવાનું ફરમાન કરીને જતી રહેલી. હથિયાર હતું જ નહિ તો ક્યાંથી હાજર કરવાનું? અને માણસને પણ શું કામ હાજર કરવાનો? વસાહતમાંથી રજાકભાઈએ અમને આ બધી વિગતો કહી અમે કોઈ માણસને હાજર નહિ કરવાનું એમને કહેલું.
છેવટે ગઈ કાલે પોલીસ આવીને ૨૨ વર્ષના દાઉદને ડંગામાંથી લઇ ગઈ. કોઈને કશું બોલવાનો મોકો પણ ના આપ્યો. અમે IGP શ્રી ભાટી સાહેબને આ અંગે જાણ કરી. અમે કઈ એકશનમાં આવીએ એ પહેલાં આજે સવારે (તા.૨૯/૦૭/૧૪) દાઉદને કોર્ટમાં પોલીસે હાજર કર્યો અને એની પાસેથી હથિયાર મળ્યું છે એમ કહી હથિયાર પણ હાજર કર્યું! દાઉદે કે ડફેરના ડંગામાંથી તો કોઈએ હથિયાર આપ્યું નહોતું? વળી પાછા દાઉદના જમીન પણ પોલીસે જ આપ્યા! અને એને ૧૧:૦૦ વાગે છોડી મુક્યો? આ કેવું? દાઉદને જજ સામે કશું બોલવા પણ નહિ દીધો. પોલીસે ધમકી આપી હતી કે, કશું બોલીશ તો રિમાન્ડ લઈશું!
પોલીસ ગુનાનું પ્રમાણ ઘટાડવા કે જે પણ કારણોસર આ કૃત્ય કર્યું એ બિલકુલ યોગ્ય નથી. દાઉદ જે એકદમ નિર્દોષ છે એના માથે તો એક ગુનો લખાઈ ગયો જે એને ક્યારેય કર્યો નહોતો..
પાલીતાણાના જે ડંગામાંથી દાઉદને લઇ ગયા એનો ફોટો ..
No comments:
Post a Comment