On one hand the police along with VSSM is making efforts for the rehabilitation of Dafers and on the other hand the local officials continue using their tactics of harassing innocent Dafer families!!
We will be speaking to IGP Shri. Bhati. We are hopeful that his positive attitude towards this community will help sort out such issues….
ગુજરાતીમાં અનુવાદ...
ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના જીવાપુર તથા ભીલવાડાગામની ગૌશાળાના વીડનું રખોપું કરતા ડફેર પરિવારોના ડંગામાં આજરોજ(તા.૨૬/૦૭/૨૦૧૪) ભાવનગર LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ)માંથી પોલીસ આવી અને હથિયાર આપવા જણાવ્યું. આ ડંગાના આગેવાન રજાકભાઈ અને બીજા ડફેર આગેવાનોએ પોલીસને સમજાવવાની કોશિશ કરી કે, એમની પાસે કોઈ હથિયાર નથી. એમણે કહ્યું, “અમે મહાજનની ગૌશાળાની વીડનું રખોપું કરીએ છીએ. અમે મહાજનના માણસો કહેવાઈ સાહેબ અમારાથી હથિયાર ના રખાય અને એ જમાના ગયા જયારે ડફેરો હથિયાર રાખી લુંટ કરતા. અમે તો મહેનત કરીએ છીએ. અમારા પર ભરોષો ના પડતો હોય તો ગૌશાળાના મહાજનને પૂછો એ અમારા વતી ખાત્રી આપશે” પણ પોલીસ થોડું કોઈનું સાંભળે? એમને રજાકભાઈને હથિયાર સાથે માણસને સોમવાર સુધી હાજર કરવાનું ફરમાન કર્યું છે અને એમના કહ્યા પ્રમાણે નહિ થાય તો જોઈ લેવાની ધમકી આપી છે.
એક બાજુ પોલીસતંત્ર ડફેર પરિવારોના પુન:વસન માટે પ્રયત્ન કરે છે અને બીજી બાજુ સ્થાનિક પોલીસ એમને એક યા બીજા કારણોસર હેરાન કરી રહી છે... કોણ જાણે આનો અંત ક્યારે આવશે?
હાલ પુરતું આ બાબતની જાણ IGP શ્રી ભાટી સાહેબને કરીશું. એમનું આ સમુદાય માટે હકારાત્મક વલણ છે અને એમણે આવી કોઈ પણ બાબતમાં મદદ કરવાની ખાત્રી પણ આપી છે. આ બાબતે એ ચોક્કસ મદદ કરશે એવી શ્રધ્ધા પણ છે...
જીવાપુરમાં જે પરિસ્થિતિમાં આ પરિવારો રહે છે તે ફોટોમાં જોઈ શકાય છે...
No comments:
Post a Comment