Wednesday, October 16, 2024

AmaratKaka and Ishaba receives monthly ration kit from VSSM under it's Mavjat Karyakram initiative...

AmratKaka shares his experience with Mittal Patel

You have worked with renowned artists like Kaka Kirtidan Bhai and Farida Meer, so you must have earned a lot of money, right?' 'Yes, sister, I earned a lot.' 'So why didn't you save it?' 'What was the point of saving it?' 'It would be useful in old age.' 'I thought my son would be the support in my old age, but he is no longer here, so what use is money?' 'Still, everyone saves...' Before Amrat Kaka from Patan could answer, his neighbor said, 'No one who comes to Kaka's house leaves empty-handed... Kaka has fed and given a lot to everyone.'

Amrat Kaka's words were delightful. He also had a lot of spiritual knowledge. He said, 'What is the point of saving? Nothing will come with you when you die. And won't God send someone to feed the hungry? You were sent to us... so we must not distrust Him.'

Kaka and his wife Ishaba, who had such faith, lost their only son and became destitute. Currently, they receive an old-age pension and manage to live on the ration kits we provide them.

Kaka played the manjira exceptionally well in folk performances. Even today, if there is an event, Kaka gets up and goes. We had many conversations with him, all of which are available as videos on our YouTube channel.

When we were about to leave after meeting Kaka, he took out a five hundred rupee note to give us. He said, 'How can I let you go empty-handed?'

This incident taught us a lot about what generosity means.

In Patan and Banaskantha, Ashwin Bhai Chaudhary from Palanpur helps provide rations to a hundred such elderly individuals. Despite being young, he has made significant progress in the construction field and joyfully shares what God has given him.

Our best wishes for Ashwin Bhai to continue to be happy.

Along with Amrat Kaka, we provide monthly rations to six hundred elderly individuals. You too can become guardians of these elderly people, like Ashwin Bhai, according to your capacity.

Best wishes to everyone for their well-being.

 'કાકા કીર્તીદાનાભાઈ, ફરિદા મીર વગેરે જેવા નામી કલાકારો સાથે કામ કર્યું છે તો પૈસાય મળતા હશે ને?'

'હા બેન ઘણા મળ્યા'

'તો ભેગા કેમ ન કર્યા?'

'ભેગા કરીને શું કરવાનું?'

'ઘડપણમાં કામ આવે'

'દીકરો હતો એ ઘડપણની લાઠી બનત એવું લાગતું હતું પણ એય ક્યાં રહ્યો, તો પૈસા શું રહેત?'

'છતાં બચત તો સૌ કરે..'

પાટણના રવિન્દ્રાના અમરતકાકા આનો જવાબ આપે તે પહેલા તેમના પડોશીએ કહ્યું, 'કાકાના ત્યાં કોઈ પણ વ્યક્તિ માંગવા આવે એ ક્યારેય ખાલી હાથે ન જાય.. કાકાએ ખુબ ખવડાવ્યું ને આપ્યુય બધાને ઘણું..'

અમરતકાકાની વાતો મજાની હતી. આધ્યાત્મીક જ્ઞાન પણ ઘણું એ કહે, 'ભેગુ કરીને શું કરવાનું એ કશું સાથે નહીં આવે. ને ભગવાન ભૂખ્યા ક્યાં સુવાડે? તમારા જેવાને મોકલી દીધા ને.. તો અવિશ્વાસ નહીં કરવાનો..'

આવી શ્રદ્ધા ધરાવતા કાકા અને એમના પત્ની ઈશાબાનો એકના એક દિકરો ગુજરી ગયો ને દંપતિ  નિરાધાર બન્યું. હાલ બેઉને વૃદ્ધ પેન્શન મળે ને અમે આપીયે એ રાશનકીટ એનાથી જીવન ચાલી જાય છે. 

કાકા લોકડાયરામાં ગજબ મંજિરા વગાડતા. આજેય વાયક આવે તો કાકા ઉપડી જાય. ખુબ બધી વાતો એમની સાથે થઈ એ બધી અમારી યુટ્યુબ ચેલનમાં વિડીયો સ્વરૃપે મુકી છે..

કાકાને મળીને અમે નીકળી રહ્યા હતા ત્યારે એમણે પાંચસોની નોટ કાઢી અમને આપવા. એ કહે, 'ખાલી હાથે તમને કેમ જવા દેવાય..'

ઉદારતા કોને કહેવાય એના વિષે આ વાતથી જ ઘણું સમજાઈ ગયું.

પાટણ અને બનાસકાંઠામાં રહેતા આવા 100 માવતરોને રાશન આપવામાં પાલનપુરના યુવાન અશ્વિનભાઈ ચૌધરી મદદ કરે. એમણે બાંધકામ ક્ષેત્રે નાની ઉંમરમાં ઘણી પ્રગતિ સાધી ને ઈશ્વરે જે આપ્યું એ હરખથી એ વહેંચે..

અશ્વિનભાઈ ખુબ સુખી થાય એવી શુભભાવના..

સાથે અમરતકાકા જેવા 600 માવતરોને અમે દર મહિને રાશન આપીયે.. તમે સૌ પણ અશ્વિનભાઈની જેેમ માવતરોના ક્ષમતા અનુસાર પાલક બની શકો...

સૌનું શુભથાવોની શુભભાવના...

Ishaba and Amratkaka recieves ration kit under VSSM's
Mavjat Karyakram

Mittal Patel meets AmratKaka and Ishaba in Patan

AmratKaka gives bleesings to Mittal Patel




No comments:

Post a Comment