Nandu Ma showers love and affection on Mittal Patel |
"Please sit here, I will order Soda for you"
Why Soda ?
"I love you , that's why "
Who would not like to hear these words?. I also liked it when 80 year old Nanduma said this to me. From the village of Sapar in Amreli, a very content Nanduma has no desire to acquire anything more. Stays alone and spends most of her time in the service of the temple.
Our associate Shri Rameshbhai arranges to send her our food kit every month. Nanduma had a lot of affection for Rameshbhai & when he fell ill, Nanduma asked her neighbour to take her to Rameshbhai's home to check on his health.
It was Nanduma's wish to meet us all in Ahmedabad who worried about her and took care of her. Whenever Rameshbhai went to give her the food kit, she would enquire about me. It made me visit her and after meeting her got a fresh energy. She had no complaints with her life and her condition. She believed that as long as she was fit, she could work and take care of herself, now that she has become old god has sent us to help her. Then why should she worry?
Like Nanduma, we cater to the needs of such 600 old people. You too can be a guardian to such deserving old parents. We get requests for help from so many such dependents. To help each one is not possible without your support. If we all can join hands then the task becomes easier. To help in this cause just call us on 90099-36013 between 10:00AM to 6:00PM.
Thank you for your support.
'તમે આંયા બેહો, તમારી હાટુ સોડા મંગાવું.'
'કેમ સોડા?'
'મને તમારી માથે પ્રેમ થ્યો સે..'
આ શબ્દો સાંભળીને મજા પડે ને? મને પણ એંસી વર્ષીય નંદુમાના શબ્દો સાંભળી મજા પડી.. અમરેલીના સાપરના નંદુમા એકદમ સંતોષી. વધારાનું મેળવી લેવાની કોઈ ઝંખના નહીં. એકલા રહે અને પોતાનો ઘણો ખરો સમય મંદિરમાં સેવા આપવામાં પસાર કરે.
અમારા કાર્યકર રમેશભાઈ એમને દર મહિને રાશન પહોંચાડે. તે રમેશભાઈ પર એમને ઘણું હેત. રમેશભાઈ બિમાર પડ્યાની ખબર પડે કે ખબર પુછવા લઈ જવાનું પડોશીને એ કહે..
નંદુમાની ભાવના અમદાવાદમાં બેસીને એમની ચિંતા કરનાર અમને સૌને મળવાની. જ્યારે પણ રમેશભાઈ રાશન આપવા જાય ત્યારે પુછે, બેન ક્યારે આવશે..એટલ જ એમને મળવા ખાસ ગયા ને એમને મળ્યા પછી એક ઊર્જા આવી ગઈ.
પોતાના જીવન સામે કોઈ ફરિયાદ નહીં. નોંધારી હતી પણ ભગવાને થતું ત્યાં સુધી કામ કરાવ્યું ને હાથપગ ભાંગ્યા ત્યારે તમને મોકલી આપ્યા.. પછી મારે શું ચિંતા એવું એ કહે.
ઈશ્વર પર એમને ગજબ શ્રદ્ધા...
નંદુમા જેવા 600 માવતરોને અમે દર મહિને રાશન આપીયે. તમે પણ આવા માવતરોના પાલક બની શકો. નીત કેટલાય નિરાધાર વ્યક્તિઓના મદદ માટે ફોન આવે. બધે પહોંચવું આપ સોના સહયોગ વગર અશક્ય. પણ તમે સૌ સાથે આવશો તો આ બધુ કરવું મુશ્કેલ પણ નથી. મદદ માટે 90999-36013 પર 10 થી 6માં સંપર્ક કરવા વિનંતી.
તમારા સૌના સહયોગ માટે આભાર...
Mittal Patel with VSSM Coordinator meets Nandu Ma |
The current living condition of Nandu Ma |
No comments:
Post a Comment