Monday, May 08, 2023

Commendable support of People of Vaasan…

Mittal Patel visits Vaasan Water Management site

“Our land has no water. Hence we are leasing our farmlands to solar power companies. In the last two years, 281 borewells have failed in our village. The water tables have dropped from 1000 to 1200 feet. If this continues, we will have to leave farming!”  The farmers of Vaasan village of Banaskantha’s Lakhani block shared with a heavy heart.

The uncontrolled practice of drilling borewells led to unceasing groundwater exploitation, leading to underground water table depletion. It would not be an exaggeration to say that we have dug our graves.

If we had woken up earlier and tried to conserve the rainwater, the water situation would not have been this abysmal. However, as they say, it is better late than never; if we wake up (in huge numbers) and pledge to conserve each drop of rainwater, we can reverse the looming water crisis.

For the past few years, VSSM has launched a participatory water management initiative in Banaskantha. The efforts have resulted in a deepening of 248 community lakes.

The lake of Vaasan is one of them. VSSM has also planted 16000 trees in this village, and what concerns us is getting enough water for these trees. There is hope of more trees bringing more rain, and the region is lush and green once again.

Apart from the rains, efforts from the government to bring Sardar Sarovar waters to Lakhani, Dhanera, Deesa regions will be immensely fruitful. The water in lakes will recharge the groundwater tables. 

VSSM’s team members Naranbhai, Maheshbhai, Hareshbhai, Ratnabhai work tirelessly and effectively to identify the villages and prepare them for the effort.

We hope this work will benefit us all.

We are thankful to our donors and well-wishers for supporting this cause.

"અમારા ગામની જમીન અમે સોલારકંપનીઓને ભાડે આપી રહ્યા છીએ! તળમાં પાણી જ નથી શું કરવાનું? ગામના 281 બોરવેલ છેલ્લા બે વર્ષમાં ફેઈલ થઈ ગયા! પાણીના તળ 1000 થી લઈને 1200 ફૂટે પહોંચ્યા. જો આમ જ રહ્યું તો આગળના વર્ષોમાં અમારે ખેતી સાવ છોડવી પડશે."

બનાસકાંઠાના લાખણી તાલુકાના વાસણગામના ખેડૂતોએ ભારે હૈયે આ વાત કરી.

આમ તો બોરવેલ આવ્યા અને અમાપ પાણી જમીનમાંથી ઉલેચાયું એટલે ભૂગર્ભજળ ઊંડા ગયા. આમ આ બધી આફત આપણે પોતે જ સર્જી.

જો વેળાસર જાગ્યા હોત ને વરસાદી પાણીના ટીપે ટીપાને બચાવવાનું કર્યું હોત તો કદાચ આવી સ્થિતિ સાવ ન આવત.

ખેર પણ જાગ્યા ત્યારથી સવાર.. આપણે પાણીને સમજદારી પૂર્વક વાપરવાનું શરૃ કરીએ અને ખાસ ચોમાસામાં વરસતા વરસાદનું ટીપે ટીપુ બચાવીએ. આ નેમ જો લઈ શકીએ તો સ્થિતિ સુધરી શકે એમ છે.

અમે બનાસકાંઠામાં તળાવો ઊંડા કરવાનું પાછલા કેટલાક વર્ષોથી કરીએ. અત્યાર સુધી 248 થી વધુ તળાવો અમે ઊંડા કરી ચુક્યા છીએ.

આ વર્ષે વાસણનું તળાવ પણ ગામની ભાગીદારીથી ઊંડુ કર્યું. લોકોએ માટી ઉપાડવાનું કામ કર્યું. 

વાસણગામમાં અમે 16000 જેટલા વૃક્ષો પણ વાવ્યા છે. ચિંતા આ વૃક્ષોને પાણી મળી રહે એની છે. પણ કુદરત ધ્યાન રાખશે. વધારે વૃક્ષો થશે તો વરસાદ પણ આવશે ને આ પ્રદેશ પાછો પાણીદાર થશે.

વરસાદ સિવાય સરકાર નર્મદાના પાણી પણ લાખણી, ધાનેરા, ડીસા વિસ્તારમાં કોઈક રીતે પહોંચાડે. તળાવો ભરાવે તે પણ જરૃરી. 

અમારા કાર્યકર નારણભાઈ, મહેશભાઈ, હરેશભાઈ, રત્નાભાઈ સૌની પણ આમાં ભારે મહેનત. ગામોને શોધવા, તળાવ માટે તૈયાર કરવાનું કામ એ બખૂબી કરે. 

આશા રાખીએ સૌનું શુભ થશેની.. 

તળાવ ગળાવવાના કાર્યમાં અમને મદદ કરનાર સ્વજનોના આભારી છીએ. 

#MittalPatel #VSSM #watermanagement #Deepning #savevillages #solarenergy


Mittal Patel discusses watermanagement with villagers

The farmers of Vaasan village shares water related issues to
Mittal Patel

The farmers of Vaasan village shares water related issues to
Mittal Patel

Vaasan water management site after lake deepening

Vaasan water management site


No comments:

Post a Comment