Tuesday, July 19, 2022

Under the Sanjivani Aarogya Setu program VSSM supports Satishbhai and Piyush medical treatment...

Satishbhai with his son Piyush meets Mittal Patel to our
office upon their discharge from the hospital

When the doctors detected his blood cancer, Piyush was barely one and half years old. He fought cancer, and after prolonged treatment, he was cancer free. However, the joy was short-lived; he is five years old today, and cancer has reappeared.

Piyush's father, Satishbhai, is a fruit and vegetable vendor. However, his business suffered because Satishbhai had to focus on Piyush's treatment. Since the treatment was underway at Ahmedabad's Civil hospital, there weren't any significant expenses. However, he still was required to be away from work, remain at the hospital for months, pay for more minor expenses, make arrangements for blood etc. Piyush was suffering from immense pain. Looking at their child undergo such pain, the parents too suffered in silence.

Piyush was at our office, and the team tried to uplift his mood, but Piyush could not even smile. The pain he was enduring had robbed him of the ability to smile.

The family stays in a rented house near Ahmedabad's Lambha. Satishbhai missed paying rent because he was busy attending Piyush. The landlord locked the premises.

VSSM has been helping Piyush find blood; I would share the appeal here on Facebook, and many of you have reached out. Our team member Kiran has been helping Satishbhai and Piyush under our Sanjeevani Arogya Setu program. When he learnt about their housing condition,  Kiran brought the father-son duo to our office upon their discharge from the hospital. So, of course, we will be helping them find a house. But what pained us more was cancer overpowering this small boy; his suffering pains us too. Prayers to the almighty to take away the pain Piyush is suffering…

પિયુષ પાંચ જ વર્ષનો.. એ દોઢ વર્ષનો હતો ત્યારે એને બ્લડ કેન્સર થયેલું. લાંબી સારવાર બાદ એ સાજો થયો. હાલ એ પાંચ વર્ષનો થયો અને બ્લડ કેન્સરે ફરી ઊથલો માર્યો. 

એના પિતા સતીષભાઈ શાકભાજી અને ફળફળાદી વેચવાનું કરતા. પણ દિકરાની સારવારમાં ધંધો સાવ જ બંધ થઈ ગયો. આમ તો સારવાર સિવિલમાં થાય એટલે ખર્ચ ઝાઝો ન થાય. પણ દોડાદો઼ડી ને અન્ય નાના મોટા ખર્ચ તો થાય. મહિનો દોઢ મહિનો સિવીલમાં સતત રહેવું પડે. વારંવાર બ્લડની પણ જરૃર પડે..મા-બાપ દિકરાના દુઃખે દુઃખી થાય પણ એ નાનકડુ બચ્ચુ ખુબ હેરાન થાય.

જ્યારે અમારા કાર્યાલય પર સતીષભાઈ એને લઈને આવ્યા ત્યારે એને હસાવવા સૌએ ઘણો પ્રયત્ન કર્યો પણ એના મોંઢા પર સ્મીત ન આવ્યું. મૂળ પીડા અસહ્ય. 

સતીષભાઈ અમદાવાદના લાંભામાં ભાડાના ઘરમાં રહે. પણ પિયુષ પાછળના દોડાદોડમાં ધંધો ન થયો અને એના લીધે ભાડુ ન ભરી શક્યા તે ઘરને તાળુ મરાઈ ગયું. 

અમે પિયુષને બ્લડની જ્યારે જરૃર પડે ત્યારે મદદ કરીએ. અલબત આ ફેસબુક પર જ લખુ ને તમે સૌ લોહી આપવા પહોંચી જાવ. 

અમારો કિરણ જે અમારા સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમ અંતર્ગત ગંભીર  બિમારીમાં પીડાતા દર્દીઓની સારવારમાં ખડે પગે રહે. તે સતીષભાઈને જ્યાં જરૃર પડે મદદ કરે. 

સતીષભાઈના ઘરને તાળા મરાયાનું કીરણને ખ્યાલ આવતા એ પિયુષને સિવિલમાંથી જ્યારે રજા આપી તે સીધા પિયુષ સાથે સતીષભાઈને અમારી ઓફીસ તેડી લાવ્યો.

મદદ તો કરવાની જ હોય એ કરી.. 

પણ નાના બાળકોમાં કેન્સરનું પ્રમાણ વધ્યાનું અમે જોઈ રહ્યા છીએ.. ને એમની પીડા અ્મને પણ પીડે છે.. ઈશ્વરને આ ભૂલકાઓનું દુઃખ હરી લેવા પ્રાર્થના.. 

#MittalPatel #vssm

No comments:

Post a Comment