Saturday, June 11, 2022

Commedable support of People of Kant…

Mittal Patel discusses Water Management with the villagers

“Can you help us make a lake in our village? Our village has a low lying site where the rainwater flows. Although it is not a traditional lake, we want to create a shallow pond. And it would be best if we did not dig deep because the potters still use the clay from here. We want to deepen it just enough to hold up the water flowing during monsoons. It would enable water to trickle into the ground and recharge the water tables. So can you help us deepen the spot and create a pond?”

Hiteshbhai from Banaskantha’s Kaant village requested the above from VSSM’s Naranbhai. However, the site was not a traditional water body that was filled with muck and deposits. Still, considering the wish of Hiteshbhai and the community members, we eventually made a pond at Kaant. VSSM dredged the soil while the community lifted the excavated soil. 

The community had been insisting I make a visit to Kaant, which I did during my recent visit to Banaskantha. The leadership of Kant village is proactive regarding water and environment conservation, and we plan to increase environmental initiatives in this village. 

We have reached a point when it is crucial to conserve each drop of rain; hence such requests from the community should only be honoured and fulfilled. 

The pictures shared reveal the before – after of the site deepened. 

We are grateful to The North Gujarat Integrated Rural Development and Research Foundation for supporting the creation of this lake/pond at Kaant. 

'અમારા કાંટનું તળાવ તમે ગાળી આપશો? ચોમાસાનું પાણી જ્યાં ભરાય છે તે જગ્યા પર તળાવ જેવું કશું છે જ નહીં. અમારે બહુ ઊંડુ પણ નથી કરવું. મૂળ એ જગ્યા પર માટી સારી છે. અમારા ગામના કુંભાર માટલા ઘડવા ત્યાંથી માટી લઈ જાય છે એટલે તળાવની બધી માટી નથી કાઢવી. પણ વરસાદનુ જેટલું પાણી આ જગ્યા પર આવે તે બધુ ત્યાં રોકાય અને જમીનમાં ઉતરે એ માટે તમે નાનકડુ તળાવ કરી આપો એમ ઈચ્છું છું. '

બનાસકાંઠાના કાંટગામના હીતેશભાઈએ આ વાત કરીને અમારા કાર્યકર નારણભાઈએ કાંટની મુલાકાત કરી. એ પછી અમે ગામનું તળાવ ગાળવાનું અમે શરૃ કર્યું. 

હીતેશભાઈ અને ગામના સૌની લાગણીને અનુલક્ષીને અમે તળાવ જેવી સ્થિતિ નહોતી તે જગ્યા પર તળાવ ગાળવાનું શરૃ કર્યું. ગામે માટી ઉપા઼ડવાનું કર્યું ને સહુના સહિયારા પ્રયાસથી નાનકડુ તળાવ ગામની મરજી પ્રમાણેનું અમે ગાળ્યું. 

હમણાં બનાસકાંઠા જવાનું થયું તે વેળા ગામની પ્રબળ ઈચ્છા હતી માટે ખાસ કાંટ જવાનું થયું. પાણી અને પર્યાવરણને લઈને કાંટ જાગૃત ગામ. 

આગામી દિવસોમાં આ ગામમાં પર્યાવરણલક્ષી કાર્યો વધારે કરવાની ઈચ્છા..

પણ પાણીના ટીપે ટીપાને બચાવવાનું કરવું પડે તેવી સ્થિતિ પર આપણે પહોંચ્યા છે માટે આ દિશામાં વધારે કાર્ય થાય તે જરૃરી. 

કાંટનું તળાવ પહેલાં અને હવે એ ફોટોમાં જોઈ શકાય.

આ તળાવ ગળાવવા The North Gujarat Integrated Rural Development and Research Foundation દ્વારા મદદ કરવામાં આવી. જે માટે તેમના આભારી છીએ. 

#MittalPatel #vssm

Mittal Patel visits Kant Water Management Site 

Kant Lake before digging


Kant Lake after digging





No comments:

Post a Comment