Sunday, April 10, 2022

VSSM thanks government officials for providing Ration Cards to nomadic families of Ahmedabad...

Mittal Patel gives ration card to nomadic woman

How important is a ration card for families who barely manage a square meal?

Asarva bridge is one of the many over bridges of Ahmedabad under which many homeless families live in makeshift huts. The families have strived to acquire ration cards for years, but their requests never reached relevant officials. As a result, they never had one.

Shri Shaid Saheb, Secretary of the Food and Civil Supplies Department, is a compassionate individual, and so is the department. He has given special instructions that no family from nomadic and de-notified communities should be left without a ration card. He also ensured that all got covered under NFSA.

Recently, Shri Jaswantbhai Jegoda was appointed as Civil Supply Chief of Ahmedabad city. Along with Shri Jegoda the entire team is sensitive to the needs of the poor.

The matter of families living under the Asarva overbridge was brought to the notice of these officials by VSSM, who was swift with resolving it. Shri Ronakbhai Modi, Dr Ravindra Solanki and their entire team arrive at the site to finish the required paperwork. VSSM’s Madhuben and Hirenbhai also joined the effort. The teams remained busy until 10 PM to fill up the forms and enrol the names on NFSA list so that the families begin to receive supplies the next day. The officials also did not take the form charge of Rs 20 from each family. Instead, they paid it from their pockets. This gesture spread cheer among the community. They did not expect such a long pending issue to be accomplished so soon. Well, we had to be grateful to compassionate officials for this achievement.  

The community members arrived at our office after receiving the ration cards and shared their sentiments on the same.

We hope that these officials get to be helpful to many such people in need.

રાશનકાર્ડ જેના ઘરમાં એક સાંધતા તેર તૂટે એના માટે કેટલું અગત્યનું?

અમદાવાદના અસારવામાં બ્રીજની નીચે ઘણા પરિવારો રહે. વર્ષોથી રેશનકાર્ડ મેળવવા એ લોકો મથે પણ યોગ્ય જગ્યાએ, યોગ્ય અધિકારી પાસે એમની વાત ન પહોંચે એટલે પરિણામ ન મળે.

અન્ન નાગરિક પૂરવઠા વિભાગ અને ખાસ તો તેમના સચિવ શ્રી શાહિદ સાહેબ ખુબ  સંવેદનશીલ અધિકારી. તેઓની ખાસ સૂચના વિચરતી જાતિનો એક પણ પરિવાર રેશનકાર્ડ વગર નો ન રહેવા જોઈએ વળી સૌને NFSAમાં જોડવા પણ એ તાકીદ કરે. 

આવામાં અમદાવાદ શહેરના પૂરવઠા અધિકારી તરીકે શ્રી જશવંતભાઈ જેગોડાની નિમણૂક થઈ. આ્રમ તો તેમની આખી ટીમ લાગણીવાળી..

અસારવામાં રહેતા પરિવારોની રેશનકાર્ડ મેળવવા માટેની મથામણ અમે વિભાગ સુધી પહોંચાડી પછી તો શું  સંવેદનશીલ વ્યક્તિઓ જ્યાં બેઠા હોય ત્યાં ઝાઝુ કહેવાનું નથી હોતું. પૂરવઠા વિભાગમાંથી શ્રી રોનકભાઈ મોદી, ડો.રવીન્દ્ર સોલંકી અને તેમની ટીમ વસાહતમાં રેશનકાર્ડના ફોર્મ લઈને આવી. એમની મદદમાં જોડાયા VSSM ના કાર્યકર મધુબહેન અને હીરેન.. રાતના દસ વાગ્યા સુધી ફોર્મ ભરાયા ને NFSAમાં નામ ચડાવવાની પ્રક્રિયા પણ કરી જેથી બીજા દિવસથી રાશન મળવાનું શરૃ થઈ જાય. 

ફોર્મ માટેના 20 રૃપિયા છાપરાંમાં રહેતા પરિવારોની દરિદ્ર સ્થિતિ જોઈને અધિ્કારી એ ન લીધા. એમણે પોતાના ગજવાના આપ્યા.. 

ફોર્મ ભરાયાના બે દિવસમાં 50 ઉપરાંત પરિવારોને રેશનકાર્ડ મળ્યા.. લોકો તો રાજી રાજી.. આટલું ઝડપથી કામ થાય તેવી તેમને અપેક્ષા નહોતી પણ અધિકારીગણની લાગણીથી આ થયું. તેમની આ લાગણીને પ્રણામ...કાર્ડ મળ્યા પછી હરખ વહેંચવા સૌ અમારા કાર્યલય પર આવ્યા એ વેળા ઘણી ભાવુક વાતો એક રેશનકાર્ડને લઈને થઈ... 

ખેર અધિકારીગણ માટે કુદરત તેમના હસ્તે વધારે લોકોનું શુભ કરાવે તેવી પ્રાર્થના... 

#MittalPatel #vssm



The nomadic families with their ration cards

Shri Ronakbhai Modi, Dr Ravindra Solanki and their entire team
 arrive at the site to finish the required paperwork

The nomadic community members arrived at our office after
receiving the ration cards

The nomadic families sharing their sentiments with Mittal Patel


No comments:

Post a Comment