Tuesday, March 22, 2022

Efforts of providing well-being to the elders like Ram Ma and Mafat Kaka in need bring goodness to us...

Mittal Patel meets Ram Ma and Mafat Kaka

Of all the initiatives we undertake for the welfare and empowerment of nomadic communities, Mavjat remains a favourite with the entire team of VSSM.

The elders we support are not related by blood, but practising the value of the 'entire universe is one family' makes them our family, and the affection they shower warms our heart and soul.

Recently, while I was in Patan's Harij, my teammate Mohanbhai took me to meet Ram Ma and Mafat Kaka. Their's was a house with two doors, and both these elderly were seated at each door; they looked gloomy. "Ben is here to meet you," Mohanbhai informed.

"Please come, what do I offer you?" they said on seeing me come to them.

The couple lived in great scarcity; still, they did not forget their courtesy.

The couple has grown old; they have no one to look after them. Age prevents them from working as labour, so they depend on others to give them food. So VSSM began providing a monthly ration kit so that they do not have to rely on others for food.

Since they cook food on chula their house is covered with soot from inside, the tin roof had numerous holes, "How do you spend monsoons?" an obvious question escaped my mouth.

"One roof is still intact; both of us lie under that roof on a single charpoy," Kaka responded.

I think the house must be built under government assistance; there was no electricity. A kerosene lamp is lit up during the evenings, and the lights from the houses surrounding them light up their home.

Kaka has breathing issues, so he needs to take medicine regularly. "I try to run the expenses from the elderly pension we get, but it becomes challenging. We had to depend on people bringing us food, or I had to go out and beg. Now that you provide us with ration, we need not worry about food." Kaka had shared how much relief the ration kit has been.

These efforts of providing well-being to the elders in need bring goodness to us.

One can choose to adopt an elder for Rs. 1400 a month; many have chosen to adopt the, and we are grateful for your compassion.

If you wish to adopt an elder or support this cause, do not hesitate to call on 9099936013, 9099936019  or Paytm on 90999-36013.

Gratitude always. 

વિચરતી જાતિઓના કલ્યાણનું કાર્ય અમે વર્ષોથી કરીએ પણ માવજત કાર્યક્રમ અમારા બધા કાર્યકરોનો સૌથી ચહીતો...

એવા માવતરો જેમની સાથે આમ લોહીનો કોઈ સંબંધ નહીં પણ વસુદૈવ કુટુંબના નાતે જેમને અમે પોતાના માન્યા એ માવતરોને મળીએ ત્યારે એમના હેતથી અમને ભીંજવી નાખે..

પાટણના હારીજમાં રહેતા રામમા અને મફતકાકાને અમારા કાર્યકર મોહનભાઈ મળવા લઈ ગયા. એક ઘરને બે દરવાજા આ બેય દરવાજે આ બેય માવતર ઘેરી નિરાશા સાથે બેઠેલા..મોહનભાઈએ કહ્યું, 'બેન મળવા આવ્યા છે' તો એકદમ ઊભા થયા ને 'ભલે આવ્યા બાપલા, તમારી હું મનવાર કરુ?' એમ એમણે કહ્યું...

અભાવ છે છતાં મનવારનો વિવેક એ ન ચુક્યા.. 

અવસ્થા થઈ સંભાળ રાખનાર કોઈ નથી.. કોઈ આપે ને ખાય તેવી દશા... ઓશિયાળી ઘણી વેઠવાની થાય એટલે જ અમે દર મહિને રાશન આપવાનું કર્યું.

એમનું ઘર અંદરથી આખુ કાળુ કાળુ. મૂળ ઘરમાં ચૂલો અને ધુમાડિયું એમાં નહીં તે આખુ ઘર કાળુ.. મે ઘરમાં જરા ઝાંખીને જોયું તો પતરામાં નાના ઘણા કાણા દેખાયા. એટલે અનાયાસે જ કાકાને પુછાઈ ગયું, 'કાકા ચોમાસુ?'

તો કાકાએ કહ્યું, 'એક પતરુ સાજુ છે જેમાંથી ચુવા નથી થતા તે એક ખાટલામાં અમે બે એ પતરાની નીચે પડ્યા રહીએ.. ' 

ઘર સરકારી રાહતમાં બન્યું હશે.. પણ એમાં લાઈટની સુવિધા નથી. સંધ્યા થતા કેરોસીનનો દિવો એ ઘરમાં રોજ સળગે. એમના ઘરની આજુબાજુ સરસ પાક્કા ઘર ને વિજળી પણ ખરી....

કાકાને શ્વાસ ઘણો ચડે તે દવાઓ પણ લેવી પડે. કાકા કહે, 'સરકારનું પેન્શન આવે તેમાંથી દવા ને ઘર ચલાવવા કોશીશ કરીએ... પુરુ નતુ થતું, લોકો દયા કરીને આપી જાય કે હું માંગી આવતો પણ હવે મને હખ છે તમે આપો છો તે આખો મહિનો નિરાંતે ખવાય છે..'

નિરાધાર માવતરોને સાતા આપવાનું આ ઉત્તમ કાર્ય અમને સૌને સાતા આપે.. 1400 રૃપિયા એક માવતરનો મહિનાનો નિભાવ ખર્ચ થાય.

ઘણા લોકો આવા માવતરોના પાલક બન્યા છે. આવા પાલક બનનાર સૌને પ્રણામ..

તમે પાલક બનવા ઈચ્છો, આ સેવાકાર્યમાં મદદ કરવા ઈચ્છો તો 9099936013, 9099936019 પર સંપર્ક કરી શકો...

અથવા 90999-36013 પર પેટીએમ કરી શકો...

આભાર...



VSSM supports these elderly couple under its
Mavjat Karyakram

VSSM provides monthly ration kit
to these elderly couple


No comments:

Post a Comment