Friday, February 25, 2022

We might not be able to free them from their pain and anguish, but the monthly ration kits VSSM provides does bring them a little relief...

Mittal Patel meets Kaki during her visit to Surenedranagar

We had walked a few steps into the lane near Surendranagar’s central market to step into a courtyard house and find Kaka seated on the floor.

“Ben, Kaka and Kaki stay right here, in this front yard. The house is theirs, but a family dispute prevents them from going into the house,” Harshad, my teammate tells me.

“Can I come in?” I asked as Kaka was looking the other way.

“Of course, please do,” he welcomed us warmly.

“Where is Kaki?” I  inquired as we didn’t see her around.

“She goes to a hotel for cleaning vessels,” Kaka replied.

“Isn’t the ration we give you enough?”

“The ration is sufficient. But I need medicines for surviving. I need a nebuliser and BP medication. My wife goes to a nearby hotel twice a week; the money she earns is enough for buying medicines and milk for tea.”

“Don’t you receive a pension for the elderly?”

“No! We also don’t have Antyodaya ration card; hence additional ration is also not available.”

Listening to Kaka saddened me. While we were talking Kaki stepped in, holding her knee. She has a walking disability but needs to work because they need the extra money.

We will be helping them in the best possible way and try to link them with schemes that can bring them government assistance.

VSSM supports 225 elderly who need our support. Each undergoing a  different trauma, we might not be able to free them from their pain and anguish, but the monthly ration kits we provide does bring them a little relief.

Our continued prayers for everyone’s health and happiness.

સુરેન્દ્રનગરની બજારની નજીક એક ગલીમાં થોડુ ચાલ્યા કે એક ડેલાબંધ ઘર આવ્યું. ડેલો ખોલતા એક કાકા  ભોંય પર બેઠેલા ભળાયા. અમારા કાર્યકર હર્ષદે કહ્યું, 

'બેન કાકા જ્યાં બેઠા છે તે ઓસરીમાં જ એ ને કાકી રહે છે. પાછળ ઘર છે એ આમ એમનું છે ને નથી પણ.. કૌટુંબીક ડખા છે'

કાકાનું ધ્યાન અમારા પર નહોતું એટલે મે, 'આવું કે કાકા' એવું પુછ્યું. કાકાએ, 'ભલે પધારો બાપલા' કહી આવકાર્યા. 

કાકાના અર્ધાંગીની એટલે કે કાકી ત્યાં નહોતા. ક્યાં ગયા એવું પુછ્યું તો એમણે કહ્યું, 

'એ હોટલ પર વાસણ ઘસવા ગઈ છે'

'કેમ કાકા અમે હવે દર મહિને રાશન તો આપીએ છીએ?'

'રાશન તો મહિનો આખો સરસ ચાલે. પણ હું દવા ઉપર જીવું. શ્વાસ માટે પંપ ને બીપીની દવા મારે લેવી પડે. એટલે વાસણ ઘસવાનું થાય કે ન થાય તે અઠવાડિયામાં બે વાર અહીંયા નજીકમાં જ હોટલ છે ત્યાં જઈને વાસણ ઘસી આવે ને હોટલ માલીક પચાસ આપે તે એમાંથી દવાનો ને દૂધ ચા નો ખર્ચ ચાલે'

'નિરાધાર પેન્શન નથી મળતું?'

 'ના..'

રાશનકાર્ડ પણ અંત્યોદય નથી જેથી વધારે અનાજ પણ મળતુ નથી. કાકાની વાત સાંભળી દુઃખ થયું. અમારી વાતો ચાલતી હતી ત્યાં કાકી ઢીંચણ પકડીને પરાણે ચાલીને આવ્યા. એ અપંગ છે. ઝાઝુ ચલાતુ નથી પણ કામ કર્યા વગર ઝૂટકો નથી. 

ખેર અમારાથી થતી મદદ કરીશું. સરકારમાંથી મદદ મળે તે માટે કોશીશ કરીશું. 

પણ આવા જ 225 થી વધુ માવતરોને અમે દર મહિને રાશન આપીએ. દરેકની જુદી પીડાઓ છે. એ પીડામાંથી આપણે એમને સંપૂર્ણ મુક્ત નથી કરી શકતા પણ એમને થોડી રાહત આપવાનું મહિનાનું રાશન આપીને કરવા કોશીશ કરીએ... 

ખેર ઈશ્વર સૌને સુખ આપે એવી પ્રાર્થના...

#MittalPatel #vssm



VSSM provides montly ration kit to Kaka and Kaki  

Mittal Patel with Kaka Kaki and VSSM co-ordinator
Harshadbhai



No comments:

Post a Comment