Friday, February 12, 2021

VSSM facilitates the process of desilting and deepening of lake in Bhadvel village…

Mittal Patel discusses Water Management with the Sarpanch
of Bhadvel village and the farmers

 

Banaskantha’s Bhadvel village.

“Our village lake needs to be deepened. Can you please come and have a look at it?”

It surprises us when someone approaches us with such a request. We keep writing about the value of unkept and unattended community lakes and the need to deepen them but it hardly draws the required attention.

So when Kamleshbhai Acharya, the young and sensitive Sarpanch of Bhadvel village approached us with this request,  it did cheer us up. It was not just Kamleshbhai,  but the well-informed farmers of the village also were equally eager to initiate water conservation work in Bhadvel. And all of them participated in the meeting we had in the village.

Under the participatory water conservation efforts, VSSM contributes the cost of JCB machine used to excavate the soil, while the community needs to ferry the excavated soil and each household is also required to contribute in cash for the upkeeping of the deepened lake. The moment we talk about community contribution and their responsibility in facilitating the soil lifting their enthusiasm diminishes. But Bhadvel community absorbed the concept and were prepared to play their part. During the meeting itself, they offered to mobilize Rs. 1 lac for the task.

I am sure if we receive such acceptance from every village all lakes would be deepened within no time. The groundwater tables in Bhadvel have shrunk to 700 feet and below. And the villagers are hopeful that once the lake is excavated,  the groundwater table will rise. The community is also prepared to set apart land for the tree plantation campaign along with a fence and water to irrigate the saplings.

Hope to come across more and more villages that follow Bhadvel’s path…..

વાત #બનાસકાંઠાના #ભડવેલગામની
'અમારા ગામમાં તળાવ ગાળવાની ખાસ જરૃર છે. તમે એક ફેરા તળાવ જોઈ લોને?'
સામેથી કોઈ વ્યક્તિ તળાવ ગળાવવાની વાત કરે એ વાત જ નવાઈ પમાડે. બાકી નોધારા તળાવોનું મહત્વ ને એ કેમ ગાળવું જોઈએ વગેરે બાબતે તો કેટલું લખ્યા અને બોલ્યા કરીએ.ખેર આનંદ થયો
બનાસકાંઠાના વાવના ભડવેલગામના જાગૃત અને યુવા સરપંચ કમલેશભાઈ આચાર્યની તળાવ ગાળવા માટેની લાગણી જોઈને.. જો કે આ લાગણીમાં સહભાગીતા આખા ગામની.. ભડવેલ ગઈ ત્યારે સરપંચ સહીત ગામના જાગૃત ખેડૂતો આ વાત કરવા હાજર હતા.
અમે તળાવ ગાળવા જેસીબી આપીએ, માટી ઉપાડવાનું કાર્ય ગામના શીરે એ ઉપરાંત ગામલોકો યથાશક્તિ ફાળો ભેગો કરે. જેનો ઉપયોગ તળાવ ખોદાવવામાં જ અમે કરીએ.. જેમાં ફાળાની વાત સમજાવવામાં અમને ખુબ મહેનત પડે. પણ ભડવેલગામના ખેડૂતો આ બાબતે એકદમ સહમત થયા. અમે ત્યાં બેઠા હતા એ દરમિયાન જ એમણે 1 લાખનો ફાળો ભેગા કરવાનું કહી દીધું. 
આવો ઉત્સાહ દરેક ગામમાં જોવા મળે તો ગામનું એકેય તળાવ ઊંડુ થયા વગરનું ન રહે. 
ભડવેલમાં પાણીના તળ 700 ફૂટથી વધુ નીચે ગયા છે. જો તળાવ ગળાય ને એમાં પાણી ભરાય તો પાણીના તળ ઉપર આવવાના એ નક્કી... 
ભડવેલમાં વૃક્ષારોપણ માટે પણ જગ્યા ફાળવવા ગામલોકોને વાત કરી ને એ લોકો એ માટે પણ તૈયાર થયા. તારની વાડ અને પાણીની વ્યવસ્થા વૃક્ષારોપણની જગ્યા માટે એ કરી આપશે... 
તળાવના કાર્યો સક્રિય રીતે થાય એ માટે અમારા કાર્યકર નારણ ખુબ જહેમત ઉઠાવે. ગામને શોધવા, તેમની સાથે વાત કરવી વગેરે જેવું થકવાડનારુ કાર્ય એ ઉત્સાહથી કરે. બાકી દરેક ગામ ભડવેલની જેમ જાગૃત થાય એમ ઈચ્છીએ...
#mittalpate #VSSM #waterconservation
#water #savewater #જળસંચય
#savelife #બનાસકાંઠા #ગુજરાત

Bhadvel Water Management site

Lake before digging



Mittal Patel meets Sarpanch, farmers, villagers and leaders
of Bhadvel village

No comments:

Post a Comment