Tuesday, January 12, 2021

VSSM's tree plantation programme is successful with remarkable contribution of the VrukshMitra...

Mittal Patel with VrukshMitra Amratji visits 
tree plantation site

 ‘Chhod ma Ranchhod’ (God is in nature around us), this statement is always spoken up repeatedly at any public programs of tree plantation. Yet, all of us who worship the Ranchodrai presiding in the temples, do we worship the trees around us as if God was living in them? Think about it!!

Trees are the best ornaments our mother earth adorns, it is these trees who bring rains to give us water, cleans the air we breathe. In this era of technological advances, we have forgotten to value its importance in our lives. 

VSSM launched tree plantation drive in 2019. The results have been very encouraging. In 2020, the plantation drive was carried in many villages, that are now raising the planted trees very well.  

One of these many villages is Soneth

A tree plantation drive was carried at a crematorium used by the Thakor community. Trees that would provide dense canopy were especially selected for the occasion. Amratji Thakor decided to become the mother of these trees. I have consciously related Amratji to a mother because the only mother can shower much love and affection on her children. Amratji is doing just that to the trees. Like a mother, he nurtures and cares for them, loves them. It is this affection that has resulted in 800 trees taking roots in this small space. 

We hope to find tree lovers like Amratji in other villages too, it is only such individuals who will ensure with the hard work that each planted sapling is raised well. Hope to find more villages with such dedicated tree-lovers because they have absorbed the essence of the phrase “Chod ma Ranchod’ very well. 

Soneth’s sarpanch Shri P. R. Jadeja too assured all the necessary help to grow a forest on the holy land of this village. Sarpanch like him has been one of the reasons such drives have found favourable results. 

VSSM Naranbhai plays a pivotal role in ensuring smooth implementation of our campaign from finding the right villages to right kind of people, he identifies them all with utmost care. 

Thank you all for supporting this cause.  

બનાસકાંઠાનું સોનેથ..

'છોડમાં રણછોડ' વૃક્ષારોપણના જાહેર કાર્યક્રમોમાં થતા ભાષણોમાં આ વાક્ય વારંવાર પ્રયોજાય.. પણ મંદિરમાં રણછોરાયની પુજા કરનાર આપણે દરેક છોડ - વૃક્ષમાં સ્વંયમ ભગવાનનો વાસ છે એ રીતે પુજીએ છીએ ખરા?વિચારજો...

ધરતી માનો શણગાર વૃક્ષો.. અને આ વૃક્ષો જ વરસાદ લાવવામાં, આપણને સ્વચ્છ હવા આપવામાં ઉપયોગી.  પણ ટેકનોલોજીના આ યુગમાં આપણે હવે એનો ઉછેર કરવાનું ભૂલતા જઈએ છીએ..

અમે વૃક્ષો ઉછેરવાનું અભીયાન 2019થી શરૃ કર્યું. સારુ પરિણામ મળ્યું. 2020માં અમે ઘણા ગામોમાં વૃક્ષો વાવ્યા. ને તેનો ઉછેર પણ કરી રહ્યા છીએ. 

આ ઘણા ગમોમાંનું એક #સોનેથ..

સોનેથમાં ઠાકોર સમાજની સ્મશાન ભૂમીમાં ઘટાટોપ વૃક્ષારોપણ કર્યું. આ વૃક્ષોની મા બનવાનું સ્વીકાર્યું અમરતજી ઠાકોરે.. મા શબ્દ જાણી જોઈને પ્રયોજુ છું કારણ માની મમતા અપાર હોય.. અને અમરતજી પણ વૃક્ષો પર એવું જ વહાલ વરસાવે.. એટલે 800 ઉપરાંત વૃક્ષો આ નાનકડા સ્મશાનમાં સરસ ઊગી ગયા... 

અમરતજી જેવા વૃક્ષપ્રેમી- વૃક્ષમિત્ર બીજા ગામમાં મળે તો એવા ગામોમાં પણ અમારે 2021માં વૃક્ષારોપણ કરવું છે... 

બસ ગામો જાગે ને છોડમાં રણછોડવાળી વાતને સાચા અર્થમાં સમજે... 

સોનેથના સરપંચ શ્રી પી.આર.જાડેજાએ પણ ગામની પવિત્ર ભૂમી પર વન ઊભુ કરવા અમને કહ્યું અને એ માટે જે મદદની જરૃર પડે એ મદદ માટે તત્પરતા પણ દર્શાવી... આવા જાગૃત સરપંચને મળીને રાજીપો પણ થાય..

અમારા કાર્યકર નારણભાઈની ભૂમિકા આ બધામાં મહત્વની. યોગ્ય જગ્યા ને માણસોની શોધખોળ કરવાનું એ બખૂબીથી નિભાવે.આપ સૌની ભાવનાને પ્રણામ...

#MittalPatel #vssm #TreePlantation

#tree #green #greenery #environment

#savetrees #saveearth #savelife 

#pureair #PureEnvironment #gujarat



Mittal Patel visits tree plantation site in Soneth village

A tree plantation drive was carried at a crematorium
used by the Thakor community.

Amratji Thakor (VrukshMitra) nurtures the trees


No comments:

Post a Comment