Monday, April 13, 2020

With the help of our dear well-wishers along with the government supplies, we provided ration kits to more than 700 nomadic families in Surendranagar

The nomadic families of Surendranagar received grain kits
The presence of our dear well-wishers, our guardian angels in quite a few districts eases a lot of our stress, to whom we just do not need to ask for help. During any crisis or calamity, it is they who call us up to inquire if we need some help!!

The nomadic families of Surendranagar received grain kits
 The district collector of Surendranagar Shri K Rajesh tops the list. After the lockdown was announced he calls up Harshad, our team Surendranagar team member and assigns him the task to ensure that any of the poor and needy individual or family that VSSM knows or comes into contact with VSSM should not remain hungry. Shri Rajesh had already ensured and put the machinery in place to ensure that the ration supplied by government reaches the needy families on time but he also made sure that the other supplies like oil, spices, pulses, lentils that are not part of the government supplies also reach these families through individuals and organisations prepared to contribute during these times. 
The nomadic families of Surendranagar received grain kits

 It is this foresightedness and the empathetic approach that evokes respect for him.

The nomadic families of Surendranagar received grain kits
Shri Rajesh does not just ensure that the local authorities act as per the rules on the pending application files of the nomadic families but also follows up on each file he has processed, unlike other seniors who simply live it to the hands of the junior officials. It is because of his proactiveness that numerous nomadic families have received residential plots during his tenure. It is no doubt that the marginalised families will receive the required care and attention when we have a sensitive official at the realm. Salute to you, Sir. 

The nomadic families of Surendranagar received grain kits
 Another well-wishing friend we have in Surendranagar is its eminent citizen Madhviben Shah who is also associated with Zalawad Chamber of Commerce and Industries. On the very next day I received a call from her saying not to worry about her district, just let her know where help was needed and she will take care of the rest. And that is what they did by reaching to families we required support for. We shall be grateful to you Madhviben, for your unflinching support always. 
The nomadic families of Surendranagar received grain kits

 Shri K Rajesh and Madhviben brought us in contact with S. S. White Company’s Rahulbhai Shukla, Jaybhai of Omtext Cotton Speen Pvt. Ltd. As well as Mamlatdars of each block who have helped us tremendously in each block. Vadwala Temple and other organisation also helped with meals in the settlement. 

The nomadic families of Surendranagar received grain kits
We will always remain grateful for your support and kind gestures. Along with the government supplies, your support and Harshad’s untiring efforts  have helped us reach more than 700 families of Surendranagar. 

Our Harshad was not keeping well for a long time. Every couple of months he had to be hospitalised. I would always tell him, “Keep all your health-related concerns aside rather completely engage yourself in the work. All your worries will run away.”  At times he would listen to be or else ignored what I said. After Shri K Rajesh has taken charge of Surendranagar, Harshad has been so busy that he has forgotten the gates of any hospital, he has been so busy with the works assigned to him that his health concerns seem to have disappeared. Respect you for all that you do, Harshad. 

Our deepest  regards to all who have decided to support during this crisis. India shines because of the noble people like you. 

Just as our nomads would say, “May Almighty grant you happiness, keep you healthy and shower you with prosperity!!’

Namaste!!!

કેટલાક જિલ્લામાં અમારા એવા પ્રિયસ્વજનો બેઠા છે જેમને મદદ માટે કહેવું જ નથી પડ્યું.
આફતની આ ઘડીમાં એમણે સામેથી બોલો ક્યાં મદદની જરૃર છે એમ કહીને સામેથી મદદની તૈયારી દાખવી..

એમાં સૌથી પહેલું નામ લેવું હોય તો સુરેન્દ્રનગર કલેક્ટર શ્રી કે. રાજેશનું. અમારા કાર્યકર હર્ષદને બોલાવીને કોઈ ગરીબ VSSMના સંપર્કમાં હોય અને ભૂખ્યું ના રહે તે જોવાનું તારા શીરે એમ કહીને.. સરકાર દ્વારા અપાતું રાશન તો એમને સમયસર મળે તે એમણે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટીતંત્ર સાથે ગોઠવ્યું પણ એ સિવાય પણ જિલ્લાના સેવાભાવી માણસોને સરકાર દ્વારા અપાતા રાશન સિવાયની જરૃરિયાત જેમ કે, તેલ, મરચુ, મસાલા, કઠોળ, દાળ માટે જોડ્યા.

કે. રાજેશની આવી લાગણીના લીધે જ મને એમના માટે વિશેષ માન છે. 
વિચરતી જાતિઓના પ્રશ્નને નિયમોનુસાર કાર્યવાહી કરવા નીચેના અધિકારીઓને ફાઈલ પર એ કહે. પણ અન્ય ઘણા અધિકારીની જેમ પછી ધક્કો દઈ દીધો હવે નીચેથી આવે તો આગળ વધવું એમ નહીં એ પોતે પાછું ફોલઅપ કરે અને એટલે જ એમના જિલ્લામાં ઘણા પરિવારોને રહેવા પ્લોટ ફાળવાયા.. આવા લાગણીશીલ વ્યક્તિ જ્યાં હોય ત્યાં આવી સ્થિતિમાં તકવંચિતોનું વિશેષ ધ્યાન રખાય એમાં શંકા ક્યાંથી હોય.. તમને સલામ સાહેબ..

સુરેન્દ્રનગરના બીજા પ્રબુદ્ધ નાગરિક એટલે માધ્વીબેન શાહ જેઓ ઝાડાવાડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ સાથે પણ સંક્ળાયેલા તેમણે લોક઼ડાઉનના બીજા દિવસે જ કહી દીધેલું મારા જિલ્લાની ચિંતા ના કરતા કાંઈ પણ મદદની જરૃર હોય તો જાણ કરજો અને જ્યાં મદદ માંગી ત્યાં તેમણે કરી પણ ખરી. ધન્યવાદ માધ્વીબેન

આવા જ અન્ય સ્વજનો કે જેમણે કલેક્ટર સાહેબે તો ક્યાંક માધ્વીબહેને અમારી સાથે જોડ્યા એવા  એસ.એસ.વ્હાઈટ કંપની ના રાહુલભાઈ શુક્લ, ઓમેક્ક્ષ કોટન સ્પીન પ્રા. લી.ના જયભાઈ 
અને દરેક તાલુકાના મામલતદાર શ્રી એ પણ ખુબ જ મદદ કરી.. વડવાળા મંદિર અને અન્ય સંસ્થાઓએ  પણ વસાહતોમાં જમાડવાની વ્યવસ્થા કરી. 

આપ સૌ પ્રિયજનોનો  હૃદયપૂર્વક આભાર...

આપની મદદથી સુરેન્દ્રનગરમાં રહેતા 700 ઉપરાંત તકવંચિત પરિવારોને સરકાર દ્વારા મળતી સહાય ઉપરાંત અન્ય રાશન આપવામાં અમે કાર્યકર હર્ષદ થકી નિમિત્ત બન્યા..

કાર્યકર હર્ષદની તબીયત ઘણી નાજુક રહેતી. દર થોડા વખતે એ હોસ્પીટલમાં દાખલ હોય. હું એને કહેતી હર્ષદ તબીયતની ચિંતા બાજુએ મૂકી કામમાં પરોવાઈ જા આ બધું ભાગી જશે. પણ ક્યારેક એ મારી વાત માનતો ક્યારેક નહીં. પણ કે. રાજેશે - કલેક્ટર તરીકે સુરેન્દ્રનગરનો ચાર્જ સંભાળ્યો ત્યારથી હર્ષદે હોસ્પીટલનો દરવાજો નથી જોયો. મૂળ તો કલેકટર શ્રીએ એને એવો કામમાં પરોવ્યો કે વાત ના પુછો..
હર્ષદ તારા માટે વિશેષ માન...

અને મદદ કરનાર સૌ આત્મીયજનો ને વંદન.. આપ જેવાથી જ દેશ ઊજળો છે..
વિચરતી જાતિની ભાષામાં કહુ તો ભગવાન આપનું ભલુ કરે, હાજા નરવા રાખે.. અને તમને ખુબ આપે...
પ્રણામ






No comments:

Post a Comment