Tuesday, March 03, 2020

And the Dafer too shall have a home now!!

Mittal Patel with the Dafer Women
It was the year 2004-05,  when I began travelling to visit the nomadic settlements to learn more about the vanishing nomads. It wasn’t yet decided if we will be working with these communities. It was difficult to witness their daily struggle to survive, a scenario that invariably brought pain and anguish. It was then that I happen to meet some Dafer families, their conditions were even worse than the nomads’. Simply put, it was heart-wrenching to watch them in such a pitiable condition. It was at that moment that I decided to work for the nomadic and de-notified communities and create awareness about their conditions amongst the society, bureaucracy and lawmakers. The VSSM team continues to strive for that.
Our efforts have been instrumental in helping many communities lead a settled life. However, this does not hold right for the Dafer.  The villagers of the villages the Dafer stay aren’t prepared to accept them. The distress and difficulties Dafer face daily and the societal attitude towards them has tremendously disheartened me. No one is prepared to embrace them, seriously??


Collector Shri K Rajesh handing over the official documents
to the dafer families
We have been writing to the authorities since many - many years, so much that there are heaps of files lying in various government offices.

The Current living condition of Dafer families
Redressing the Dafer issues calls for bold and dedicated bureaucrats and officials. A species that is so rare to find these days!! So when we witnessed Surendranagar district collector Shri K Rajesh revamp the official stance and gear up the district bureaucracy to address the long-pending applications and issues of nomadic and de-notified communities, we requested him to help us settle the Dafer as well. Without even questioning our appeal, he pledged to find the best possible places to settle the Dafer.

Recently, he allotted plots to 13 Dafer families of Muli block’s Danawala village in Digsar village. Without any hype or hoopla, he reached the Dafer dangaa, met the residents, heard them and handed over the documents to 13 families.

It seems this government is committed to taking some serious measures for this community that falls under the extremely backward category on the official list.
The Current living condition of Dafer families

We are sure that when Shri K Rajesh decides and works to make an official commitment a reality it is bound to happen along with Chief Minister’s pledge to provide a home to all the homeless of this state. Efforts are on to provide land to all the Dafer of Surendranagar.



We are extremely grateful to our respected Chief Minister Shri Vijaybhai Rupani, Minister of  Social Justice and Empowerment Shri Ishwarbhai Parmar, Surendranagar  Collector Shri K Rajesh and his team of officials.



Anyone who asked me what my dream was, “to find a permanent address for all the homeless nomadic and de-notified families!” a dream that is on its way to become a reality soon. I sure am delighted.

Harshad, this is your hard work bringing such fabulous results.

Images of the current living conditions of the Dafer families and Shri K Rajesh handing over the official documents.

2005 -06થી વિચરતી જાતિઓની વસાહતોમાં રઝળવાનું શરૃ કરેલું એ વખતે આ સમુદાયો સાથે કામ કરીશ તેવું નક્કી નહોતું. આ લોકોની તકલીફો જોવાતી નહોતી. મનથી બહુ દુઃખી હતી. શું કરવું તેની મૂંઝવણ ચાલી રહી હતી ત્યાં ડફેર પરિવારોને મળી, એમની હાલત જોઈને હૃદય વલોવાઈ ગયું અને એજ ક્ષણે વિચરતી વિમુક્ત જાતિઓનો અવાજ સત્તાસ્થાને બેઠેલા સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. જે માટે VSSMની આખી ટીમ મથ્યા કરે.

ઘણી જાતિઓને ઠરીઠામ કરવામાં અમે સફળ રહ્યા પણ ડફેરોને આશરો અપાવવાનું બહુ કુપરુ. જે ગામોમાં એ રહેતા એ ગામના લોકો આ પરિવારોને પોતાના ગામમાં વસાવવા રાજી નહીં. માનસીક રીતે આ પરિવારોની તકલીફો જોઈને હું પણ નાસીપાસ થઈ ગયેલી. ખરેખર કોઈ આમને વસાવશે નહીં એવું થઈ ગયેલું.

વર્ષોથી કચેરીઓમાં અરજીઓના ઢગ ખડકી દીધેલા.
અધિકારી બાહોશ અને તકવંચિતોને મદદ કરવાની ખેવનાવાળા આવે તો આ કામ પાર પાડી જ શકાય. પણ એવા અધિકારીઓ ખાસ કરીને ડફેરને લઈને જડ્યા નહીં.

સુરેન્દ્રનગરમાં કે. રાજેશ કલેક્ટર તરીકે આવ્યા તેમણે વિચરતી જાતિઓના મુદ્દે વર્ષોની પડતર અરજીઓ પર સરસ કામ કર્યું. તેમની લાગણી જોઈને ડફેરોને વસાવવા તેમને વિનંતી કરી..
અને તેમણે કશુંયે પુછ્યા વગર ગામો શોધવા અને સારામાં સારી જગ્યા આ પરિવારોને આપવાનો નિર્ધાર કર્યો.

તાજેતરમાં જ મૂળી તાલુકાના દાણાવાડામાં રહેતા 13 ડફેર પરિવારોને તેમણે દીગસર ગામે જમીન ફાળવી અને સૌથી અગત્યનું પ્લોટની સનદ આપવા તેઓ પોતે ડફેર વસાહતમાં પહોંચ્યા. કશાય દેખાડા અને દંભ વગર એક સામાન્ય માણસની જેમ તેઓ આ પરિવારોની વચમાં ગયા અને તેમની વાતો સાંભળી.

સરકારે જેમનો સમાવેશ ઓબીસીમાં સમાવિષ્ટ 146 જાતિઓમાંથી પણ અતિપછાત 12 જાતિમાં કર્યો છે. તેવા ડફેરો માટે આ સરકાર ખરેખર સંવેદનશીલ થઈને તેમના કલ્યાણ માટે કટીબદ્ધ થયેલી જણાય છે.

મુખ્યમંત્રી શ્રીનો નિર્ધાર તમામ ઘરવિહોણા વિચરતા પરિવારોને ઘર આપવાનો. એમાં કે.રાજેશ જેવા સમાહર્તા હોય તો નિર્ધાર પાર કેમ ન પડે?
સુરેન્દ્રનગરમાં રહેતા તમામ ડફેર પરિવારોને પ્લોટ મળી જાય તેની તજવીજ થઈ રહી છે..
મુખ્યમંત્રી શ્રી, સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, કલેક્ટર શ્રી તેમજ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રનો ખુબ આભાર..
કોઈ મને પુછતુ તમારુ સ્વપ્ન શું તો હું કહેતી તમામ વિચરતી વિમુક્ત જાતિઓને સ્થાયી સરનામું, ઘર મળી જાય એ મારુ પહેલું સ્વપ્ન... એ સ્વપ્ન પૂર્ણ થવાની દિશામાં કામ થઈ રહ્યાનો રાજીપો...
કાર્યકર હર્ષદની સતત મહેનતનું પરિણામ...
હાલમાં આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તે, તેમજ કલેકટર શ્રીના હસ્તે પ્લોટની સનદો મળવતા પરિવારો....

Collector Office,surendranagar
CMO Gujarat
Ishwar Parmar

#vssm #nomadic #denotified #gujarat #surendranagar #humanrights #વિચરતા #વિમુક્ત #ગુજરાત #સુરેન્દ્રનગર #માનવઅધિકાર #india #nomadicofgujarat #nomadicofindia
#community #મિત્તલ_પટેલ #mittal_patel

No comments:

Post a Comment