Thursday, January 23, 2020

VSSM’s efforts result into allotment of plots to nomadic families in Rajkot….

Chief Minister Shri Vijaybhai Rupani alloting the
plot documents to nomadic families
“We have resided in Rajkot for decades. These jute shanties have not only been our homes  but of  generations before us. Never in our lives we have seen a washroom, toilets or cemented floor. At last we have a plot of land, we too shall build a home and have a bathroom, toilet, fans, lights and all. We too shall know what it is to have electric power life so far has been spent under the flikering candles and oil lamps. We are grateful to you for this piece of land!!”

Mittal Patel with the nomadic families who received the
documents
Naviben Bavri was elated on receiving documents to her piece of land as she shared with us her simple aspirations.

The current living condition of these families
116 Bavri families have been wandering around Rajkot, while carrying the dreams of building a house and settling down. Apart from these Bawri families 72 Bhavaiya and Sadhu families too received residential plots. For years their  applications had been loitering around various tables in various government offices. We had shared these woes with our CM respected Shri Vijaybhai Rupani. It is his sensitivity along with District Collector Shri Ramya Mohan’s compassion that resulted into allotment of plots to these families. Additional Collector Shri Jawant Jegoda helped locate the files and push the applications forward. And  of course  the constant follow-ups by VSSM’s persistent team members Kanubhai and Chayaben’s efforts  remained crucial in ensuring these families receive their piece of land.

On 18th January 2020 the families received documents to their land in Rajkot’s Rampara Beti. On the occasion Shri Vijaybhai mentioned that he has  instructed all the district collectors to work towards providing residential plots to the nomadic families of their district.

We are grateful to the government and administration, their  sensitive approach will remain instrumental in providing a decent roof over the heads of  thousands of families who will soon become homeowners for the first time in many generations.

We are particularly thankful to of Shri D. S. Shah Saheb from Chief Minister’s office. It was his efforts that has been the reason the nomadic families will find an address of their own.

 We can never forget the efforts of respected Bhagwan Kaka who has remained constantly on our side “I have devoted my full time for the welfare of these communities!!”

Our gratitude to all our friends and well-wishers who choose to remain with us through thick and thin…

The images of respected Chief Minister allotting the documents, the families who received the documents and the current living conditions of these families.


'અમી રાજકોટમાં વર્ષોથી રીયા. નાનાથી મોટા થીયા પણ અમારી જીંદગીમાં કોઈ દિ બાથરૃમ, સંડાસ જોવા ન મઈલું. અમે ઝૂંપડાંમાં, કોથળામાં જ રીયા. કોઈ દી જીંદગીમાં સીમેન્ટ કે લાદી ઘરમાં નથી નાઈખી. હવે અમને જમીન મલી સે તે ઈમો કોટર બનાઈશું. અમને હવે બધું જોવા મલશે. બાથરૃમ, સંડાસ, મકામ, પંખા, લાઈટો બધુ જોવા મલશે. નકર દીવા અને મેણબત્તી બાળીન જીંદગી કાઢી. જમી આલી તે તમારો આભાર..'
નવીબેન #બાવરીને પ્લોટની સનદ મળ્યા પછીની લાગણી..

રાજકોટમાં રહેતા 116 બાવરી પરિવારોએ આખી જીંદગી લબાચા લઈને રાજકોટ આસપાસમાં રઝળ્યા કર્યું. પોતાનું ઘર થાય એ માટેનું સ્વપ્ન ખરુ પણ..... બાવરી સિવાયના 72 ભવાયા અને સાધુ પરિવારોને પણ પ્લોટ ફાળવાયા.વર્ષોથી પ્લોટની માંગણી માટેની દરખાસ્તો સરકારી કચેરીમાં જમા પણ કામ થાય નહીં.
રાજ્યના #મુખ્યમંત્રી આદરણીય શ્રી #વિજયભાઈ_રૃપાણી સમક્ષ આ બધીયે બાબતોની વિગતે વાત થઈ તેમની અને આદરણીય #કલેક્ટર શ્રી રમ્યા મોહનની લાગણી ભળી. પ્રાંત કલેક્ટર તરીકે ચરનસિંહ ગોહીલ, જસવંત જેગોડા ત્યાં આવ્યા અને દરખાસ્તોની ફાઈલો શોધાઈ ને કામ આગળ ધપ્યું.સંસ્થાના કાર્યકર કનુભાઈ અને છાયાબહેનની સતત મહેનત. આખરે સ્વપ્ન સાકાર થયું. તા. 18 જાન્યુઆરીના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રીએ પોતાના હસ્તે આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટની સનદ આપી.

રાજકોટ પાસે રામપરા બેટીમાં એમને પ્લોટ મળ્યા.મુખ્યમંત્રી શ્રીએ કાર્યક્રમમાં તમામ જિલ્લા કલેક્ટર શ્રીઓને વિચરતી જાતિઓને પ્લોટ આપવાની સૂચના આપી દીધાની વાત પણ ભાર પૂર્વક કહી.
આભાર વહીવટીતંત્ર અને સરકારનો. આપની લાગણીના લીધે જ હજારો પરિવારો આવનારા વખતમાં ઘરવાળા થવાને એ નક્કી..

મુખ્યમંત્રી શ્રી તેમજ મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરતા ડી.એચ.શાહ સાહેબનો વિશેષ આભાર. તેમની લાગણીના લીધે જ આ બધું થઈ રહ્યું છે...
આદરણીય ભગવાન કાકા તો સતત સાથે એમને તો કેમ ભૂલાય. એ કહે એમ, હવે ફૂલ ટાઈમ આ જાતિઓના કલ્યાણ અર્થે...સૌ પ્રિયજનોનો આભાર

જેમણે આ કામમાં સહયોગ કર્યો છે...ફોટોમાં પ્લોટની સનદ આપતા આદરણીય મુખ્યમંત્રી શ્રી, તેમજ સનદ મળી ગયા પછી આપણો આપણો બધાનો એક ફોટો લઈએ એમ કહીને સનદ મેળવનાર સૌ સાથે ઊભા રહ્યા...અને છેલ્લે હાલમાં આ પરિવારો જ્યાં રહે છે તે પણ જોઈ શકાય છે.

#Mittal_Patel #VSSM #Empthy #VichartiJati #વિચરતીજાતિ #NomadsOfIndia #NomadicTribes #residential_plot #sympathy #empathy #human_rights #humanity #Bavari #Happyness #ઘર

No comments:

Post a Comment