Thursday, May 23, 2019

Kankuben bavri shares her heart wrenching story...

Mittal Patel discussing problems with the women of
Ramdevnagar settlement
It is heart wrenching to listen to Kankuben a mother who witnesses his son dying a slow death narrate, “my son has few months to live, his severe addiction to alcohol and marijuana will soon kill him. Everyone knows where to find alcohol and marijuana in Ramdevnagar , then why don’t we  have a law to prevent that!”

“We have lost our husbands and sons to these addictions however, we refuse to see the same plight for our grandsons. If you support us we are ready to fight these evils that have destroyed our community from within. We are also prepared to show our fiery avatar to bring an end to this!”

The families of these women are convincing them to not speak up, remain quite. The ones who speak up have been victims of domestic violence. But they do not wish to keep quite.

They want freedom from these evils that are consuming the youth and working adults of their community.
Nomadic women during rally


As members of civil society it is our responsibility to stand besides the women who are fighting one of the most rampant issues of our ‘dry state’.

The women from Ramdevnagar are planning to publicly voice their plight  on May 20th 2019 between 5 to 7 PM and let the world enough is enough. The mothers,  who have lost their men to addictions are also prepared to warn the enforcers of law to do their job well with honesty and integrity.

એક મા કહે છે કે, મારો દીકરો હવે માંડ ત્રણ ચાર મહિના જીવશે. આ દારૃ અને ગાંજાએ એને બરબાદ કરી દીધો. મારી નજર સામે જ અમારે એને ધીમે ધીમે મરતો જોવાનો... કંકુબહેન ભાટી(મારવાડી દેવીપૂજક)

કંકુબહેન કહે છે કે, બધા જાણે છે રામદેવગનરમાં દારૃ અને ગાંજો ક્યાં વેચાય છે તો પછી એની સામે કાયદો કેમ નથી થતો.

લક્ષ્મીબેન કહે છે, અમારા ધણી અને દીકરા તો દારૃ અને ગાંજામાં પડી ગ્યા છે પણ દીકરાના દીકરા અમારા પોતરાને આ લત નથી આલવી એટલે હવે લડવું છે... તમે સાથ આપો..

અમે ભવાની બનીને લડીશું...

ભવાની બનેલી બહેનોને ઘરના જ આ બધુ ના કરવા સમજાવી રહ્યા છે. ક્યાંક ના સમજનાર બહેનોને માર પણ પડ્યો છે પણ આ બહેનો કહે છે હવે નહીં છોડીએ.

અમારે આમાંથી મુક્તિ જોઈએ છે બસ.....

સમાજ તરીકે આપણે આ બહેનોની પડખે રહીએ...
સોમવારના તા.20 મે 2019ના રોજ સાંજના 5 થી 7માં રામદેવનગર, અમદાવાદમાં આ બાબતે બહેનો દેખાવ કરવાની છે...

અને લાગતાવળતા સૌને કહેવાની છે હવે નહીં ચલાવીએ. કાયદો વ્યવસ્થા સાચવવાવાળા હવે ચેતજો નહીં તો તમનેય નહીં મૂકીએ એવી લાલ આંખ હવે દારૃ અને ગાંજામાં જીવથી જેમણે દીકરો ગુમાવ્યો છે તેમણે કરી છે...
#VSSM #MittalPatel #VSSMMittalPatel #Campaign #alcohol #antiweed #antialcoholcampaign #huamanrights #advocacy #noalcohol #toughfight #womensrights #noviolence #violenceagainstwomen

No comments:

Post a Comment