Friday, April 05, 2019

Taking this opportunity to share a delightful news with you all

Mittal Patel giving letter of house allotment
Personally, whenever I am  in midst of  some severe challenges while working for the nomads I come here, talk to you all and draw your support and encouragement  from the  comments you write.
Some 5 month back, the Ahmedabad Municipal Corporation bulldozed the shanties located near Sabarmati’s Eicher Depot. When the members of our team and communities went to complain about it they were put behind the bars.
Mittal Patel with the nomadic communities at Sabarmati
settlement
The members from Devipujak, Bajaniya and Vansfoda communities and I along with the team members had gone to meet the Commissioner and  other responsible officials. The disappointing response from the officials had  shattered me.  I remember an anguished Kokilaben Devipujak, who resided in the felled settlement sharing, “Ben, we have to stay on footpath now. During the nights we have to remain on vigil, we have our young daughters to worry about. What if someone took them away in the middle of night?” Even a thought of such unsecured living conditions had given me shivers.
VSSM team and officials of Ushmanpura Municipal
Office during the announcement of result
I was crying my heart out when respected Bhagwankaka Panchal, I was in no condition to talk. “Can’t talk right now Kaka,” I had told and Kaka understood it all.
After the incident the commissioner changed and Shri Vijay Nehra was appointed as new commissiner. Shri Nehra is an amazing individual. Kaka and I went to meet him and briefed him about the incident.
Mittal Patel and VSSM Coordinator Madhuben during
the announcemnet of results
He expressed regret over the incident and instructed his officials to make arrangements to ensure these families obtain houses as soon as possible.
We compiled the required documents for 47 families. VSSM’s Madhuben also obtained the missing documents. We prepared the files of all these families and submitted them in the Commissioner’s office. On 6th March 2019,  32 of the 47 families were on the basis of a draw  allotted 1BHK houses in Ahmedabad’s  Chandkheda suburb.
Shri Jadav Saheb, Shri Kamleshbhai and other officials from Municipal Commissioner’s Office in Usmanpura poured their heart and worked really hard to ensure these families receive the best houses and ensured speedy issuance of all the missing documents. We cannot thank them enough. All these tasks were accomplished in very little time.  
These families needed to make a payment of their share  for which we contacted Vikasti Jati Kalyan Board. We got in touch with Shri Vanzara who supported us with the applications.
Nomadic woman sharing their joy with the officials
and Mittal Patel
Honestly, the joy of these families receiving houses have surpassed the emotional turmoil I had experienced when their homes were destroyed by the municipal corporation. We are still awaiting houses for the remaining 15 families. Hopefully, that too shall happen soon.
Shri Vijay Nehra, we will always remain grateful to you, it was your generosity that transformed into homes for these families. Hope more and more government offices have officials like you at its realm.
Sabarmati Nomadic Settlement
Shri Vanzara Saheb is someone we trust as our own, can’t thank him enough.
Bhagwankaka is a wonderful individual, he holds tremendous  compassion for the poor. ‘Don’t feel so dismal, we will find a way out!!” he would always give such calming assurances while doing all he can to solve the situation. It is a pleasure to have Kaka besides us.
Also, the patience portrayed by the families living near Eicher Depot  is truly commendable.
Nomadic community outside the municipal
commisionor office
VSSM’s Madhuben hails from one of the nomadic communities, very  sharp personality with a fightitng streak. At the same time she can be very timid and mellow. Her constant worry is the families she works for. It was her efforts that paid off at the end. We are glad she is part our zealous team.
 In the pictures – the police arresting the people who went to complaint against the destruction of their houses. The announcement of draw results for allotment of homes. The VSSM team and Officials of Usmanpura Municipal Office during the announcement of  draw results.

રાજી થવાય એવા સમાચાર લખી રહી છું...

The police went to arrest the people who
went to complaint against the destruction
of their houses
વ્યક્તિગત રીતે વિચરતી જાતિઓ સાથેના કામોમાં કોઈ તકલીફ પડે ત્યારે આ પેજ પર લખતી હોવું છું ને તમે બધા એ વખતે સાથે હોવાનું અને નિરાશ નહીં થવાનું કહેતા હોવ છો..

લગભગ પાંચેક મહિના પહેલાં સાબરમતી એચર ડેપો પાસે રહેતા પરિવારોના છાપરાં મ્યુનીસીપલ કોર્પોરેશને તોડ્યા હતા. રજૂઆત માટે અમારા કાર્યકરો ને વસાહતના લોકો ગયા તો તેમને ઉપાડીને એ વખતે જેલમાં પુરી દીધેલા.

એ વખતના કમીશનર અને અધિકારીઓને મળવા અમે દેવીપૂજક, બજાણિયા તેમજ વાંસફોડા પરિવારના લોકો ગયા હતા. પણ અધિકારીના નિરાશાજનક જવાબથી માનસીક રીતે હું ભાંગી પડી હતી. વસાહતમાં રહેતા કોકીલાબહેન દેવીપૂજકે કહ્યું હતું, 'બેન સાવ ફૂટપાથ પર આવી ગયા છીએ. રાતના બહેન દીકરીઓની સુરક્ષા માટે જાગવાના અમે વારા કર્યા છે. સાવ ફૂટપાથ પર છીએ કોઈ મોંઢુ દબાવીને દીકરીને લઈ જાય તો...'
આવી અસુરક્ષીતતા વિચાર માત્રથી હૃદય દુઃખી થઈ ગયેલું.

ખુબ રડતી હતી એ વખતે જ આદરણીય ભગવાનકાકા પંચાલનો ફોન આવ્યો. વાત કરી શકુ એ હાલતમાં હું નહોતી. મે કહેલું કાક હાલ વાત નહીં કરી શકુ ... ને કાકા બધુ સમજી ગયા..

એ પછી કમીશનર બદલાયા ને નવા કમીશનર શ્રી વિજય નહેરા આવ્યા. શ્રી નહેરા અદભૂત માણસ. કાકા અને હું નહેરાસાહેબને મળ્યા. બધી વાત કરી.

એમણે તુરત જ આ આખી ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું ને આ પરિવારોને ઝટ ઘર મળે એ માટે વહીવટીતંત્રને સૂચના આપી.

કુલ 47 પરિવારોના જોઈતા પુરાવા અમે ભેગા કર્યા. કેટલાક ખુટતા પુરાવા બનાવવાનું પણ VSSMના કાર્યકર મધુબહેને કર્યું.
આ બધુ તૈયાર કરીને કમીશનર ઓફીસ જમા કરાવ્યું ને તા.6 માર્ચ 2019ના રોજ 47માંથી 32 પરિવારોને ડ્રો દ્વારા એક બેડરૃમ,ડ્રાઈગરૃમ, રસોડા સાથેનું ઘર ચાંદખેડામાં આપવામાં આવ્યું.
મ્યુનીસીપલ કમીશનર કચેરી ઉષ્માનપુરાના અધિકારી શ્રી જાદવ સાહેબ, કમલેશભાઈ વગેરે અધિકારી ગણે ખુબ પ્રેમથી આ પરિવારોને સારામાં સારુ ઘર મળે તે માટે તજવીજ કરી ને જોઈતા તમામ પુરાવા એકઠા કરવામાં મદદ પણ કરી. તેમનો આભાર માનીએ એટલો ઓછો. તેમણે ખુબ ઓછા સમયમાં આ કામ પૂર્ણ કર્યું.

આ પરિવારોને મકાન મેળવવા પોતાનો હિસ્સો ભરવો પડે. આ હિસ્સો ભરવા અમેે વિકસતી જાતિ કલ્યાણ ખાતામાં રજૂઆત કરી. અને એ માટે સચીવ શ્રી વણઝારા સાહેબ મદદ કરી.

ટૂંકમાં કહુ તો જે માનસીક પરિતાપ આ પરિવારોના ઝૂંપડાં તૂટ્યા ત્યારે થયો હતો આજે અનેક ઘણી ખુશી આ પરિવારોને ઘર મળતા થઈ છે.

હજુ 15 પરિવારોને ઘર મળે તે માટે કોશીશ કરવાની છે અને એ પણ થશે એવી આશા છે.

આ તબક્કે કમીશનર શ્રી વિજય નહેરાનો આભાર માનવો ઘટે તેમના જેવી ઉદારતાના લીધે જ આ થઈ શક્યું. સાથે તમારા જેવા અધિકારીઓ દરેક જગ્યા પર હોય તેવું ઈચ્છીએ જેથી દરેક ગરીબને તેના હકનું મળે.

આદરણીય વણઝારા સાહેબનો આભાર માનીએ એટલો ઓછો...તેઓ તો અમારા પોતિકા છે.

જ્યારે ભગવાન કાકા સાવ નોખા માણસ. ગરીબો માટે ભારોભર અનુકંપા. દુઃખી ના થા રસ્તો નીકળશે તેવો હૈયાહરો પણ આપે ને કામ કરાવવામાં મદદ પણ કરે. કાકા તમે અમારી સાથે છો એનો આનંદ...

સાથે જ એચર ડેપો પાસે રહેતા વિચરતી જાતિના પરિવારોની ધીરજને પણ દાદ દેવી પડે.

કાર્યકર મધુબહેન વિચરતીજાતિમાંના જ એક. બહુ બાહોશ, લડાકુ પણ મનથી રુજુ. શું થશે એવી સતત ચિંતા કરે અને દિવસ રાત જોયા વગર આ પરિવારો માટે મથ્યા કરે. તેમની મહેનત ફળી. મધુબહેન જેવા પાયાના કાર્યકરો અમારી સાથે છે એટલે જ આ બધુ થઈ શકે છે મધબહેન સાથે છો એનો આનંદ અને ખુબ પ્રેમ પણ....

છાપરાં તુટયાની પછીની રજૂઆત ને પોલીસ પકડીને લઈ ગઈ એ દુઃખદ દોર ફોટોમાં તથા ઘર આપવા માટેનો ડ્રો મ્યુનીસીપલ કમીશનર કચેરી ઉષ્માનપુરા દ્વારા કરવામાં આવ્યો તે વખતે ડ્રો દ્વારા ઘર ફાળવતા અધિકારી ગણ સાથે સંસ્થાની ટીમ આ બધુ જ કેમેરાની નજરે.. તમે પણ ખુશીમાં સહભાગી બનો માટે આ ઘડી તમારી સાથે વહેંચી..

#MittalPatel #VSSM #Sabarmati #Municipal_commissioner_of_ahmedabad #NomadsOfIndia #slum_redevelopment #slum_demolition #Empathy #Changemaker #Pathetic #Onesolution #Solutions #SocialWarrior #Devipoojak #Bajania #Vansfoda









No comments:

Post a Comment