Friday, January 18, 2019

Achieving the impossible…

Mittal Patel gives felicitation certificate to Jeevabhai
Marwadi Devipujak
“There wasn’t a single object left which I wasn’t addicted to. 24X7 I would be under the influence of my addictions, lying in state of unconsciousness somewhere on the streets or by-lanes,” confessed Jeevabhai Marwadi Devipujak of Rajkot.

“I consumed so much alcohol through the entire day that I was never in my senses. I would never go to work, fight as much in the house but never thought of giving up alcohol,” was Tankara’s Hirabhai Kangasiya’s   honest confession.


Mittal Patel gives felicitation certificate to individuals
who left their addiction
“I ate 20-25 packs of masala a day!” said Devabhai Kangasiya of Neknama, while Kherdi’s Kalubhai said, “Ben, Every month  I would eat up pan-masala equivalent to the amount you give in loan!”


Addiction is such a compelling habit that it is difficult to make people understand and convince to give it up. It requires strong willpower on part of the addict to give up a habit that is easy to pick up but challenging to stay away from. However, our Kanubhai and  Chayaben have decided to make sure the nomadic families  they work with give up their deadly addictions and begin to lead healthier life. “We will drink water at your place only after you give up addictions, your loan applications will be approved after you have said goodbye to your addictions...” are some of the sweet threats they give to these families. And people have given up their habits!!


VSSM felicitated 4 nomads who had given up their addictions

Recently, at a program to handover cheques under the Swavlamban program, we also felicitated  4 individuals who had given up their addictions with a letter of appreciation. After a brief talk on the hazards of the objects these communities are addicted it came as a surprise when 20 individuals decided to pledge for giving up addictions. We also gave them letters honouring their pledge that they have decided to frame and mount in their homes as a reminder to their pledge.


“I knew that my habit of massaging snuff was not good for my health but never felt like giving it up. Had someone had explained it to us earlier I would have given it up earlier,” said Tejiben.  How can you give up your addiction at such later stage in life? I asked. “Ben, I cannot turn back on promise I made to you!!”  

Mittal Patel gives felicitation certificate to Hirabhai Kangsiya
Such impossible looking tasks made possible out of  love and respect these families share for us. Am so grateful for the love they shower on me. I would be so happy if these individuals accomplish their pledge of leading an addiction free life.

In the picture- Individuals who left their addictions receiving their felicitation letter.


કોઈ વસ્તુની લત લાગે પછી એ લત છોડવી મુશ્કેલ. એમાંય વ્યસન મૂકવા તો ભારે મનોબળ જોઈએ. જેટલું ઝડપથી આપણે એને આપણી અંદર વળગાળી એ એટલું ઝડપથી એ છૂટે નહિ..

રાજકોટના જીવાભાઇ #મારવાડી_દેવીપૂજક કહે, બેન એવો એકેય નશો બાકી નહીં હોય જે મે કર્યો ના હોય. ચોવીસ કલાક એમાં જ રત રહીને ભાનવનાનો હું રસ્તા વચાળે પડ્યો રેતો. તો ટંકારામાં રહેતા હીરાભાઈ #કાંગસિયા કહે, હું ચોવીસે કલાક દારૂના નશા માં પડ્યો રેતો. કંઇ કામ ધંધો ના કરું. ઘરમાં ઝગડા થાય પણ દારૂ એમ કંઇ છૂટે? દિવસના વીસ પચીસ માવા તો મારે જોઈએ એવું નેકનામના દેવાભાઇ કાંગસિયા એ કહ્યું. તો જામનગરના ખરેડી ના કાળુભાઇ કહે, બેન તમે લોન આપો એટલાં ના તો હું મહિને દોઢ મહિને માવા ખાઈ જાવું...

આવા બંધાણીઓ ને વ્યસન મૂકવા કહી તો દઈએ પણ પાલન કેટલું થાય એ કહી ના શકાય. પણ અમારા કનુભાઈ, છાયાબેને આ બધામાંથી આ પરિવારોને મુક્ત કરવાનું નક્કી કર્યું. તમારા ઘરનું પાણી તમે વ્યસન મૂકશો તો જ પીશું, લોન પણ તો જ આપીશું. આવી મીઠી લાગણીથી માણસને બાંધે ને વ્યસન મુકાઇ જાય.

ટંકારામાં #વિચરતી જાતિના પરિવારોને #VSSM દ્વારા આપવામાં આવેલી લોનના ચેક વિતરણ કાર્યક્રમમાં વ્યસન મૂકનાર ચાર વ્યક્તિઓને સન્માનવાનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં વ્યસન મૂકનાર ચાર વ્યક્તિઓને પ્રસસ્તી પત્ર આપવામાં આવ્યા વ્યસનથી થતી ખરાબી વિશે થોડી વાત કરી તો આનંદ સાથે આશ્ચર્ય પણ થયું એકસાથે ૨૦ લોકો વ્યસન મૂકવા માટે તૈયાર થયા. અમે એમને સનમાન પત્ર આપ્યા. એમણે આ પત્રને ઘરમાં ફ્રેમમાં મઢાવીને મુકીશું એમ કહ્યું.

વ્યસનથી થતા નુકશાન વિશે ખબર તો હતી પણ સાચું કહું છૂટતું નહોતું. તમે ગેડ પાડી એવી કોઈએ પાડી હોત તો વહેલા છૂટી ગયું હોત. તેજીબેને વર્ષોની બજર ઘસવાની ટેવ મૂકી એમ કહ્યું ત્યારે નવાઈ લાગી. પાછલી ઉમ્મર વર્ષોનો બંધાણ એમ કંઇ છૂટે? એક ફેરા બેન તમને કહ્યું પછી પાછા નો ફરાય...

કેવા અશક્ય લગતા કામો થઈ રહ્યા છે. આભાર માનીશ આ પરિવારોનો જે આવો મીઠો સ્નેહ કરે છે.જેમની સાથે કામ કરું છું એમને વ્યસન મુક્ત કરાવવાનો સંકલ્પ સિધ્ધ થાય તો રાજી... ફોટોમાં જેમને વ્યસન મુકયા એવા વ્યક્તિઓને સન્માનવાનું થયું તે જોઈ શકાય છે.


No comments:

Post a Comment