Thursday, December 14, 2017

It was my honor to meet such fabulous human beings of Pathamda…..

Mittal Patel, Maulik Patel & Rashmin Sanghvi with the
villagers of Pathamda village
“Ben, the floods of 2017 brought lot of destruction in our village. Mostly all houses were chocked with mud and sludge. The families suffered immense loss but, not a single family took the cash-doles from Government. It was a collective decision to refuse it all. There are many poor families in the village who needed it more than we did, they had no food or shelter and hence the well-off families in the village decided to take care of their food and meals. We gave them grains and everything they required to prepare food!” Are you surprised? Well, for a moment I too was taken aback and forgot that we are living in the most difficult times and to witness such outpour of empathy was simply amazing!!

The villagers of Tharad’s Pathamda village are amazing and deserves all our respect and salutations. They are driven by the fundamental human values and belief systems. Helping those in need and living in more difficulties is their belief. The loss they suffered during the floods was immense, they had all the right to take the cash-doles the government was giving away. But, they chose to let go of it and support the ones who needed it more!! Imagine your house submerged in muddy sludge and you decide to help others who are in more need than you are!! Would you be able to let go??

Our salaam and respects to such fantastic human beings of Pathamda village.

And to have a photo opportunity with them is indeed matter of pride for me!!

‘બેન 2017મોં પુર આયું ક નઈ? ગોમમોં અન લોકોના ઘરોમોં ઘણા પોણી ભરઈ જ્યાંતા. ખુબ નુકશોન થયું. પણ અમાર ગોમના એકેય લોકોએ સરકારની કેશડોલ ના લીધી. અમે બધાએ ભેગા મળીન ના પાડી દીધી, ન જોકણ વધુ જરૃર હોય તો કણ મદદ આલવા કીધુ. ગોમમોં ઘણા ગરીબ ઘરો હ્ ઈમન ખાવા પીવાની કોય તકલીફ ના પડ ઈનું ધોન ગોમના સુખી પરિવારોએ રાખ્યું. અનાજ ન બીજુ જે જોતુ કરતું તું એ બધુંય અમે આલ્યું.’ પઠામડાગામના શીવરામભાઈએ આ વાત જણાવી ત્યારે ઘડીક ભૂલાઈ જ ગયું કે આ હળાહળ કળીયુગ છે...

થરાદ તાલુકાનું પઠામડા અદભૂત ગામ ને ગામના અદભૂત લોકો... સલામ કરવાનું મન થાય એવી વિચારધાર... બહુ ભણેલા નહીં છતાં મફતનું નહીં લેવાની ને ગામનો દરેક વંચિત ગરીબ મારો જ પ્રિયજન એવી સુંદર ભાવના...

નુકશાન ઘણું હતું. સરકાર પૈસા આપતી હતી ને હકથી લેવાય એમ હતુંયે ખરુ. છતાંય મારા કરતાં વધુ ગરીબ અને તકલીફમાં ઘણા છે તેમને મદદ કરો અમને જરૃર નથી... આ કહેવું કાંઈ નાની સુની વાત નથી... અને એ વાતેય પાછી આખુ ઘર કાદવમાં ગરકાવ થઈ ગયું હોયને ઘરવખરી તણાઈ ગઈ હોય એ વખતે કરવી.... (વિચારી જુઓ)
આવા અદભૂત માસણોને નતમસ્તક પ્રણામ જ કરવા ઘટે... 

પઠામડાગામના આવા અદભૂત લોકો સાથે આપણો ફોટો હોવો એય ગૌરવની વાત...

#Banskantha #HumanInterestNews #HumanApproach #WaterManegement#Water_Harvesting #Water_Conservation #Water #VSSM #Save_Water #MittalPatel #RashminSanghvai #Conventional_Water_Resources #Pond#Lake #Well #Village #Rural_India #Bansakantha #Banaskantha_Water_Management #Irrigation #Flood

No comments:

Post a Comment