Thursday, October 13, 2016

VSSM proposes for allotment of plots to Dafer families…...

The current living conditions of these families is much
evident in the picture
Historically the  Dafer community is identified as a tribe involved in looting and robbing.Their  second name Dafer always invites stares, curious looks and outright rejection.To shun away the stigma associated with their surname  the 136 Dafer families living in Amrapur Pati in Patan’s Sami block decided to do away with the Dafer as their surname instead use Maghra, Sindhi and Miyana as their  second name on all their documents of identity like Voter ID card, ration card etc. 

The Dafer families did hope of a better and promising future but as we all know  life seldom smiles back so easily on the deprived and marginalised sections of society.  As bitter as it may sound but changing names does not promise any magical beginnings, it does not guarantee that the stigma attached with the past identity will wane out!!! Hence, even today the mention of these families attracts curious stares, scorns and suspicion. And the fact also is that some families in this village still continue to practice unlawful activities because they have no other options left to earn their living. The families survive in absolutely inhumane conditions with no roof on their head except a tarpaulin supported by few twigs and branches!!! Under such conditions the officials and authorities should be reaching upto them to offer some government assistance so as to elevate them from abject poverty instead it is the police that makes frequent rounds of this settlement. 

“Even the cattle here have some dignity in this society than why not us?? In 2011 our former chief minister  Smt. Anandiben Patel  had announced allotment of plots to all the 136 families and yet only 11 were allotted with the plots and first instalment  of the assistance  to build their houses. But the rest of the families were left out and those 11 families never received their second instalment. And nobody knows what is the reason behind such disregard of a promise made by senior minister of Government of  Gujarat. 

These families like all the other Dafer families need to be included in the government policies, treating them as outlaws is not going to resolve any issues. These are the occupations they no longer practice and hence need inclusive programs by government and society, keeping them at a distance will only aggravate the condition and push them to take up the activities they have abandoned long back!!

VSSM has made presentation for allotment of residential plots to these families. All we need to do is hope for the best!!

VSSM’s Tohid and Mohanbhai paid visit to these families promising them VSSM’s support as much as possible. 

ડફેર પરિવારોને પ્લોટ મળે તે માટે vssm દ્વારા રજૂઆત..

પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર પાટીમાં ડફેર સમુદાયના 136 પરિવારો રહે. ડફેરની છાપ સમાજમાં ગુનેગાર તરીકેની એટલે આ પરિવારોએ પોતાની ઓળખ ડફેર તરીકેની ભૂંસી નાખવાનું નક્કી કર્યું હોય તેમ તેમના તમામ આધાર પુરાવા મતદારકાર્ડ, રેશનકાર્ડમાં જાતિમાં મધરા, સીંધી અને મિયાણા લખાવ્યું. 

જોકે જાતિ જુદી લખાવવાથી છાપ તો ભૂંસાઈ નહીં. અલબત આજે પણ અમરાપુર પાટીનું નામ સમી પંથકમાં લઈએ તો લોકો શંકાની નજરે જ આપણી સામે જુએ. આ ગામના કેટલાક હજુ પણ ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. તદન અમાનવીય સ્થિતિમાં આ પરિવારો રહે છે. ગામની પડતર ખરાબાની જગ્યામાં ઘાસ અને સાંઠીઓના છાપરાં બનાવીને જિંદગી પુરી કરવાની હોય તેમ તેઓ જીવે છે. સરકારી અધિકારીઓ ઓછા પણ પોલીસ વારે ઘડીએ આવીને આ ગામમાં આંટા મારી જાય છે. 

આ ગામના લોકો કહે છે, ‘ઢોરનીયે ગણતરી થાય તો અમારી કેમ કોઈ ગણતરી નથ? અમને સરકારની કોઈ મદદ કેમ મળતી નથી? 2011માં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સમીમાં અમને (136 પરિવારોને) પ્લોટ આપવાની જાહેરાત કરી પણ પછી 11ને જ પ્લોટ આપ્યા અને મકાન સહાયનો પહેલો ચેક પણ. બાકીના પરિવારોને કેમ પ્લોટ ફાળવાયા નહીં તે અંગે કશી ખબર નથી. તો મકાન સહાયનો બીજો હપ્તો પણ ચુકવાયો નથી.’

જાતિની આંટીઘુંટી દૂર કરીને આ પરિવારોને વહેલી તકે પ્રાથમિક સુવિધા સાથે ઘર આપવા જોઈએ તો જ તેઓ સામાન્ય સમાજ સાથે ભળશે. નહીં તો આ રીતે તેમને વેગળા રાખીશું તો ગુનાહીત પ્રવૃતિ ઘટવાની નથી. જે અસંતોષ તેમના મનમાં આવી રહ્યો છે તેનું વહેલીતકે નિરાણકરણ કરવાની જરૃર છે. નહિ તો....
vssmએ આ પરિવારોને પ્લોટ મળે તે માટેની રજૂઆત કરી છે. જોઈએ શું થાય છે.

vssmના કાર્યકર તોહીદ અને મોહનભાઈએ આ પરિવારોની મુલાકાત લીધી vssm આ પરિવારોને શક્ય મદદરૃપ થવાની કરે છે. સફળ થઈશું તેવી આશા છે.

આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તે ફોટોમાં જોઈ શકાય છે.

No comments:

Post a Comment