Thursday, October 06, 2016

These panchayat built houses for the Bharthari families are as good as nothing !!!

Bharthari Settlement of Ravi Village
“The Panchayat has allotted us houses in 2007-08 but we have preferred to stay in the farm because the quality of construction is so poor that we fear they might come down someday when we are staying inside.”

“Who constructed such poor quality houses?? Did'nt you pay attention when the construction was underway??”

“We weren’t even aware that such houses are being constructed for us!! One day some village elders came to us and told us that our houses were ready and we could move in!!”

That was Varjunbhai Bharthari of Dhanera’s Ravi village narrating us the reasons for 13 Bharthari families opting out of  staying in the houses that the village panchayat has  built for them. The 13 Bharthari families of Ravi village have houses built for them but they have received documents to their plots on which these houses stand yet the panchayat has been giving them receipt to the house tax paid (as seen in the picture). The names of these families featured in the village’s BPL list and apparently the panchayat members decided to build houses for them,  without informing them, under the Indira Awas Scheme. But the quality of construction was so questionable that these families decided against staying there. 

What is difficult to comprehend for the families as well as the VSSM team  is how can anyone take such important  decision of  constructing a house without actually consulting the people who are to benefit from it!! 

The entire episode that has come to light recently shows how vulnerable the illiterate and ignorant nomads are and the  vested interest groups  are always eager and on the prowl  to take advantage of the ignorance of such ignorance!!

We are hoping that our hope in government taking some concrete steps for uplifting vast nomadic population soon comes true. The families are fast losing patience and we want the government to act fast,  before this population chooses to act!!! 

ભરથરી પરિવારોને ઘર મળ્યું પણ...

‘બેન અમન બોધીન આલેલા મકોનમાં જવા અમે સેજેય રાજી નહીં. મકોનમાં ઉપરથી બધુ ખર હ. હાચુ કઉ તો મકોન પડુ પડુ થતુ લાગ એટલે 2007-08માં મકોન બોધીન પંચાયતે આલ્યા પણ અમુ એક રાતેય એ મકોન કાઢી નહીં. અમે ખેતરોમાં જ પડ્યા સીએ.’

‘આવું જર્જરીત મકાન બાંધ્યું કોણે? તમે એ વખતે ધ્યાન નહોતું આપ્યું?’

‘અમુન તો ખબેરય નતી કે અમારા ઘરો થાય સ. આ તો બંધાઈ જ્યા પસી ગોમના મોટા મોણસોએ કીધુ તાર ખબર પડી.’

ધાનેરા તાલુકાના રવીગામમાં રહેતા વર્જુનભાઈ ભરથરીએ ઉપરોક્ત વિગતો જણાવી. સાંભળીને આ પરિવારો સાથે કામ કરવાનું જેમણે માથે લીધુ છે તેવા vssmના કાર્યકર મહેશ અને પરેશ થોડા નિરાશ થયા.રવી ગામમાં ગામથી દૂર ભરથરી પરિવારોના 13 મકાનો બંધાઈ ગયા પણ પ્લોટની સનદ હજુ આ પરિવારો પાસે નથી તેમને પંચાયત દ્વારા ઘર વેરાની પહોંચ આપવામાં આવી છે. જે ફોટોમાં જોઈ શકાય છે. 13 પરિવારોના નામ બી.પી.એલ.યાદીમાં છે એટલે ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત તેમના મકાન ગામના જ સરપંચ અને અન્યોએ ભેગા મળીને બનાવી દીધા. પણ ભરથરીને ગમે તેવા મકાન બન્યા નથી તેવું તેમની સાથેની વાત પરથી સ્પષ્ટ જણાય છે એટલે તેઓ ત્યાં જવાય રાજી નથી. વળી મકાન બનીને સીધા આપી દેવાનું થયું તે પણ આ પરિવારો અને અમારી સમજ બહારનું છે. 

વિચરતી જાતિઓ કેવી પરિસ્થિતિમાં જીવી રહી છે તેનો વધારેને વધારેને ખ્યાલ આવતો જાય છે. ક્યાંક તો તેમની અજ્ઞાનતાનો પણ ફાયદો ઉઠાવવામાં આવતો હોય તેવું લાગે છે. 

તકવંચિત પરિવારો અંગે સરકાર નક્કર વિચારશે તે આશા vssm ટીમ રાખી રહી છે. અમે ઈચ્છીએ કે અમારી આશા ફળીભૂત થાય... નહીં તો આ સમુદાયો તો કંટાળ્યા છે. તેઓ નક્કર કદમ ઉઠાવે તે પહેલાં સરકાર દ્વારા નક્કર કામ થાય તેવી અપેક્ષા...


No comments:

Post a Comment