Tuesday, May 24, 2016

VSSM team accompanied by the members of nomadic communities present their pending issues at a Lok-Samvaad Setu meeting…..

The Community Members
Water, power and housing are the basics that enables us humans  to lead decent lives and these are the needs that most nomadic communities remain deprived of even after years of requesting the same and repeatedly bringing it  to the notice of the authorities!! The families belonging to nomadic and de-notified communities in Mehsana district  have endless issues awaiting redressal at the various government offices across the district.  Its an extremely slow pace at  which the issues are handled. The attitude of the officialdom makes us believe that they are absolutely indifferent to the communities’  need for such basics. The families are grappling  for water and when the issue came to install a stand-post for power the families were shooed out of the office reasoning that the region does not fall under their administrative rein..  

The community members putting forward their
complaints before the minister and officials..
During a block level Loksamvaad Setu program for the Vijapur block the team of VSSM lead by Tohid decided to put forth the list of pending complaints before the participating Minister and his entourage of officials and administrators. We aren’t sure when will these issues be addressed but we are hoping for a solution to this life long sufferings these communities have endured...

The Minister did get annoyed and gave his peace of mind to the administrators on hearing that the issues have been pending for 8 years…the officials have assured speedy redressal all we can do is wait,  watch and hope for the best..……

મહેસાણા જિલ્લામાં રહેતી વિચરતી અને વિમુક્ત જાતિઓના કેટલાયે પ્રશ્નો સરકારી સ્તરે પેન્ડીંગ છે. આ પ્રશ્નો સંદર્ભે ખુબ રજૂઆતો અત્યાર સુધી કરી છે પણ કામની ગતિ એટલી બધી ધીમી છે કે ક્યારેક થાકી જવાય. આ સમુદાયનો મુખ્ય પ્રશ્ન રહેણાંક અર્થે પ્લોટનો છે તે અંગે તો જાણે કામ કરવું જ ના હોય તેવો ઘાટ સ્થાનિક અધિકારીઓનો છે. પાણી માટે પણ વખલાં મારવા પડે છે. એક સ્ટેન્ડ પોસ્ટ નાખવામાં પણ આ વિસ્તાર અમારી હદમાં નથી એમ કહીને આ સમુદાયને કચેરીની બહાર ધકેલી દેવામાં આવે છે.
આજ રોજ વિજાપુરમાં તાલુકા સંવાદ સેતુ કાર્યક્રમ આયોજીત થયો. જેમાં મંત્રીઓથી લઈને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા જેમાં આ સમુદાયના લોકોએ તથા vssmના કાર્યકર તોહીદ દ્વારા આ સમુદાયના તમામ પ્રશ્નો સંદર્ભે રજૂઆત કરવામાં આવી. ઉકેલ ક્યારે આવશે તેનો ખ્યાલ નથી પણ ચોક્કસ નક્કર પરિણામ આવશે એ આશા સાથે સૌએ રજૂઆત કરી છે. 
જો કે આઠ વર્ષની રજૂઆતના અંતે પણ કોઈ કામગીરી થઈ નથી એ સાંભળીને મંત્રીએ સ્થાનિક અધિકારીઓને ખખડાવ્યા પણ ખરા. અધિકારીઓએ આ કામ ઝડપથી પૂર્ણ કરવાની બાંયેધરી આપી છે. હવે જોવાનું એ છે કે ખરેખર કેટલા સમયમાં કામ પૂર્ણ થાય છે.
ફોટોમાં મંત્રી તેમજ અધિકારી સમક્ષ રજૂઆત કરવા આવેલા વિચરતી જાતિના લોકો તથા રજૂઆત કરી રહેલા લોકો


No comments:

Post a Comment