Friday, January 22, 2016

The nomadic communities speak on their issues in a Gram Sabha…..

 the community members talking about their issues
before the Gram Sabha..

The docile and timid nomadic communities have always been scared of demanding their entitlements. Since they aren’t a part of any revenue village no one pays heed to their welfare needs. The Panchayati Raj system means that the decisions pertaining to the development of the villages are collectively taken by the Gram Sabha and Panchayat. But when does the Gram Sabha meet, how can we speak in the Gram Sabha, what if we are hackled out from the village when we talk about our needs?? All such fears and concerns have kept the nomadic families away from the Gram Sabhas. Most of the times these communities aren’t aware when the Gram Sabha’s meet, hence the question of their presence in such important meets just does not arise!!!


However, the scenario  is changing gradually. VSSM has been education these communities towards their entitlements and their right to lead a dignified life. There was a time when these communities would come before the authorities with folded hands and beg for their entitlements. We are witness to communities leaders saying sorry with folded hands and declaring before the collector that ‘we do not need anything, no rations cards, no plots!!” But our continued interaction with these communities have instilled in them the confidence needed to tackle the issues they face.

Recently the Meer, Gadaliya, Nathbawa and Devipujak families of Diyodar  created a commotion in the  Gram Sabha organised in their village. The demand was for the much awaited residential plots. The changing scenario is giving us hope that these families will be able to fight their own battles so what if they need to knock the doors of the authorities,  today they are able enough to do it on their own. However, the ideal condition would be “them getting the things they deserve without demanding and campaigning  before the government for it…..

vssmની સતત મહેનતથી વિચરતા સમુદાયો હવે પોતાના અધિકારો માટે ગ્રામસભામાં બોલતાં થયા.



વિચરતી જાતિ ગામનો હિસ્સો ના હોવાના કારણે એમની વાત સાંભળવાનું, એમના અધિકારની વાત કરવાનું ગામમાં કે પંચાયતમાં થાય નહિ. પંચાયતી રાજ વ્યવસ્થાને કારણે ગામમાં વિકાસના કામો ગ્રામસભા અને પંચાયત દ્વારા થયા. પણ ગ્રામસભા ક્યારે થાય? વળી એમાં આપણાથી બોલાય? આપણા પ્રશ્નોની રજૂઆત કરીશું અને ગામના લોકો કાઢી મુકશે તો? એવા કેટલાંય ભય આ વિચરતી અને વિમુક્ત જાતિને લાગે એટલે એ ક્યારેય પંચાયતમાં કે ગ્રામસભામાં જાય નહિ. જો કે એ વાત જુદી છે કે એને ગ્રામસભા ક્યારે ભરાય છે એની જાણ પણ નથી.

આ પરિવારો પોતાના પ્રશ્નોની રજૂઆત કરતાં થાય એ માટે vssm ટીમ કોશિશ કરે છે. જો કે કામ શરુ કર્યું એ વર્ષો કરતાં આજની સ્થિતિ ઘણી બદલાઈ છે. એ વખતે તો અમારી સાથે પણ પંચાયત ઘરમાં દાખલ થતાં એ લોકો ડરતાં. કલેકટરની પાસે બે હાથ જોડીને અમારે કશું નથી જોઈતું એમ કહીને બહાર નીકળી ગયેલાં આ સમુદાયના આગેવાનો યાદ છે.

પણ vssm દ્વારા સતત આ પરિવારોના પ્રશ્નો સંદર્ભે લાગ્યા રહેવાના કારણે આજે સ્થિતિ બદલાઈ છે હવે એ બોલતા થયા છે. બનાસકાંઠાના દિયોદરમાં મીર, ગાડલિયા, નાથબાવા અને દેવીપૂજક પરિવારોએ રીતસર હમણાં ભરાયેલી ગ્રામસભા માથે લીધી અને પોતાને રહેણાંક અર્થે પ્લોટ આપવા વિનંતી કરી હતી.
ચિત્ર બદલાયું ગમ્યું. પોતાના અધિકારની વાત કરવા પંચાયત સુધી પહોચેલા આ પરિવારો તાલુકા, જીલ્લા અને તોય કોઈ ના સાંભળે તો સચિવાલય થી લઈને સંસદ સુધી પહોચે એવી આશા રાખીએ. જોકે બીજી આશા એવી પણ છે કે છેક સચિવાલય કે સંસદ સુધી એમને લાંબા ના થવું પડે એ પહેલાં જ એમની પ્રાથમિક જરૂરિયાતો સરકાર પૂરી કરે.

ફોટોમાં ગ્રામસભામાં પોતાના પ્રશ્નોની રજૂઆત કરતા વિચરતી અને વિમુક્ત જાતિના લોકો જોઈ શકાય છે.

No comments:

Post a Comment