Thursday, July 30, 2015

The formation of a Development Corporation for Nomadic and Denitrified communities and the feeling of being left out……..

The leaders of nomadic communities gathered to
discuss their issues (file photo) 
The Government of Gujarat on 28th July 2015 announced  the appointments of Chairperson and Members for the Development Corporation for Nomadic and De-notified tribes. The Chief Minister Mrs. Anandiben Patel appointed Shri. Gorakhnath Vadee of Dhrangadhra and Shri. Kishankaka Nat of Deesa from the names given by VSSM as the members of the corporation. We were hopeful that the corporation consisting of 7 members will find a fitting representation of  community leaders/individuals from major/populous communities and we are glad that the Devipujak community is well represented. Community leaders from Raval, Bajaniyaa, Salat, Oad, Dafer, Bhavaya, Sandhi, Saraniyaa, Gadaliyaa etc. called up to inquire if their communities were duly represented!! While we had to affirmative answer to they queries but we did assure them that the individuals who have been appointed are good humans and will be listening to their grievances and concerns. 

While we are aware of the fact that the appointments of members to any such official body does have constitution restrictions, we also need to address the anxiety of almost 40 communities each of who is worried whether the agonies of their community will be heard! It is first time after the independence of our country that a special body to address the issues of nomadic communities has been formed hence it is rational that these concerns emerge from the communities that have no participation  to such an important body. 

As a remedial measure we feel that a working committee be formed which has representation from every community, the committee should meet at regular intervals, discuss the issues and take their suggestions and make  the future plans accordingly, this will also help strengthen the body and realise the objectives for its coming into being. At this stage we feel it is important that such a committee be formed or else the discontent from the communities would be difficult to curb.

We are extremely thankful to The Chief Minister Mrs. Anandiben Patel for the immediate decision of forming this much needed corporation and hope the concerns and grievances of nomadic communities will be addressed with similar pace.

ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતી વિકાસ નિગમમાં અમારી જાતિમાંથી કોઈનું પ્રતિનિધિત્વ છે?? રાવળ, બજાણીયા, સલાટ, ઓડ, ડફેર, ભવાયા, સંધી, સરાણીયા, ગાડલીયા વગેરે

ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતી વિકાસ નિગમમાં ચેરમેન અને સભ્યોની નિયુક્તિની જાહેરાત સરકારે તા. ૨૮ જુલાઈના રોજ કરી. સભ્યો માટે આદરણીય શ્રી આનંદીબહેનને vssm દ્વારા આપેલા નામોમાંથી શ્રી ગોરખનાથ વાદી (ધ્રાંગધ્રા) અને શ્રી કિશનકાકા નટ (ડીસા)ની પણ નિયુક્તિ થઇ. કુલ સાત સદસ્યોના બનેલા નિગમમાં વિચરતી અને વિમુક્ત જાતિના વધુ વસ્તી ધરાવતી જાતિના આગેવાનોને પ્રતિનિધિત્વ મળશે એવી આશા હતી જેમાં દેવીપૂજક સમુદાયને સારું એવું પ્રતિનિધિત્વ મળ્યું છે. જેનો આનંદ છે.

આજે રાવળ, બજાણીયા, સલાટ, ઓડ, ડફેર, ભવાયા, સંધી, સરાણીયા, ગાડલીયા વગેરે સમુદાયના આગેવાનોના પણ ફોન આવ્યા અને એમની જાતિમાંથી કોઈનું પ્રતિનિધિત્વ છે કે કેમ એ પ્રશ્ન કર્યો.. મારી પાસે જવાબ નથી.. પણ હાલમાં જેમની નિયુક્તિ થઇ છે એમાં ઘણા સારા માણસો છે અને એ આપણી વાત જરૂર સાંભળશે એવો દિલાશો આપણે એમને આપ્યો.. 

નિગમમાં સભ્યોની નિયુક્તિમાં બંધારણીય મર્યાદા છે આપણે એ જાણીએ છીએ પણ વિચરતા અને વિમુક્ત સમુદાયમાં સમાવેશ ૪૦ જાતિઓ તો પોતાની સ્થિતિની વાત નિગમમાં સંભાળશે કે કેમ એની ચિંતામાં છે. ચિંતા પણ સ્વાભાવિક છે આઝાદીના આટલા વર્ષો પછી પહેલીવાર એમના માટે કંઇક બન્યું છે અને એમાં પોતાની ભાગીદારી નહિ હોય તો પોતાનો અવાજ પહોચશે કે કેમ એ ભય પણ વ્યાજબી છે.. 

એક ઉકેલરૂપે એવું લાગે છે કે એક કાર્યકારી સમિતિ પણ બનાવવી જોઈએ જેમાં દરેક જાતિના સભ્યોને લેવા જોઈએ અને એની બેઠક પણ વખતો વખત થવી જોઈએ અને એમના મંતવ્યો લઈને નક્કર આયોજન પણ કરવું જોઈએ.. દાંત વગરના વાઘ જેવું નિગમ બની ના રહે તે માટે પણ કાર્યકારી સમિતિની રચના જરૂરી લાગે છે..   નહિ તો પ્રતિનિધિત્વ ના મળ્યાના રંજ સાથેનો વિરોધ ટાળવો મુશ્કેલ થઇ જશે.. 

નિગમના ત્વરિત નિર્ણય બદલ આદરણીય શ્રી આનંદીબેહન પટેલનો vssm વતી આભાર માનીએ છીએ. આગામી દિવસોમાં વિચરતા વિમુક્ત સમુદાયોના પ્રશ્નો આજ ત્વરાએ હાથ પર લેવામાં આવે એવી સહજ અપેક્ષા છે. 

એક માણસ તરીકેનું તમામ સન્માન મળે એ માટે ભેગા થયેલા વિચરતી વિમુક્ત જાતિના તમામ આગેવાનો (ફાઈલ તસવીર)

No comments:

Post a Comment