Thursday, April 09, 2015

Health Check-up for children of Maitri Bridge School

Bridge Schools of VSSM function in various nomadic settlements that do not have access to government school. The program focuses on bringing children to the threshold of education by acclimatising them to the process of going to school and formal learning thus to bridge the gap between settlement living and formal school environment.  The schools function for 3-4 hours daily, has multi-grade teaching, co-curricular activities, nutrition program where children are given a healthy meal daily. 

The L.P. Savani Nagar settlement in Deesa has a Bridge School that functions through the financial  support of respected  Shri. Chandravadanbhai Shah. The school also sees a lot of participation from the society at large. The Rotary club of Deesa regularly conducts health check-ups of the children here. Earlier the children here accompanied their parents on their begging expeditions which we have stopped to a great extent. The children only had a single meal in the day as the parents would never cook two meals, malnourishment was a huge issue however the meal program at the school has reduced the intensity of the issue. But there is a long way to go… VSSM’s Maheshbhai works round the clock with and for these children which is bringing a gradual but consistent change in the situation for now the children have stopped begging with their parents and are in school, learning for a better tomorrow..

In the picture doctors examining the children of Maitri Bridge School

મૈત્રી બાલઘરના બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી..
વિચરતા સમુદાયોની એવી વસાહતો કે જેમાંથી બાળકોનું શાળામાં જવાનું પ્રમાણ ખુબ ઓછું હોય ત્યાં  vssm વૈકલ્પિક શાળા શરુ કરે છે અને બાળકોને ૩ થી ૪ કલાક ભણાવે અને નજીકની સરકારી શાળામાં દાખલ કરાવે. 

બનાસકાંઠાના ડીસામાં એલ.પી. સવાણી નગર (વિચરતી જાતિની વસાહત)માં આદરણીય શ્રી ચંદ્રવદનભાઈ શાહના આર્થિક સહયોગથી મૈત્રી બાલઘર (વૈકલ્પિક શાળા) ચાલે છે. આ શાળામાં બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. ડીસાના સ્થાનિક નાગરિકો પણ આ કામમાં ખુબ સહયોગ કરે છે. રોટરી ક્લબ ડીસા દ્વારા પણ વખતો વખત આ વસાહતમાં બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. જે ફોટોમાં જોઈ શકાય છે. 

આ વસાહતમાં રહેતાં સરાણીયા સમુદાયના બાળકો પહેલાં ભીખ માંગવા જતા. માં-બાપ પણ બાળકો ભીખમાં માંગીને લાવેલાં ખાવાના ઉપર જ એક ટાઇમ કાઢે. બપોરનું તો જમવાનું જ ના બને. બાલદોસ્ત મહેશે આ બાળકો સાથે કામ શરુ કર્યું અને ભીખ માંગવાનું બંધ કરાવ્યું. ધીમે ધીમે બાળકો શાળામાં જતા થયા. હા પરિણામ જેવું જોઈએ એવું હજુ નથી મળ્યું. પણ બધા જ બાળકો ભણતા થશે એવી આશા છે...

No comments:

Post a Comment