Tuesday, March 24, 2015

The twists that were tuned in favour of the Vansfoda families…….

This is a story about 6 nomadic Vansfoda families who have settled in the Oon village of Banaskantha’s Kakrej block. Vansfoda is a nomadic tribe skilled at bamboo basketry, however with the availability  of bamboo diminishing they have began selling plastic tubs and buckets. Since Oon village is their monsoon settlement a request was made for allotment of residential plots in this village. Also the names of these families feature in the BPL list so under the Swarnim Gujarat initiative a government order  was issued in 2011 allotting th
em plots, its been 4 years and the families have still not received the possession of these allotted plots.

As is the case with most of the pending issues of nomadic communities we followed up and complained about the issue numerous times with no success. Finally, recently we got a reply from the office of the TDO saying, “these families are not ready to take land where the government is willing to give but want land where they are staying right now.” This was absolutely absurd, a framed reply by the collective creative genius (government officials)  at work.  They had   some how proved this on paper as well!!

Just as we got to know all these framed developments we  wrote to the TDO office on 23/2/15. VSSM’s Naran was handling the situation. He went to the TDO, who asked Naran, “how can you say the panchnama is false??” 

"The Vansfoda families are here with me, you may ask them and confirm the matter,” Naran replied. 

The Vansfoda families told the TDO that they are in dire need of residential plots to permanently settle at some. The TDO summoned the officials and a new panchnama was made. The TDO asked  once again if they shall move to any place where government allots them land??

Babubhai, one of the elderly family member present there replied, “ Ben, we shall go wherever you ask us to go, what can be better than a permanent place to build a shade for the family!!” No one in the office  had any further questions to ask…..

In the picture families putting their thumb impression of the panchnama..

‘માથું ઢાંકવા કાયમનું સ્થાનક મળી જાય એનાથી રૂડું શું હોય’

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ઉણગામમાં ૬ વાંસફોડા પરિવારો વર્ષોથી વર્ષનો ચોક્કસ સમય રહે. કેટલાંક વાંસમાંથી સુડલા- ટોપલા બનાવીને તો કેટલાક પ્લાસ્ટીકના તબકડા વેચીને પોતાનો ગુજારો કરે.  આ પરિવારો વર્ષોથી ઉણગામમાં રહેવા કાયમ જમીન મળે એ માટે રજૂઆત કરે. વળી એમનો સમાવેશ BPL યાદીમાં એટલે સરકારના સ્વર્ણિમ ગુજરાતના સંકલ્પ વખતે ૨૦૧૧માં એમને ઘરથાળના પ્લોટ ફાળવ્યાના હુકમો પણ આપી દેવામાં આવ્યા હતાં. પણ કબજો આજ સુધી (૨૦૧૫) મળેલો નહિ. અવાર નવાર આ સંદર્ભની રજૂઆતનો હમણાં એમણે(તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ) જવાબ આપ્યો કે, ‘આ પરિવારો સરકાર આપે છે, એ જગ્યા લેવા તૈયાર નથી. એમને એ લોકો જ્યાં છાપરાં બાંધીને રહે છે એ જગ્યા જ જોઈએ છે..’ આ વાત તદન વાહિયાત હતી. વળી આ સંદર્ભનું પંચનામું કરીને TDO કચેરીમાં અધિકારીઓ દ્વારા આપેલું. એટલે આ પરિવારોને જગ્યા નથી જોઈતી એમ કાગળ પર ખોટી રીતે પુરવાર કરી દીધેલું.

આ બાબત ધ્યાને આવતાં તા.૨૩-૨-૧૫ ના રોજ TDO શ્રી સમક્ષ પંચનામું ખોટું હોવા સંદર્ભની રજૂઆત કરી vssmના કાર્યકર નારણે કરી. TDO શ્રી એ નારણે કહ્યું, ‘ પંચનામું ખોટું છે તમે કેવી રીતે કહી શકો?’ નારણે કહ્યું, ‘મારી સાથે વાંસફોડા પરિવારો આવ્યા છે તમે એમની સાથે જ વાત કરી લો’ વાંસફોડા પરિવારો TDO શ્રી સમક્ષ આવ્યા અને પોતાને કાયમી અને સ્થાઈ રહેવા પ્લોટ જોઈએ છે એ સંદર્ભની રજૂઆત કરી. TDO શ્રીએ અન્ય અધિકારીને  બોલાવી ફરી પંચનામું કરાવ્યું અને સરકાર જ્યાં પણ પ્લોટ આપશે ત્યાં રહેવા જવા તૈયાર છો એ અંગે ફરી પૂછ્યું, વાંસફોડા પરિવારના આગેવાન બાબુભાઈએ કહ્યું, ‘બેન જ્યાં જગ્યા આપશો ત્યાં અમે જઈશું. માથું ઢાંકવા કાયમનું સ્થાનક મળી જાય એનાથી રૂડું શું હોય’ કચેરીમાં બેઠેલા એકેય પાસે બાબુભાઇને પૂછવા પ્રશ્ન નહોતો... બસ પંચનામું લખાયું અને ફોટોમાં દેખાય છે એમ પંચનામા પર એમનાં અંગુઠા લેવાયા..

No comments:

Post a Comment