
Recently Dhaval stood first in a block level inter school painting competition making us extremely proud of his achievement. Dhaval is excellent with his studies as well and he sure is going to make his community proud as well.
Dhaval in the background is his mother seated near his home...
તાલુકા કક્ષાએ આયોજિત ચિત્ર સ્પર્ધામાં પ્રથમ – ધવલ બજાણિયા
ધોરણ ૮માં ભણતો ધવલ રાધનપુર તાલુકામાં આયોજિત ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવ્યો. ચિત્રની સાથે સાથે ભણવામાં પણ તે અવ્વલ છે. આરતી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી ચાલતી આપણી હોસ્ટેલમાં એ ભણે. ઉત્તર ગુજરાતના હારીજ ગામમાં એનો પરિવાર રહે. માતા મેનાબહેન ઘર કામ કરે અને ધવલને ભણાવે. પિતાની છત્રછાયા તો એણે નાનપણમાં જ ગુમાવી દીધેલી. બે મોટાભાઈ લગ્ન કરીને અલગ રહે અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે. મેનાબહેનની એક જ ધગશ ધવલને ખુબ ભણાવવો છે અને ધવલ પણ મેનાબહેન જે મહેનત કરે છે એ જુએ છે અને એટલે ખુબ મહેનત કરે છે.
બજાણિયા સમાજમાં આમ પણ ભણતર ખુબ ઓછું છે એમાં ધવલ જેવા છોકરાંઓની નાની સફળતા પણ સમગ્ર સમાજ માટે ઉદાહરણરૂપ બને છે.
ફોટોમાં ધવલ, પાછળ એનું ઘર અને ઉમરે બેઠેલા મેનાબહેન
No comments:
Post a Comment