
Today, when Chayaben enters the settlement the children shout the teacher is here, teacher is here……. and sometimes the children along with their school bags would be already occupying their seats in the class of tent school/bridge school.
‘લોબડી’ આયી થી લઈને ટીચર આવ્યા સુધી...
રામોલ રોડ પર એક અવાવરા જનતા પ્લોટમાં આડેધડ ઉગેલાં બાવળિયામાંથી સ્કુટી લઇ છાયા મીર વસાહતમાં પ્રવેશે કે ચોતરફ શોરબકોર મચી જાય. ટાબરાઓ ‘લોબડી’ આયી, હેંડો એવી બુમો પાડી ભેગા થાય અને એક ખુલ્લી જગ્યામાં, બાવળની નીચે વર્ગ શરુ થાય. વર્ગમાં બ્લેક બોર્ડ નહિ કે ખૂરશી ટેબલ નહિ. બાળકોને ભણવાને બદલે ખંજરી, ઢોલ વગાડવામાં અને ગીતો ગાવામાં – નૃત્યમાં ભારે રસ. બસ એટલે ચાર કલાક રમતો, ગીતો જમતા જાય. છાયાબહેન આ બધાની વચમાં આંગળીઓ વડે સંકેત દ્વારા એક, બે, ત્રણ શીખવવું શરુ કર્યું. ત્યાં તો સાદ પડે ટેન્કર આયુ(પાણી આવ્યું).. બસ નિશાળ પાણી ભરવા જાતિ રહે. આમ નિશાળ ચાલતી રહી.
આજે છાયાબહેન પ્રવેશે કે શોરબકોર થાય છે .. ટીચર આવ્યા, ટીચર આવ્યા... અને ક્યારેક તો છોકરાં છાયા પહેલાં એમની તંબુ શાળામાં દફતર લઈને ભણવા આવી જાય છે...
વિચરતી જાતિની એવી વસાહતો કે જ્યાંથી બાળકો શાળામાં જતાં જ ના હોય ત્યાં અમે બાળકોને ભણવાની ટેવ પડે એ માટે તંબુ શાળા શરુ કરીએ અને બાળકોને ભણાવીએ. પાંચ કે છ વર્ષ શાળા ચાલે અને બાળકો શાળા જીવનથી ટેવાઈ જાય .. બસ છાયાના આ ટાગોર બાલઘરના બાળકો પણ ધીમે ધીમે ટેવાઈ રહ્યા છે....
ફોટોમાં છાયા બાળકો સાથે...
No comments:
Post a Comment