With her sheer hard work Kamuben has bought a hand cart within four months of setting up her vegetable stall. She pays an EMI of 800 to VSSM and has also purchased an LIC policy. Says Kamuben, ‘ I still run the household in Rs. 4000 as I did earlier. The money I earn from my vegetable vending goes into our savings so that in future we do not have to ask for money from someone.’
We are sure once the nomadic families start saving and planning their future a lot of their current issues will be resolved. All they need for now is the support to help the out of their current financial woes.
In the picture Kamuben selling vegetables.
ગુજરાતીમાં અનુવાદ...
‘ભવિષ્યમાં કોઈની સામે હાથ લાંબો ના કરવો પડે – કમુબેન રાવળ’
કમુબેન રાવળ. અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના અંતરિયાળ ગામ ઓઢવમાં રહે. પરિવારમાં ત્રણ દીકરા જેમાંથી બે દીકરા માસિક રૂ. ૨,૦૦૦થી કડી શહેરમાં છૂટક મજૂરી કરે. કમુબેનના ઘરવાળા પણ મજૂરી કરે. પરિવાર મોટો અને આવક માર્યાદિત. દીકરાઓને પરણાવવાની જવાબદારી પણ ખરી. vssmના કાર્યકર જયંતીભાઈ પોતે ઓઢવગામમાં રહે. કમુબેન એમની પડોશમાં રહે. રોજ આર્થિકભીંસની વાત થાય પણ શું કરવું એ કંઈ સુઝે નહિ. જયંતીભાઈ કામુબેનની બચત કરવાની વૃતિને બરાબર જુએ. ‘૧૦ રૂ. બસ ભાડાના ખર્ચવા કરતાં એટલું ચાલીને જઈએ તો પૈસા પણ બચે અને શરીર સારું રહે એવું કમુબેન માને.’ આવા કમુબેનને જયંતીભાઈએ ગામમાં શાકભાજીનું પાથરણું કરીને બેસવા કહ્યું. મૂળ ઓઢવ ખુબ નાનું ગામ. આવવા- જવા વાહનો પણ ખાસ ના મળે. ગામમાં નિયમિત લીલી શાકભાજી પણ ના મળે એટલે શાકભાજીનો વ્યાપાર કરવા જયંતીભાઈએ કમુબેનને સમજાવ્યા. પહેલાં તો કમુબેને કહ્યું, ‘મને આવું ના ફાવે’ પણ પછી જયંતીભાઈએ હિંમત આપી, જરૂર પડે બે દિવસ સાથે રહેવાં કહ્યું. કમુબેને શાકભાજી ખરીદવા રોકાણ કરવાં પૈસાની સગવડ અંગે ચિંતા વ્યક્ત કરી. vssm માંથી લોન આપવાની જયંતીભાઈએ ખાત્રી આપી. કમુબેને રૂ.૧૦,૦૦૦ની લોન લીધી. ઓઢવમાં આજે પણ લોકો કુવાનું પાણી પીવે. આ કુવા તરફ જવાના રસ્તે આવતાં મંદિરના ઓટલે શાકભાજી વેચવા બેસી શકાય એવી ગોઠવણ જયંતીભાઈએ કરી આપી અને કમુબેને શાકભાજીનો વેપાર શરુ કર્યો. ગામમાં આ પ્રકારે શાકભાજી વેચવાવાળા કોઈ નહિ એટલે એમનું કામ સરસ ચાલે છે. સવારે ૭ વાગે કડીથી શાકભાજી એમના ઘરવાળા લઇ આવે. જેને સરખું કરીને ૮:૦૦ વાગે એ વેચવા બેસી જાય. ૧૧:૦૦ વાગ્યા સુધી ગામમાં વેચે, પછી ઘરે જાય. વળી પાછા બપોરે ૧:૩૦ વાગે ઓઢવથી બે કી.મી દુર આવેલાં ઓઢવપુરા ગામમાં ટોપલામાં શાકભાજીની ફેરી કરી આવે. શાકભાજી બચે તો સાંજે પાછા ઓઢવગામમાં બેસે.
છેલ્લાં ૪ મહિનાની એમની આ મહેનતમાંથી એમણે હવે હાથ લારી ખરીદી છે. LIC ની પોલીસી લીધી, vssmની લોનનો રૂ.૮૦૦ નો હપ્તો પણ ભરે છે. કમુબેન કહે છે, પહેલાં રૂ.૪,૦૦૦ માં ઘર ચાલતું હતું એજ રીતે આજે પણ એજ રકમમાંથી ઘર ચાલવું છું. શાકભાજીના વેપારમાંથી તો બચત કરવાની છે જેથી ભવિષ્યમાં કોઈની સામે હાથ લાંબો ના કરવો પડે.
વિચરતી જાતિઓમાં આર્થિક આયોજનનો અભાવ છે આ આયોજન એ લોકો કરતાં થઇ જાય તો એમનાં ઘણા પ્રશ્નોનું નિવારણ પોતાની મેળે આવી જશે. બસ જરૂર છે એમને આર્થિક રીતે બેઠા કરવાની...
ફોટોમાં કમુબેન શાકભાજીનો વ્યાપાર કરતાં.
No comments:
Post a Comment