On 3rd August he called up again …’I have spent a restless night, entire night I have been thinking of the kids in the settlement, their education, health….plan some initiatives for them and I would love to be part of it!!’ Bapuji - a person who is an extremely unassuming and simple to the core. It is difficult to even imagine that such a human being can be so giving. We feel honoured to have him amidst us as a guiding force in our endeavours for the nomads of Gujarat….
In the pictures below Shri. Keshubhai Goti with Shri. Vallabhbhai planting some saplings at the new settlement, VSSM President Shri. Madhavbhai Ramanuj, our technical expert on housing Shri. Ujamsibhai Khandla and our guiding force Shri Rashminbhai Sanghvi doing the honours with Shri Vallabhbhai.
ગુજરાતીમાં અનુવાદ...
મેં આપેલા પૈસામાંથી તો આપે શક્ય આયોજન કર્યું અને હું બીજું સૂચવું તો નાણાં તો જોઈએ ને?
આદરણીય શ્રી કેશુભાઈ ગોટીએ સુરતમાં એક સમારોહમાંનું આયોજન કરેલું. જેમાં જવાનું થયેલું અને ત્યાં વિચરતી જાતિ સાથેના કામો અંગે વાત કરવાનો મોકો મળ્યો. આ સમારોહમાં સુરતના શ્રેષ્ઠી આદરણીય શ્રી વલ્લભભાઈ સવાણી(બાપુજી) પણ હતા. બધી વિગતો સાંભળી એમણે વિચરતી જાતિની વસાહતના બાંધકામમાં મદદરૂપ થવાનું કહ્યું. કોઈ પણ શરત નહિ અને એવી કોઈ લાંબી ઓળખાણ નહિ છતાં એમણે અમારામાં શ્રધ્ધા દાખવી અને આ પરિવારોના ઘર બાંધકામમાં પ્રત્યેક પરિવારને રૂ.૪૫,૦૦૦ ની મદદ કરી.
આદરણીય બાપુજી લોકાર્પણ કાર્યક્રમ પહેલાં વસાહતની મુલાકાતે ગયા અને એમણે બહેનો માટે ઘરમાં જ બાથરૂમ અથવા ચોકડી બનાવવા કહ્યું. મૂળ તો આ પરિવારોને ફળવાયેલા પ્લોટ નાના છે એટલે અમે કોમન બાથરૂમ અને ટોયલેટ બાંધવાનું આ વસાહત પુરતું નક્કી કરેલું. પણ બાપુજીએ કહ્યું, આ પરિવારોના ઘરમાં બાથરૂમ અથવા ચોકડીનું આયોજન કરો તો સારું. અમે હા પાડી અને એ દિશામાં કામ શરુ કર્યું. પણ બાપુજી વસાહતની મુલાકાત લઈને ગયા પછી સતત વિચરતા રહ્યા અને તા.૨ ઓગસ્ટ ૨૦૧૪ ના રોજ વસાહતના લોકાર્પણ કાર્યક્રમમાં આવ્યા ત્યારે એ નીમીતનો રૂ.૫,૦૦,૦૦૦ નો ચેક આપણને આપ્યો. એમણે કહ્યું, મેં આપેલા પૈસામાંથી તો આપે શક્ય આયોજન કર્યું અને હું બીજું સૂચવું તો નાણાં તો જોઈએ ને? આ ઉદારતા અને આ દરિયાદિલી માટે ૫૬ પરિવારો અને સંસ્થા વતી આદરણીય બાપુજીનો આભાર માનીએ છીએ.
તા.૨ ઓગસ્ટ ૨૦૧૪નો કાર્યક્રમ પત્યા પછીના દિવસે બાપુજીનો ફોન આવ્યો. એમણે કહ્યું, ‘આખી રાત અજંપામાં ગઈ. આ પરિવારના બાળકોના શિક્ષણ માટે અને એમના આરોગ્ય બાબતમાં આપણે શું કરી શકીએ એ અંગે વિચારો હું એમાં નિમિત બનીશ.’ ખુબ સાદાઈ કોઈને માનવામાં પણ ના આવે કે, આવડી મોટી દિલદારી એ દાખવી શકે એવા બાપુજી આ પ્રસંગમાં આવ્યા અને અમને સૌને આશીર્વાદ પાઠવ્યા એ માટે એમના આભારી છીએ..
ફોટોમાં શ્રી કેશુભાઈ ગોટી સાથે વસાહતમાં વૃક્ષારોપણ કરતા આદરણીય શ્રી વલ્લભભાઈ અને vssm ના પ્રમુખ શ્રી માધવ રામાનુજ, ઘર બાંધકામમાં એન્જીન્યરીંગની દ્રષ્ટિએ સતત મદદરૂપ થતા આદરણીય શ્રી ઉજમશી ખાંદલા અને અમારી સતત ચિંતા કરતા આદરણીય શ્રી રશ્મીન સંઘવી સાથે રિબન કટ કરતા આદરણીય શ્રી વલ્લભભાઈ સવાણી

No comments:
Post a Comment