Wednesday, August 07, 2013

અંત્યોદય રેશનકાર્ડ મેળવવાની મથામણ

અગરબેન મીર વિધવા છે. એમને ૪ બાળકો છે, છૂટકમજૂરી અને મજૂરી ના મળે ત્યારે બાળકો સાથે તેઓ ભોખ માંગે છે. અગરબેન પાસે રેશનકાર્ડ નહોતું. આપણે સુપ્રીમકોર્ટના આદેશ પ્રમાણે અન્ન નાગરિક પૂરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક-પી.ડી.એસ.-૧૦૨૦૦૧-૫૯,ક મુજબ અત્યંત ગરીબ કુટુંબો અને વિધવા, ત્યકતા, વિકલાંગ વ્યક્તિના પરિવારને અંત્યોદય રેશનકાર્ડ આપવાની યોજના છે તે પ્રમાણે અંત્યોદયકાર્ડની માંગણી કરી પરંતુ, અગરબેનને એ.પી.એલ.-૧ કાર્ડ આપવામાં આવ્યું.
આમ તો અગરબેન જે સ્થિતિમાં છે તે પ્રમાણે તેમને અંત્યોદય અથવા BPL કાર્ડ આપવું જોઈએ પણ ચોપડા પર ગરીબો ઘટાડવાની લાયમાં જેને ખરેખર મદદની જરૂર છે તેને મદદ મળતી નથી.





 



No comments:

Post a Comment