![]() |
Mittal Patel conducts meeting for water management in Lakhani |
It is estimated that more than 7,000 borewells have been abandoned in the Diyodar and Lakhani regions. Borewell technology has only emerged over the past 35–40 years. In these four decades, excessive water extraction has caused the water tables to drop drastically, leading to dried aquifers.
Since 2014, we have been engaged in water conservation efforts in North Gujarat. Now, even the government has become active in this matter—though it has become a necessity. Among the 150 districts in India facing severe water crises, Banaskantha is one, and Lakhani is part of that.
A workshop was organized with the village leaders from all villages in the Lakhani taluka under the guidance of Diyodar and Lakhani MLA Shri Keshaji Chauhan and through the collective efforts of VSSM (Vicharta Samuday Samarthan Manch).
During this meeting, the MLA formed committees in each village to carry out water-related work, and guidance was given to ensure the committees function effectively.
VSSM has constructed many ponds and check dams in the area. The local villagers have also agreed to raise water charges and clean and deepen all local reservoirs.
The construction of 'Jal Mandirs' (temples of water, or water bodies) is essential for future generations. If we don’t create a “bank of water” for them, what will they survive on? That is the critical question—hence the importance of water conservation efforts.
It was also stated in the workshop that in any village where people contribute ₹200,000 to ₹250,000 for the renovation of ponds and offer their tractors for the removal of soil, VSSM will contribute ₹350,000 for excavation work.
Water cannot be manufactured, so conserving it is crucial. The time has come to wake up and let go of selfish interests—otherwise, it may soon be too late.
દિયોદર અને લાખણી વિસ્તારમાં બંધ પડેલા બોરવેલની સંખ્યા 7000 થી વધારે હોવાનું તારણ છે. આમ તો બોરવેલની ટેકનોલોજી પાછલા પાંત્રીસ – ચાલીસ વર્ષમાં આવી. આ ચાલીસ વર્ષમાં અમાપ પાણી ઉલેચાયા એટલે તળ તૂટ્યા અને જળ ખૂટ્યા. અમે 2014 થી ઉત્તર ગુજરાતમાં જળસંચયના કાર્યો કરીએ. હવે તો સરકાર પણ આ બાબતે સક્રિય થઈ છે. જો કે થવું પડે એવી સ્થિતિ થઈ છે. ભારતના દોઢસો જિલ્લાઓ જેઓ જળ બાબતે ગંભીર સ્થિતિમાં છે એમાં બનાસકાંઠા એક છે. લાખણી પણ એમાંનો એક.
લાખણી તાલુકામાં આવેલા તમામ ગામોના આગેવાનો સાથે એક કાર્યશાળા લાખણી અને દિયોદરના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણની નિશ્રામાં અને VSSM ના સહિયારા પ્રયાસથી આયોજીત થઈ.
આ બેઠકમાં ગામે ગામ પાણીના કામો કરવા માટે કમીટીની રચના ધારાસભ્ય શ્રી દ્વારા કરવામાં આવી અને આ કમીટી સઘન કામ કરી શકે તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.
આ વિસ્તારમાં vssm એ ઘણા તળાવો અને ગ્રામવનો કર્યા છે. આ કાર્ય માટે ગ્રામજનો પોતાની રીતે પણ જળકર ઉઘરાવી ગામના તમામ જળાશયોની સાફ સફાઈ તેમજ જળાશય ઊંડા કરવાનું કાર્ય કરે તે માટે પણ વાત કરવામાં આવી.
જલમંદિરનું નિર્માણ ભાવી પેઢી માટે અગત્યનું છે. પાણીની બેંક જો ભાવી પેઢીને નહીં આપીએ તો ખાઈશું શું એ સવાલ છે. માટે જળસંચયના કાર્યો કરવા અગત્યના છે. જે ગામ જલમંદિર એટલે તળાવના નવીનીકરણ માટે બે થી અઢી લાખનો ફાળો એકત્રીત કરશે એને માટી ઉપાડવા માટે પોતાના ટ્રેક્ટર આપશે તે ગામોમાં VSSM પોતે સાડા ત્રણ લાખ ખોદકામ માટે આપશે એવી વાત પણ આ કાર્યશાળા દરમ્યાન કરવામાં આવી.
જળ બનાવી નથી શકાતું માટે એને બચાવવું અગત્યનું. હવે સ્વાર્થ મુકી જાગવાનો સમય આવી ગયો છે નહીં ખરેખર ઘણું મોડુ થઈ જશે.
![]() |
MLA Shri Keshaji Chauhan addresses the villagers |
![]() |
Mittal Patel addresses the villagers from all villages of Banaskantha district |
![]() |
VSSM organizes meeting in Lakhani Taluka of Banaskantha district |