Monday, October 10, 2022

VSSM would continue to voice the plight of these families and ensure they have access to government benefits...

Mittal Patel visits Bajaniya settlement in Surendranagar

The second wave of the Pandemic caught took me in its embrace, and what a strong embrace it was. I remained very sick during the bout. But with your prayers and good wishes, I recovered entirely.

VSSM’s Kanubhai had wished to bring me to visit the Hadakwai Mata after I was out of the woods. And this obedience had to be paid.

Kanubhai and many leaders of Surendranagar’s Bajaniya community wanted me to come to visit their settlements once. Hence, along with offering my prayers and gratitude and intending to find remedies to their issues, I also met the Bajaniya leaders and community members of Gavana village.

Many daughters from their region had stayed with VSSM’s hostel,  finished studying, and went on to enroll for the degree course in nursing. One of them has also found a job at a private hospital. Some have secured admission in engineering courses after finishing schooling up till 12th grade. After witnessing the growth of these children, the community wanted their children to come and stay with VSSM-operated hostels. Bajaniya community demamding facilies for educating their children is a massive step forward. I am delighted to witness this change in their otherwise orthodox and rigid mindsets

The community members also requested financial assistance to help them begin small ventures. They drew inspiration from the families of Vadhiyar, who had found financial stability after seeking interest-free loans and financial guidance from VSSM.

If a community can apprehend that educational and economic stability are the two most empowering elements in an individual’s life, it is bound to set out on the path of progress and well-being.

There was also a discussion about homes for the homeless, we assured that VSSM would continue to voice the plight of these families and ensure they have access to government benefits.

I love this sense of awareness amongst these communities. It is an honor to receive their love and appreciation.

કોરોનાની બીજી લહેર વખતે નહોતો બોલાવ્યો તોય કોરોના મારા ઘરમાં પેઠો...મારી હાલત બહુ ખરાબ.

પણ અસંખ્ય લોકોની પ્રાર્થનાથી આજે હેમખેમ.. અમારા કનુભાઈએ તબીયત સારી થઈ જાય તો ગવાણા હડકવઈ માના દર્શન કરવા મને લઈને જશેની માનતા માનેલી..

એમની આ લાગણી અને પ્રેમ માટે આભારી..

માનતા માની હતી તે પુરી કરવાની જ હોય...

વળી કનુભાઈ અને ખારાપાટ- સુરેન્દ્રનગરના અમારા બજાણિયા સમુદાયના આગેવાનોની ઈચ્છા પણ એમના વિસ્તારમાં એમની વસાહતોની મુલાકાત લઉ એવી. તે માનતા પુર્ણ કરવાની સાથે ગવાણામાં રહેતા બજાણિયા પરિવારો સાથે તેમની મુશ્કેલીઓમાં અમે કેવી રીતે ભાગીદાર થઈ શકીએ તે અંગે વાત થઈ.

એમના વિસ્તારની દીકરીઓ અમારી હોસ્ટેલમાં ભણી આજે નસર્ગીનો ડીગ્રી કોર્સ કરવા આગળ ગઈ તો રાજલ ને હારીજમાં જ એક હોસ્પીટલમાં નોકરી મળે. કેટલાક બાળકો અમારી હોસ્ટેલમાં 12 ધો. ભણ્યા પછી એન્જીન્યરીંગ ભણવા આગળ ગયા. આ બધા બાળકોની પ્રગતિ જોઈ અમારા બાળકોને પણ હોસ્ટેલમાં પ્રવેશ આપોની વાત સૌએ કરી. આ સાંભળીને તો સૌથી વધારે રાજી થવાયું..

આ સિવાય નાના મોટા કામ ધંધા કરવા આર્થિક મદદ કરોની પણ લોકોએ વાત કરી. જે રીતે વઢિયારમાં લોન લઈને ઘણા પરિવારો બે પાંદડે થયા અદ્લ એ રીતે જ અમારે થવું છે એવી વાત થઈ. 

આર્થિક અને શૈક્ષણિક સદ્ધરતા માણસની સ્થિતિ બદલી નાખે છે અને આ બે બાબતે સમાજ વિચારતો થાય તો એની પ્રગતિ પણ ઝટ થવાની એ નક્કી..

એ પછી વાત થઈ ગવાણામાં રહેતા કેટલાક ઘરવિહોણા વ્યક્તિઓની. એ પરિવારોને ઘર અને સરકારની યોજનાઓની મદદ મળે તે માટે તો અમારે મથવાનું જ..

તેમની જાગૃતિ ગમી અને પ્રેમ તો પહેર્યા પાથરે એવો... આ પ્રેમને માથે ચડાવ્યો...

અમારા કાર્યકર મોહનભાઇ, કનુભાઈ અને હર્ષદ ખાસ જવાબદારી લઈને કામ કરવા હાજર રહ્યા...

#MittalPatel #VSSM



Mittal Patel met the Bajaniya leaders and community
members of Gavana village.


 Mittal Patel met the Bajaniya leaders and community
members of Gavana village.


No comments:

Post a Comment