Wednesday, November 19, 2014

The Bharthari are not included in list of Nomadic communities!!!

The Bharthari, are known to be decedents of King Bharthari. In the olden days they would wander from village to village and sing lullabies to welcome the new born. Infact the families would especially host them for the occasion and reward them with grains,clothes and cash.

The Bharthari are very docile and timid by nature. They make their dangaas far from the village, mostly survive under the shade of old sarees which,  hardly protect them from any of the elements of nature. Whenever the villager ask them to move out they do that with no questions asked. The community is very  very small in size. In Gujarat there is no separate settlement of this community they stay in proximity to other nomadic communities. VSSM has been struggling to settle this community. We have applied to the government for allocation of residential plots for these families. When applications were filed for 29 families staying in Mahadeviya and Bhoyan it came to light that the government has not listed this community as nomadic. 

We made representation of this case to the department of Social Justice and Empowerment  however nothing much can be done on the matter. The list of nomadic communities with the Government of Gujarat is as old as the state’s existence no modifications have been done so far. Earlier when the Mumbai and Saurastra were states and the lists of communities that they had were  later adopted by the newly formed Gujarat state in 1963. Ironically no proposals for modifications have also never been made. There have been change in the list of OBC list in 1978 when the list grew from 72 to 146 which also includes some nomadic and de-notified communities but this has not been the case with the list of nomadic communities. The Bharthati are one sub-sect of the Nath tribe, there are numerous sub-sects of the Nath that have been included in the government list like the Nath- Bawa, Giri, Bharati, Margi etc. but the Bharthari inspite of being a sub-sect of Nath does not find mention in the government’s list of nomadic tribes. We are in discussion with the concerned department to find some solution to the matter that has at present left the 29 Bharthari  families heart broken. 

The picture is of Ravanhatta which is synonymous with the Bharthari tribe. 

ગુજરાતીમાં અનુવાદ...

ભરથરી સમુદાયનો સમાવેશ વિચરતી જાતિમાં થતો નથી!!!

રાવણહથ્થા પર હાલરડાં, ભજનો વગાડીને પોતાનું ગુજરાન ચલાવતો ભરથરી સમુદાય સદીઓથી વિચરતો રહ્યો છે. ગામમાં કોઈના ઘરે બાળકનો જન્મ થયો અને ભરથરી ગામમાં આવ્યાં હોય તો નવા જન્મેલાં બાળકનું હાલરડું ગાવા માટે ભરથરીને બોલાવે. હાલરડું પત્યા પછી જૂની સાડી, અનાજ અને થોડા પૈસા આપી એને વિદાય કરે. રાજા ભરથરીના વંશજ એવા ભરથરી સમુદાયની વસતી ગુજરાતમાં ખુબ ઓછી છે. સ્વભાવે ગભરુ પ્રજા. ગામથી દુર છાપરાં નાખીને રહે આમ તો એમનાં છાપરાં એમને ભિક્ષામાં મળેલી સાડીથી બનેલા હોય. જેમાં તડકો, વરસાદ કે ઠંડી તો રોકાય જ નહી. વળી ગામલોકો જયારે ગામ ખાલી કરવાં કહે એટલે ડંગા ઉપાડીને જતાં રહે. ગુજરાતમાં એમની સ્થાઈ વસાહતો ખુબ ઓછી છે. 

સદીઓથી વિચરતું જીવન જીવતાં ભરથરી પરિવારોના કાયમી વસવાટ માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. બનાસકાંઠાના મહાદેવીયા અને ભોયણમાં રહેતાં ૨૯ ભરથરી પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટેની કાર્યવાહી આપણે આરંભી ત્યારે ખ્યાલ આવ્યો કે, સરકારે ભરથરીને વિચરતી જાતિમાં ગણ્યા જ નથી.

‘સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ’માં આ સંદર્ભે રજૂઆત કરી છે પણ આ જાતિઓના સંદર્ભે કરુણતા એ છે કે, મુંબઈ રાજ્ય અને સૌરાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં હતાં એટલે કે ગુજરાતનું અસ્તિત્વ નહોતું ત્યારે આ બંને રાજ્યો દ્વારા વિચરતી-વિમુક્ત જાતિની જે યાદી બનાવી હતી જે ૧૯૬૩માં ગુજરાત રાજ્યે સ્વીકારી. આ યાદીમાં આજદિન સુધી કોઈ સુધારા, વધારા કર્યા જ નથી. ના એ બાબતની કોઈએ દરખાસ્ત કરી. જબકી સામે પક્ષે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓની યાદી બક્ષીપંચે ૧૯૭૮માં આપી તે વખતે એમાં ૭૨ જાતિઓનો સમાવેશ કર્યો હતો જેમાં વિચરતી અને વિમુક્ત જાતિનો પણ સમાવેશ થાય છે એ યાદી આજે ૧૪૬ની થઇ ગઈ છે. પણ વિચરતી જાતિની યાદીમાં કોઈ સુધારો નથી થયો. 

ભરથરી નાથ પંથી છે વિચરતી જાતિમાં નાથ સમુદાયનો સમાવેશ થાય છે. આ નાથના પર્યાય તરીકે ભરથરીને સ્વીકારવામાં આવે તો આ પ્રશ્ન હલ થઇ જાય તેમ છે. હાલ તો ભરથરી પરિવારો પોતાને સ્થાઈ રહેવાં પ્લોટ નહિ મળે એ વિચારીને જ નિરાશ થઇ ગયા છે. સરકાર ઝડપથી એમની સ્થિતિ જોઈ એમની સમસ્યાનો ઉકેલ આપે એની રાહ જોઈએ છીએ સાથે સાથે સરકાર સામે ચાલીને આ જાતિઓના સ્પસ્ટીકરણ બાબતે વિચારે એની રાહ જોઈએ છીએ..

ફોટોમાં જે વાદ્ય સાથે ભરથરી પરિવારો ઓળખાય છે એ રાવણહથ્થો જોઇને જ લોકો કહી દે અરે આતો ભરથરી – ભટકતાં પણ સરકારી ચોપડે એમની વિગતો વિચરતી તરીકે ચડી નથી.. 

No comments:

Post a Comment