Mittal Patel with the kangsiya families of bhavnagar |
Free Settlements...
How do such names come about sometimes? Hearing this name, the first thought is that it must refer to settlements of people living for free. And in a way, that's true.
In the country and around the world, there are many people whose situations are dire. Buying a house is impossible for them; even the thought of renting comes with challenges, so they start living in makeshift shelters or tents on government land.
However, among them, there are some shrewd individuals who, while making arrangements, keep the hope that if the government clears the land tomorrow, we might also get something, thus reserving their spots in these free settlements. But there are also many genuine people in real need.
Such free settlements exist in every city, big and small. Recently, I went to Bhavnagar, and there are over 500 families living in a free settlement there.
Some time ago, a notice was issued to vacate the area for all residents, causing widespread fear. There is a large population of the Kangsiya community in this free settlement. Many of them we have even given loans to for building homes, and we've also applied to the collector for permanent housing for them. Following their application, the process for allocating plots was initiated.
When we went to discuss whether they would be willing to relocate if plots were allocated by the government around villages near Bhavnagar, people from other communities also approached us. Communities like Bharwad and Suthar, who are also in a weak position, asked, "If we’ve lived here for years, why isn’t our situation being considered by the government alongside the Kangsiya community?"
The point was valid. We told them to also present their case. The government will certainly consider it.
It seemed more desirable that families living in the free settlement for years be allotted a designated plot of land. Yes, there will be verification to ensure that these people do not have any other address elsewhere.
From our experience, when such matters come to the government's attention and we present our case, the issues are viewed with sensitivity, and resettlement has occurred.
We wish for a favorable solution for the people in Bhavnagar’s free settlement...
Best wishes to everyone!
મફતિયુપરુ...
ક્યારેક થાય આવા નામો કેવી રીતે પડતા હશે? આ નામ સાંભળીને પ્રથમ વિચાર મફતમાં રહેનાર લોકોની વસાહતનું નામ હશે એ આવે.. ને એક રીત વાત સાચી પણ..
દેશ અને દુનિયામાં અનેક લોકો એવા છે જેમની પરિસ્થિતિ ખરાબ. ઘર ખરીદવાનું તો એમના માટે અશક્ય, ક્યાંક ભાડાનું ઘર ખરીદવાનો વિચાર આવે પણ એમાંય પનો ટૂંકો પડે એટલે સરકારી જમીન પર છાપરા કે કાચી પાકી વ્યવસ્થા કરીને એમાં રહેવાનું શરૃ કરે..
જો કે આમાં કેટલાક માથાભારે માણસો પણ પોતાની વ્યવસ્થાઓ પેલું રૃમાલ મુકીએ તો કાલે સરકાર જગ્યા ખાલી કરાવે તો આપણને પણ કાંઈક મળે એ આશયથી મફતિયાપરામાં જગ્યા રોકે... પણ ઘણા ખરા લોકો એકદમ ખરેખર જરૂરિયાતવાળા..
આવા મફતિયાપરા નાના મોટા દરેક શહેરમાં હશે.. હમણાં ભાવનગરમાં ફુલસર જવાનું થયું ને ત્યાં પણ 500 થી વધારે પરિવારો મફતિયાપરામાં રહે..
થોડા સમય પહેલાં જગ્યા ખાલી કરવાની અહીં રહેતા તમામને નોટીસ મળી.. સૌ ભયભીત..
મફતિયાપરામાં કાંગસિયા સમુદાયની મોટી વસતિ. એમાંથી ઘણાને બે પાંદડે થવા અમે લોન પણ આપેલી ને એમને કાયમી જગ્યા મળે તે માટે કલેક્ટર શ્રીને અરજી પણ કરેલી.. તે એમની અરજી અન્વયે એમને પ્લોટ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરાઈ.. સરકાર દ્વારા ભાવનગર આસપાસના ગામમાં રહેણાંક અર્થે પ્લોટ ફળવાય તો તમે રહેવા જશો કે કેમ તે અંગે વિગતે વાત કરવા જવાનું થયું ત્યારે અન્ય સમુદાયના લોકો પણ અમારી પાસે આવ્યા.
ભરવાડ, સુથાર વગેરે જેમની સ્થિતિ પણ નબળી.. એ લોકોએ કહ્યું, અમે પણ વર્ષોથી અહીંયા રહીએ તો કાંગસિયા સમુદાયની સાથે અમારો વિચાર સરકાર ન કરે?
વાત મુદ્દાની હતી. અમે કહ્યું, તમે પણ રજૂઆત કરો.. સરકાર ચોક્કસ વિચારશે...
મફતિયાપરામાં વર્ષોથી વસતા પરિવારોને નિયત ચો.મી.ની જગ્યા ત્યાં જ આપી દેવાય એ વધારે ઈચ્છનીય એવું એમની સાથેની વાત પરથી લાગ્યું..
હા ચકાસણી ચોક્કસ થાય કે એ લોકો પાસે અન્ય કોઈ જગ્યાએ પોતાનું સરનામુ નથી..
અમારા અનુભવે સરકારમાં અમે જ્યારે આવી બાબતો ધ્યાનમાં આવે ને રજૂઆત કરીયે ત્યારે સંવેદનાથી મુદ્દાઓ જોવાય છે ને પુનઃવસન પણ થયા છે..
ભાવનગરના મફતિયાપરામાં પણ લોકોને પસંદ આવે તેવો ઉકેલ આવે તેવું ઈચ્છીયે...
સૌનું શુભથાય તેવી શુભભાવના...
Mittal Patel meets Kangsiya families of Bhavnagar |
Other community members also approached to Mittal Patel |
Mittal Patel discusses whether this families are ready to relocate if plots were allocated by the government around villages near Bhavnagar |
Mittal Patel meets nomadic families of bhavnagar |
No comments:
Post a Comment