Mittal Patel visits Ludra tree pantation site |
To harm someone is violence. In my view, such a broad definition of violence cannot be accepted. There are also subtle forms of violence that we engage in. For example, making someone homeless is also violence. In the last hundred to one hundred fifty years, we have taken away the homes of millions—perhaps billions—of animals and birds. We have cut down trees and stripped them of their shelter. In my opinion, this is a very significant form of violence.
Humanity continues to strip countless people of their shelter, while trees and forests are still being cut down. We must try to compensate for the damage humanity has done to nature. We are currently working to plant 1.25 million trees in 125 villages, with the help of friends associated with VSSM.
In the cremation ground of the Thakore community in Ludra, Banaskantha, we planted over 5,000 trees three years ago with the help of Astral Pipes and the respected Tusharbhai Shah. The planted trees are growing beautifully. There was a time when the question was where to sit during cremations, but now there is shade everywhere in the cremation ground. Countless lives have made this place their home. You can also carry out such initiatives in your village; this will please nature.
#mittalpatel #vssm #climatechange #gujarat #banaskantha #treeplanting
કોઈને મારવું એજ હિંસા.. મારા ખ્યાલથી હિંસાનો આવો સ્થૂળ અર્થ ન કરી શકાય. કેટલીક સૂક્ષ્મ હિંસા પણ આપણે કરીયે...
દા.ત. કોઈને બેઘર કરી દેવું એ પણ હિંસા. પાછલા સો દોઢસો વર્ષમાં આપણે લાખો - કરોડો પશુ પક્ષીઓના ઘર છીનવી લીધા. વૃક્ષો કાપી તેમનો આશરો છીનવી લીધો છે.. મારા મતે આ બહુ મોટી હિંસા....
માનવજાત અસંખ્ય લોકોનો આશરો છીનવીને પણ ક્યાં અટકી હજુ વૃક્ષો- જંગલો કપાઈ જ રહ્યા છે. માનવજાતે પ્રકૃતિનું જે નુકશાન કર્યું તેને સરભર કરવા અમે કોશીશ કરીએ. 12.50 લાખ વૃક્ષો 125 ગ્રામવનોમાં વાવી ઉછેરવાનું કરી રહ્યા છીએ. એમાં VSSM સાથે સંકળાયેલા સ્વજનો મદદ કરે.
બનાસકાંઠાનું લુદ્રા - ઠાકોર સમાજની સ્મશાન ભૂમિમાં અમે 5000 થી વધારે વૃક્ષો એસ્ટ્રલ પાઈપ અને આદરણીય તુષારભાઈ શાહની મદદથી ત્રણેક વર્ષ પહેલા વાવ્યા.
વાવેલા વૃક્ષો એકદમ સરસ ઉછરી રહ્યા છે. એક સમય હતો સ્મશાનમાં મૃતદેહના અગ્નિ સંસ્કાર થતા હોય એ વખતે ક્યાં બેસવું એ સવાલ હતો આજે સ્મશાનમાં છાંયડો જ છાંયડો. અસંખ્ય જીવો સ્મશાનમાં પોતાનું ઘર બનાવ્યું. તમારા ગામમાં પણ તમે આવા કાર્યો કરી શકો.. એનાથી પ્રકૃતિ રાજી થશે...
#mittalpatel #vssm #climatechange #gujarat #banaskantha #treeplanting
Our well-wishers visits tree plantation site |
Mittal Patel discusses tree plantation with villagers |
Mittal Patel visits Ludra tree plantation |
VSSM Planted 5000 trees three years ago and they are grown beautifully |
Mittal Patel with our well-wishers and villagers at Ludra tree plantation site |
No comments:
Post a Comment