Friday, October 05, 2018

Remembering Maharaja Bhagwatsinhji of Gondal and his generosity

Mittal Patel with  Chhayaben and family of Hamirbhai
Ben, Kanubhai (VSSM fieldworker) has helped us acquire the ration cards, election cards, bank account and more now all we need is piece of land to build  a roof on our head. Once I have a pucca house, there is nothing more that I want in life,” shared  Gondal’s Hamirbhai Vansfoda during a recent visit.  

Wishing for basic food, clothing and housing isn’t too much to expect, for the poor and marginalised owning a one room pucca house is dream of a lifetime. 

Talking about attainment of fundamental rights in the town of Gondal in ironic because this was one of the most progressive state of the past. The  erstwhile king of Gondal, Maharaja Bhagwatsinhji had made education compulsory in those days. 

Dunga of Hamirbhai 
Gondal was the only state  to have compulsory education for girls in all villages. It was one of the foremost states to join independent India with a humongous amount of wealth. The much travelled and wise Bhagwatsinhji had successfully worked for social development of his kingdom.

I have tremendous respect for the vision of Maharaja Bhagwatsinhji. I am sure the poor wouldn’t be reeling under such apathy had he been the current reigning ruler.

“The locals don’t even care for us Ben!! This time when you come we want to welcome you with drums and trumpets. We want them to know here is someone who cares for us!! Personally, I am not in favour of such pomp and show but we need to understand why Hamirbhai wants to show off our presence. Why does Hamirbhai feel such strong connection with someone based and living in Ahmedabad, why doesn’t he share the similar feeling for people of Gondal or Rajkot. I don’t think I need to answer that question!!!

Mittal Patel at Hamirbhai's house
It is very human to wish to settle down for good at the place they have been living for decades!!

Offering me their tradition neckpiece they fed me my favourite prickly gourd/kankoda shaak with bajra rotla…..

ગુજરાતી રૂપાંતર

'બેન હવે ઘર માટે જમીન મલી જાય તો હંધુય આવી ગ્યું. આ રેશનકાર્ડ, મતદારકાર્ડ, બેંકમાં ખાતા એ બધુ તો કનુભાઈએ (VSSM ના કાર્યકર) કરી દીધું.' ગોંડલમાં રહેતા હમીરભાઈ વાંસફોડાએ એમની લાગણી અમારી સામે મુકી.

માથુ ઘાલવા પોતાની જગ્યા મળવી એનાથી મોટુ સુખ ગરીબ માટે શું હોઈ શકે. ખેર હમીરભાઈને કહ્યું, 'હમીરભાઈ આજે જો ગોંડલ સ્ટેટ અકબંધ હોત રાજા ભગવતસિંહજી આજે જીવતા હોત ને તમે એમની પ્રજા હોત તો કદાચ તમારે આમ છાપરાંમાં ના રહેવું પડત. એ ગરીબોની સામે નક્કી જુઅત ને તમારી આમ પોતાની માલીકીની જમીનમાં રહેવાની ઈચ્છા જરૃર પૂરી થાત...'

Mittal Patel having food at Hamirbhai's home
ગોંડલના રાજા પ્રત્યે મને જુદો આદરભાવ છે. આઝાદ ભારતમાં રજવાડાઓનું વીલીનીકરણ થઈ રહ્યું હતું ત્યારે ગોંડલ સ્ટેટ પહેલું હતું જે ઢગલો પૈસા સાથે અખંડ ભારતમાં જોડાયું હતું. પ્રજાની નાની નાની બાબતોની ચિંતા રાજાજી કરતા.

વિદેશમાં જઈને પોતાના રાજ્યના વિકાસ માટે શું કરવું જોઈએ તે જોયું ને ગોંડલમાં તેમણે એ બધુ અમલી કરવા કોશીશ કરી. ફરજિયાત શિક્ષણની વાત આજે થાય છે જ્યારે ગોંડલમાં ફરજિયાત કન્યા કેળવણી તેમણે એ વખતે દાખલ કરેલી.

'સ્થાનીક લોકો અમને ગણતા જ નથી બેન તે આલી ફેરા તમે આવો તો મંડપ બાંધવા સે ને ઢોલ શરણાઈ વગડાવવી સે બધાન ખબર પાડવી સે કે અમાર ગરીબોના સારપે આવવાવાળાય કોક સે...'

વ્યક્તિગત રીતે મંડપ, ઢોલ,શરણાઈ ગમતા નથી. પણ હમીરભાઈને દુનિયાને બતાવવું કેમ છે તે આપણે સૌએ સમજવાની જરૃર છે..

છેક અમદાવાદમાં બેઠેલા અમે એને પોતાના લાગીએ તો ગોંડલવાળા, રાજકોટવાળા હમીરભાઈના પોતાના ના બની શકે? પ્રશ્નનો જવાબ તમે જ તમારી જાતને આપો...

બાકી ખુબ પ્રેમથી મને ભાવતું કંકોડાનું શાક રોટલા એમણે જમાડ્યા. બેન આ અમારો અસલ દાગીનો એમ કહીને મને ગળામાં હાર પણ પહેરાવ્યો. 
જ્યાં રહે છે એ જોતા પાકા ઘરની ઝંખના સેવાય એતો યોગ્ય જ છે ને....

No comments:

Post a Comment