Friday, September 20, 2024

We hope everyone learns from Yavarapura...

Valajibhai placed his hand on my head and said, "May God
give you the strength to carry out such works." 

Valajibhai, Sarpanch of Yavarapura Village, is a Wonderful Person

He is very active in developmental works of the village. During his tenure as Sarpanch, he has done admirable work. We all wish to have such a Sarpanch in every village.

In 2019, we planted and nurtured three thousand trees in the crematorium of Dhedhal, Banaskantha. Valajibhai saw those trees and requested Bharatbhai, the Sarpanch of Dhedhal, for our contact number to plant trees in the Yavarapura crematorium as well.

Besides Valaji, other young people in the village are also active. They cleared the entire crematorium of wild bushes and built a surrounding wall. They also arranged for water facilities. Later, with the help of the esteemed Krishnakant Mehta and Indira Mehta (uncle and aunty), we planted more than 5000 trees there. With their assistance, a small pond was also created in the crematorium. We are grateful for uncle and aunty’s love for nature.

When we started planting trees, we conducted a prayer ceremony and established the trees. This was in 2021.

I visited the crematorium again in 2024. Our workers, Narayanbhai and Maheshbhai, mentioned that the planted trees were growing well, but I hadn't visited since then. Recently, while passing through Deesa, I decided to visit Yavarapura. I called Valajibhai, and he joined me at the crematorium.

As soon as I entered the crematorium, I was delighted to see how well the trees had grown. The village maintained them wholeheartedly, not just for the sake of planting. It is heartening to see individuals and villagers with such dedication to tree maintenance.

Dineshbhai’s hard work as a tree friend is also evident in all of this. He spent the entire day at the crematorium, caring for the trees like children. Such dedication deserves our respect.

Valajibhai placed his hand on my head and said, "May God give you the strength to carry out such works." I felt blessed by his words.

The residents of Yavarapura never complained about the trees we planted. They arranged all necessary facilities for the growth of the trees on their own. Finding such villages brings us immense joy.

We hope everyone learns from Yavarapura...

વાલાજીભાઈ યાવરપુરાગામના સરપંચ ને એકદમ મજાના માણસ.

ગામના વિકાસના કામો માટે એ એકદમ સક્રિય. સરપંચ તરીકેના એમના કાર્યકાળમાં એમણે ખુબ સુંદર કાર્ય કરી રહ્યા છે. આવા સરપંચ ગામે ગામ આપણે સૌ ઈચ્છીયે..

2019માં અમે બનાસકાંઠાના ઢેઢાલના સ્મશાનમાં અમે ત્રણ હજાર વૃક્ષો વાવી ઉછેર્યા. એ વૃક્ષોને એમણે જોયા ને એ વખતા ઢેઢાલના સરપંચ ભરતભાઈ પાસેથી નંબર મેળવી યાવરપુરાના સ્મશાનમાં પણ તમે વૃક્ષો વાવવા પધારો એવું કહ્યું.

વાલાજી સિવાય ગામના અન્ય યુવાનો પણ સક્રિય. આખી સ્મશાનભૂમીમાં ગાંડો બાવળ સાફ કર્યો ને ફરતા દિવાલ કરી. પાણીની સુવિધા પણ કરી.

એ પછી અમે આદરણીય ક્રિષ્ણકાંત મહેતા ને ઈન્દીરા મહેતા (અંકલ આન્ટી)ની મદદથી ત્યાં 5000 થી વધારે વૃક્ષો વાવ્યા. આ સ્મશાનમાં નાનકડી તલાવડી પણ એમની મદદથી કરી. અંકલ આન્ટીના પ્રકૃતિ પ્રેમ માટે એમના અમે આભારી છીએ.

વૃક્ષો વાવવાનું શરૃ કર્યું એ વખતે ત્યાં જવાનું થયેલું. અમે પૂજા કરીને વૃક્ષોનું સ્થાપન કરેલું.

આ વાત 2021ની..

એ પછી છેક 2024માં હું આ સ્મશાનભૂમીમાં ગઈ. વાવેલા વૃક્ષો સરસ ઉછરી રહ્યાની વાત અમારા કાર્યકરો નારણભાઈ, મહેશભાઈ કરે એટલે જવાનું ન કર્યું. પણ હમણાં ડીસાથી નીકળતા યાવરપુરા આંટો મારી લઈએ એવું થયું ને વાલજીભાઈને ફોન કર્યો ને એ પણ પહોંચ્યા મુક્તિધામમાં..

મુક્તિધામમાં પ્રવેશતા જ વૃક્ષોનો જે રીતે ઉછેર થયો હતો એ જોઈને મન રાજી થઈ ગયું..

ખાલી વવડાવવા ખાતર નહીં પણ પૂર્ણ મનથી એની જાળવણી ગામે કરી. વૃક્ષો માટે આવી મમતા રાખનાર વ્યક્તિઓ, ગ્રામજનો મળે તો હૈયુ હરખાઈ જાય.

વૃક્ષમિત્ર તરીકે કાર્ય કરતા દિનેશભાઈની મહેનત પણ આ બધામાં દેખાય. આખો દિવસ એ સ્મશાનમાં રહ્યા ને બાળકની જેમ વૃક્ષોનું એમણે જતન કર્યું. આવા વૃક્ષમિત્રને પ્રણામ કરવાનું મન થાય...

વાલજીભાઈએ ઈશ્વર તમને આવા કાર્યો કરવા ખુબ શક્તિ આપે એવું માથે હાથ મુકી કહ્યું...

આ આશિર્વાદ પામી ધન્યતા અનુભવું..

યાવરપુરા વાસીઓએ અમે વૃક્ષ વાવ્યા પછી ક્યારેય આ નથી તે નથી વગેરે જેવી ફરિયાદ નથી કરી. એમણે જે વૃક્ષ ઉછેર માટે જેની પણ જરૃર પડે એ તમામ વ્યવસ્થાઓ જાતે કરી.

આવા ગામો મળે તો અમને હરખ થાય.

ખેર યાવરપુરા પાસેથી સૌ શીખે એમ ઈચ્છીએ...

#MittalPatel #vssm #TreePlantation #savetheplanet #greencover #gujarat #banaskantha #Environment

Yavarpura tree plantation site

Mittal Patel visits Yavarpura tree plantation site

Mittal Patel meets Yavarpura sarpanch Valjibhai and
discusses tree plantation

VSSM planted around 3000 trees at yavarpura crematorium
in 2019

With the help of the esteemed Krishnakant Mehta and
Indira Mehta (uncle and aunty),we planted
more than 5000 trees at Yavarpura


No comments:

Post a Comment