Wednesday, May 24, 2023

VSSM wants these women to become financially independent...

Mittal Patel meets Nomadic Women

As Hellen Keller said, “Alone we can do so little, but together we can do so much” same is valid with the collective strength of individuals of nomadic communities. Alone they are not equipped to tackle the challenges poverty and deprivation pose, but together, they can move mountains. The Saraniya women living in Narol have moved toward forming a collective.

The traditional occupation of the Saraniya men is to sharpen knives and tools. However, the profession has become obsolete and doesn’t earn them much. As a result, many of them have moved to another occupation.

The Saraniya women from Ahmebdabad’s Narol collect trash; early morning, with trash collecting bags on their shoulders, they set out to pick up plastic and other waste littered on the roadsides. It is a work they have learned over the years.

Collecting and lugging trash on shoulders is challenging and has its limitations. “If you loan us some money, we can buy a paddle rickshaw and cover a wider area and collect and lug more trash,” they proposed.

VSSM wants these women to become financially independent; beginning this year, we are in the process of bringing women together as collectives so that together they can start small ventures, work to resolve their issues, and we can provide the required support.

The women in Narol requested us to help them form a group and provide a paddle rickshaw to women members of the group. It was apparent we were to support such foresightedness. Some parents from the settlement also came up with the request to take their children to our hostel; in fact, some enthusiastic children brought their parents to our meeting place, “Didi, this is my mother; tell her to enroll me in your hostel!”

It has been years since I was in this settlement, yet people eagerly awaited my arrival.

Madhuben, our team member coordinating the activities in this settlement, is a dynamic lady. It can be exhausting to work with these groups, but Madhuben is patient with them, and even before these women do, she begins to dream on their behalf! It is an honor to have team members like Madhuben.

The Narol settlement needs many interventions, and we shall continue pushing efforts here; the families also need a good pucca home to lead a better quality of life.

I am grateful to respected Shri Pratulbhai Shroff (Dr. K. R. Shroff Foundation) for supporting our Human Rights endeavors; the funds help us reach our families and pull them out of this circle of poverty.

એકલો વ્યક્તિ એની મર્યાદામાં નિયત ધ્યેય સુધી પહોંચી શકે પણ જ્યારે એ જૂથ કે સંગઠનનો હિસ્સો બની જાય અને આ સંગઠનની દિશા નક્કી થઈ જાય તો પછી તો પુછવુ જ શું?

નારોલમાં રહેતા અમારા સરાણિયા બહેનોએ પણ સંગઠનની દિશામાં ડગ માંડ્યા.

આમ તો સરાણિયા પુરુષો  છરી -ચપ્પુની ધાર કાઢવાનું કામ કરે. એ એમનો પરંપરાગત વ્યવસાય. જો કે હવે એ વ્યવસાયમાં ઝાઝુ મળતર નથી એટલે ઘણાએ વ્યવસાય બદલ્યા પણ ખરા.

પણ નારોલ એટલે કે અમદાવાદ શહેરમાં રહેવાના કારણે આ સમુદાયની બહેનો ભંગાર, પ્લાસ્ટીક ભેગુ કરવાનું ઘણા વખતથી શીખી અને એ કામ એ કરે. એ માટે વહેલી સવારે એ ખભે કોથળો લઈને નીકળી પડે. 

ખભા પર ભંગાર વીણવાનું કામ કરતી આ બહેનોની જીંદગી બહુ હાડમારીવાળી. એમણે કહ્યું, લોનની સગવડ થાય તો અમે પેડલ રીક્ષા લઈએ તો પગે ચાલવાનું ઓછુ થાય ને ઘણો ભંગાર ભેગો કરી શકીએ.

અમારે તો આ બધાને બે પાંદડે કરવા જ છે. વળી આ વર્ષથી બહેનોના સંગઠન બનાવવું પણ અમે કરી રહ્યા છીએ. જેથી બહેનો એક જૂથમાં નાના મોટા વ્યવસાય કરતી થાય. તેમના પ્રશ્નોના સમાધાન પણ કરતી થાય ને અમે એમને ટેકો પણ કરી શકીએ.

નારોલમાં પણ બહેનોએ પોતાના જૂથો બનાવવા અમને નિમંત્રણ આપ્યું. ને જે બહેન જૂથ સાથે સંકળાય એને પેડલ રીક્ષા માટે લોન આપવા પણ એમણે વિનંતી કરી. આવી સરસ સમજણવાળી બહેનો હોય તો અમારે તો કામ કરવાનું જ હોય. એટલે લોન આપવાનું તો કરીશું જ.. સાથે વસાહતમાંથી પંદર વીસ બાળકો અમારી હોસ્ટેલમાં ભણવા મૂકવાનું પણ કેટલાક વાલીઓએ કહ્યું. જો કે વાલીઓ કહે તે પહેલા બાળકો એમના વાલીઓને અમારા સભા સ્થળે લઈ આવ્યા અને કહ્યું, દીદી આ મારી મા એને કહ્યો મને હોસ્ટેલમાં મુકે. મજાના ટબુ઼ડિયા..

ઘણા વર્ષે આ વસાહતમાં ગઈ પણ કાગડોળે સૌ રાહ જોતા હતા.

અમારા કાર્યકર મધુબહેન એકદમ બહાદુર બહેન. આ પરિવારો સાથે બેઠક એમાંય બહેનો સાથે કરીએ તો ગળાની દશા બેસી જાય. મૂળ બહેનોને બહુ બધુ બોલી લેવું હોય ને એટલે. આવામાં મધુબહેન ધીરજથી બધાને સમજાવે.. એમની આંખો આ બહેનો આગળ વધે તે સ્વપ્ન આ બહેનો જુએ એ પહેલા જોવા માંડે..

આવા કાર્યકર અમારી સાથે હોવાનું ગર્વ છે... 

નારોલની આ વસાહતમાં ઘણું કામ કરવાનું છે ને એ કરીશું.. ઘરના પણ પ્રશ્નો છે એ બધુયે ઉકેલીશું. આદરણીય પ્રતુલભાઈ શ્રોફ (ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન) નો આભાર માનુ છું. એમણે આ પરિવારોના માનવ અધિકારના કાર્યો માટે અમને મદદ કરી.

#MittalPatel #vssm #womenempoweringwomen #womenentrepreneurs #women #education #educationmatters

Nomadic women of Narol settlement meets Mittal Patel

Mittal Patel discusess with nomadic women to resolve 
their issues

Mittal Patel meets nomadic women to resolve their issues

Mittal Patel with nomadic children 

Nomadic settlement meets Mittal Patel to provide them 
required support




No comments:

Post a Comment